કેન્‍દ્ર સરકારે વોટસએપ પર શરૂ કરી ડિજીલોકરની સુવિધા

કેન્‍દ્ર સરકારે વોટસએપ પર શરૂ કરી ડિજીલોકરની સુવિધા
કેન્‍દ્ર સરકારે વોટસએપ પર શરૂ કરી ડિજીલોકરની સુવિધા
સામાન્‍ય જનતાની જરૂરિયાતોને ધ્‍યાનમાં રાખીને સરકારે ખાસ સુવિધા શરૂ કરી છે. નાગરિકોને સરકારી સેવાઓનો લાભ સરળતાથી મળી રહે એ માટે કેન્‍દ્ર સરકાર દ્વારા વધુ એક નવી પહેલ શરૂ કરવામાં આવી છે.  MyGovએ કહ્યું કે હવેથી તમે Whatsapp દ્વારા MyGov હેલ્‍પડેસ્‍ક પર ડિજીલોકર સેવાઓનો ઉપયોગ કરી શકશો.સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી આ પહેલ દ્વારા લોકો માટે સરકારી સેવાઓની પહોંચ વધુ સરળ બનશે. ડિજીલોકર, ડિજિટલ ઈન્‍ડિયા પ્રોગ્રામ હેઠળની એક મોટી પહેલનો હેતુ લોકોને તેમના ડિજિટલ દસ્‍તાવેજ વોલેટ દ્વારા અધિકૃત દસ્‍તાવેજોની એક્‍સેસ આપવાનો છે.

Visit Saurashtra Kranti Homepage here

DigiLocker દ્વારા લોકો તેમના તમામ મહત્‍વપૂર્ણ દસ્‍તાવેજો ડિજિટલ વોલેટમાં સુરક્ષિત રાખી શકે છે. આ સાથે, આ ડિજિટલ ફોર્મેટમાં રાખવામાં આવેલા તમામ દસ્‍તાવેજો સરકારની વિવિધ કચેરીમાં સંપૂર્ણપણે અધિકૃત અને માન્‍ય ગણવામાં આવે છે. ડિજીલોકરમાં જાહેર  કરાયેલા તમામ દસ્‍તાવેજો મૂળ ભૌતિક દસ્‍તાવેજો તરીકે માન્‍ય ગણવામાં આવે છે.તમને જણાવી દઈએ કે આ સેવાનો લાભ લેવા માટે  ડિજીલોકર એકાઉન્‍ટ બનાવવું પડશે અને પ્રમાણિત કરવું પડશે. આ સાથે, પાન કાર્ડ, ડ્રાઇવિંગ લાયસન્‍સ, વાહન નોંધણી પ્રમાણપત્ર જેવા દસ્‍તાવેજો ડાઉનલોડ કરવાનો સમાવેશ થાય છે.

Read About Weather here

સમગ્ર દેશમાં WhatsApp વપરાશકર્તાઓ WhatsApp નંબર +91 9013151515 પર ‘હેલો’ અથવા ‘હાય’ અથવા ‘ડિજિલોકર’ મોકલીને ચેટબોટને એક્‍સેસ કરી શકે છે અને ડિજિલોકર સેવાનો લાભ લઇ શકે છે.MyGovના ચીફ એક્‍ઝિક્‍યુટિવ ઓફિસર (CEO) અભિષેક સિંઘે જણાવ્‍યું હતું કે આ પહેલનો ઉદ્દેશ્‍ય WhatsAppના સરળતાથી સુલભ પ્‍લેટફોર્મ દ્વારા નાગરિકો માટે આવશ્‍યક સેવાઓ સુલભ બનાવવાનો છે. આ નવી પહેલ પર ટિપ્‍પણી કરતા, શિવનાથ ઠુકરાલ, ડાયરેક્‍ટર, WhatsAppએ  જણાવ્‍યું હતું કે દેશને ડિજિટલ રીતે સશક્‍ત બનાવવાની દિશામાં આ એક મહત્‍વપૂર્ણ પગલું છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here