કેમિકલની પ્રયોગશાળામાંથી બહાર આવી પ્રાકૃતિક ખેતીમાં જોડાઈ જવા વડાપ્રધાનનું આહવાન

કાલે વડાપ્રધાન આટકોટમાં: ઐતિહાસિક ભવ્ય, સ્વાગતની તડામાર તૈયારીઓ
કાલે વડાપ્રધાન આટકોટમાં: ઐતિહાસિક ભવ્ય, સ્વાગતની તડામાર તૈયારીઓ

આણંદ ખાતે યોજાયેલી નેચરલ ફાર્મિંગ રાષ્ટ્રીય પરિષદને મોદીનું સંબોધન: દરેક પંચાયતનું ઓછામાં ઓછું એક ગામ પ્રાકૃતિક ખેતીમાં જોડવા સૂચન

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કૃષિને કેમિકલની પ્રયોગશાળામાંથી બહાર કાઢી પ્રકૃતિની પ્રયોગશાળા સાથે જોડવા દેશનાં ખેડૂતોને આહવાન કર્યું હતું. વિશ્ર્વ અત્યારે ગ્લોબલ વોર્મિંગનાં સંક્રમણ કાળમાંથી પસાર થઇ રહ્યું છે

Visit Saurashtra Kranti Homepage here

ત્યારે તેના ઉપચાર તરીકે જમીન અને કૃષિમાં રસાયણિક ખાતરો અને કીટનાશકોનો વપરાશ બંધ કરીને પ્રકૃતિ તરફ પાછા ફરવા તેમણે અનુરોધ કર્યો હતો.આણંદ ખાતે યોજાયેલી દેશની પ્રથમ નેચરલ ફાર્મિંગ અંગેની રાષ્ટ્રીય પરિષદને વર્ચ્યુઅલ સંબોધન કરતા મોદીએ જણાવ્યું હતું

કે, ભારતે ક્લાઈમેટ ચેન્જ પરિષદમાં જીવનને વૈશ્ર્વિક અભિયાન બનાવવાનું એલાન કર્યું હતું. 21 મી સદીમાં તેનું નેતૃત્વ ભારત અને ભારતનાં ખેડૂતો કરશે. તેમણે ઉમેર્યું હતું કે, આઝાદીનાં 100માં વર્ષ સુધી કૃષિક્ષેત્રે નવી જરૂરિયાતો અને નવા પડકારો અનુસાર કૃષિને ઢાળવી પડશે.

વડાપ્રધાને દર્શાવ્યું હતું કે, છેલ્લા 7 વર્ષમાં બિયારણથી બજાર સુધી, માટી પરીક્ષણથી નવા બીજ નિર્માણ સુધી, પીએમ કિસાન સન્માન નિધિથી લઇ પોષણક્ષમ ભાવ દોઢ ગણા વધારવા અને કિસાનોની આવક બમણી કરવા માટે અનેકવિધ પગલા લેવામાં આવ્યા છે.

આજે દેશમાં 80 ટકા ખેડૂતો નાના અને સીમાંત પ્રકારનાં છે. આથી પ્રાકૃતિક ખેતીનો સૌથી વધુ ફાયદો આ વર્ગને થશે. એમની આર્થિક સ્થિતિ અને જીવન વધુ બહેતર બનશે.

વડાપ્રધાને પ્રાકૃતિક ખેતીને જનઆંદોલન બનાવવા તમામ રાજ્યોને અપીલ કરી હતી અને સૂચન કર્યું હતું કે, દરેક પંચાયતનું ઓછામાં ઓછું એક ગામ કુદરતી ખેતી સાથે જોડાઈ એવા સર્વગ્રાહી પ્રયાસો કરવા જોઈએ.

આપણને આપણા ઋષિમુનિઓએ 2000 વર્ષ પહેલા મૌસમ, પાણી, જમીન અને ખેતીનું વિપુલ જ્ઞાન આપ્યું છે. એટલે પ્રાચીન જ્ઞાનનો આધુનિક ટેકનોલોજી સાથે વિનિયોગ કરી વધુ અસરકારક રીતે અમલમાં મૂકી શકાય.

ગુજરાતનાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે જણાવ્યું હતું કે, પ્રાકૃતિક ખેતી એ આત્મનિર્ભર ખેડૂતથી આત્મનિર્ભર ભારતનાં નિર્માણનું જન અભિયાન છે. એક દેશી ગાયનાં છાણ અને ગૌમૂત્રથી 30 એકર જમીનમાં પ્રાકૃતિક ખેતી કરી શકાય છે.

કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહે જણાવ્યું હતું કે, વડાપ્રધાને પ્રાકૃતિક ખેતીને પુન: જીવીત કરવા મોટુ અભિયાન ઉપાડ્યું છે. એ માટે જમીન ચકાસણી સહિતની કામગીરી માટે એક વર્ષમાં 2 રાજ્યોમાં લેબોરેટરીની સ્થાપના કરવામાં આવશે.

એટલું જ નહીં એવા ખેડૂતોને યોગ્ય બજાર મળે તે માટે અમુલ જેવા સંગઠનોનાં સહયોગથી માર્કેટિંગ ચેઈન ઉભી કરવામાં આવી રહી છે. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, આત્મનિર્ભર ભારતનાં નિર્માણમાં ગુજરાત પોતાનું યોગદાન આપવા કટીબધ્ધ છે.

Read About Weather here

રાજ્ય સરકાર નેચરલ ખેતી કરતા પરિવારને દેશી ગાયનાં નિભાવ માટે પ્રતિમાસ રૂ. 900 ની સહાય આપે છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here