કેન્દ્રની પાછીપાની છતાં કિસાનો આંદોલન આગળ ધપાવવા મક્કમ

કેન્દ્રની પાછીપાની છતાં કિસાનો આંદોલન આગળ ધપાવવા મક્કમ
કેન્દ્રની પાછીપાની છતાં કિસાનો આંદોલન આગળ ધપાવવા મક્કમ

કેન્દ્રીય રાજ્યમંત્રીને બરતરફ કરો, એમએસપી ને કાનૂની અધિકાર બનાવો: 6 માંગણીઓનો વિધિવત પત્ર વડાપ્રધાનને પાઠવતા કિસાન નેતાઓ: કાર્યક્રમ મુજબ વિરોધ, દેખાવ, બેઠકો ચાલુ રાખવાની આંદોલન કારોની જાહેરાત

નવા કૃષિકાયદા પાછા ખેંચવાની જાહેરાત અને કેન્દ્રની પાછીપાની છતાં આંદોલનકારી કિસાનો દિલ્હીની સરહદો પરથી પાછા હટવા તૈયાર થયા નથી. સંયુક્ત કિસાન મોરચાનાં આગેવાનોએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને એક ખુલ્લો પત્ર પાઠવીને 6 માંગણીઓ મૂકી છે.

Visit Saurashtra Kranti Homepage here

જેમાં લખીમપુર ખીરી ઘટના બદલ કેન્દ્રીય રાજ્યમંત્રી અજય મિશ્રાને બરતરફ કરવા અને એમએસપી ને કાનૂની અધિકાર બનાવવા સહિતની માંગણીનો કિસાન આંદોલનકારોએ પુરૂચ્ચાર કર્યો છે.

27 મી નવેમ્બરે દિલ્હી બોર્ડર પર ખાસ બેઠક યોજવાનું નક્કી કરવામાં આવ્યું છે. આજે યુ.પી. નાં પાટનગર લખનૌમાં કિસાનોની મહા પંચાયત પણ યોજાય રહી છે.

કિસાન સંધનાં નેતાઓ બલબીરસીંઘ રાજેવાલ વગેરેએ દિલ્હીની સિંઘુ બોર્ડર પર પત્રકારો સાથે વાતચીત કરી હતી અને જણાવ્યું હતું કે, માત્ર જાહેરાત કરવાથી કશું વળે તેમ નથી.

એટલે અમે 6 માંગણીઓ પહેલા પૂરી કરવા વડાપ્રધાનને પત્ર લખ્યો છે. આજે મહા પંચાયત છે. જેમાં આગળનાં કાર્યક્રમો નક્કી કરવામાં આવશે. રાકેશ ટીકૈત સહિતનાં તમામ નેતાઓ હાજરી આપી રહ્યા છે. અને ભાવિ વ્યૂહરચના ઘડવામાં આવશે.

કિસાન નેતાઓએ જાહેર કર્યું હતું કે, કિસાન આંદોલનનાં આગલા ચરણરૂપે 24 નવેમ્બરે સર છોટુરામની જન્મજયંતી પર કિસાન મજદૂર સંઘર્ષ દિવસ મનાવવામાં આવશે.

Read About Weather here

એ પછી બે દિવસબાદ દિલ્હી ચલો ટ્રેક્ટર રેલી કાઢવામાં આવશે. સંસદનાં શિયાળુ સત્રનાં પ્રારંભ સાથે જ વિરોધ દર્શાવવા દરરોજ 500 કિસાનો ટ્રેક્ટરમાં ભરાઈને સંસદ ભવન સુધી કુચ કરશે.(2.12)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here