કેરળમાં ચોમાસું બેઠું: બે સપ્તાહમાં ગુજરાતનાં આંગણે આગમન

કેરળમાં ચોમાસું બેઠું: બે સપ્તાહમાં ગુજરાતનાં આંગણે આગમન
કેરળમાં ચોમાસું બેઠું: બે સપ્તાહમાં ગુજરાતનાં આંગણે આગમન
આખરે ધારણા મુજબ નિર્ધારિત સમય કરતા ત્રણ દિવસ વહેલું નૈઋત્યનું ચોમાસું કેરળમાં બેસી ગયું છે અને પ્રવેશ સાથે જ કેરળમાં ધમધોકાર વરસાદ શરૂ થઇ ગયો છે. રાબેતા મુજબનાં કેલેન્ડર અનુસાર કેરળમાં ચોમાસું બેઠા બાદ એક સપ્તાહ બાદ મુંબઈમાં વરસાદ શરૂ થઇ જાય છે અને મુંબઈનાં આગમનનાં એક સપ્તાહ બાદ ગુજરાતનાં આંગણે ચોમાસાનું આગમન થઇ જાય છે.

Visit Saurashtra Kranti Homepage here

કેરળમાં ગઈરાતથી જોરદાર વરસાદ શરૂ થઇ ગયો છે. હવામાન ખાતાએ આવતા પાંચ દિવસ સુધી ભારે વરસાદ અને આંધી ફુંકાવાની પણ આગાહી કરી છે. કર્ણાટકનાં કાંઠાળ વિસ્તાર અને મહારાષ્ટ્રમાં પણ ચોમાસું આગળ વધે એવું સાનુકુળ હવામાન દેખાઈ રહ્યું છે અને પ્રિ-મોન્સુન એક્ટીવીટી જોર પકડી રહી છે. કેરળમાં આવનારા દિવસોમાં વરસાદ વધુ જોર પકડશે. સાથે- સાથે આંદામાન- નિકોબાર, તમિલનાડુ અને પશ્ચિમ બંગાળમાં પણ ચોમાસું વહેલું પહોંચી જવાની શક્યતા છે.

આવતા બે- ત્રણ દિવસમાં જ પૂર્વોતરનાં રાજ્યોમાં ચોમાસું બેસી જવાની ધારણા છે. લખનૌમાં ગઈ સાંજે ભારે વરસાદ થયો હતો. રાજ્યનાં 24 જિલ્લાઓમાં વરસાદનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. બિહારમાં પણ અનેક સ્થળે વીજળી પડવાની ઘટનાઓ બની હતી. રાજસ્થાનમાં ધૂળની આંધી સાથે વરસાદ ત્રાટકવાની શક્યતા હવામાન ખાતાએ વ્યક્ત કરી છે.

Read About Weather here

આંદામાનમાં પણ 6 દિવસ વહેલું ચોમાસું આવી ગયું છે અને તેના કારણે કેરળમાં ત્રણ દિવસ વહેલું ચોમાસું બેસી ગયું છે. હવે મહારાષ્ટ્ર અને ગુજરાત તરફ ચોમાસું કેટલી ઝડપથી આગળ વધે છે એ જોવાનું રહે છે. અત્યારે વાતાવરણ અનુકુળ હોવાથી ચોમાસું સારું જવાના સંકેતો દેખાઈ રહ્યા છે. જેના કારણે આમ જનતા અને ખેડૂતોમાં ખુશાલી પ્રસરી વળી છે. ગુજરાત સહિતનાં અનેક રાજ્યોનાં કિસાનોએ વાવણી માટે તમામ તૈયારીઓ કરી લીધી છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here