કેનેડા-યુએસ બોર્ડર પર 4 ભારતીયોના મોત

કેનેડા-યુએસ બોર્ડર પર 4 ભારતીયોના મોત
કેનેડા-યુએસ બોર્ડર પર 4 ભારતીયોના મોત
પ્રાથમિક રીપોર્ટમાં એવું કહેવાઈ રહ્યું છે કે, આ ઘટનામાં એક જ પરિવારના ચાર સભ્યોના ઠંડીના કારણે મોત થયા છે, જેમાં મૃતકોમાં પતિ પત્ની સાથે એક 12 વર્ષની દીકરી અને 3 વર્ષનો દીકરો પણ હોવાનું જાણવા મળ્યું છે. તે ઉપરાંત આ મૃતકો ઉત્તર ગુજરાતના પટેલ પરિવારના હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. કેનેડામાં ભારે બરફ વર્ષાને કારણે લોકોને મુશ્કેલઓનો સામનો કરવો પડ઼્યો છે. આ દરમિયાન કેનેડા-યુએસ બોર્ડર પર ચાર ભારતીયોના ઠંડીના કારણે મોત થયા હોવાનું જાણવા મળ્યું છે. ભારતના વિદેશ મંત્રી એસ જયશંકરે અમેરિકા સાથેની કેનેડાની સરહદ પર ચાર ભારતીયોઓના મોતની નોંધ લીધી છે.

Visit Saurashtra Kranti Homepage here

આ ઘટનાને માનવ તસ્કરીનો સંભવિત મામલો ગણાવવામાં આવી રહ્યો છે. વિદેશી મીડિયામાં પણ આ સમાચાર ખૂબ ચર્ચાનો વિષય બની રહ્યા છે.મન્ટોબા રોયલ કેનેડિયન માઉન્ટેડ પોલીસ (RCMP) એ ગુરુવારે જણાવ્યું હતું કે બુધવારે એમર્સન નજીક કેનેડા-યુએસ બોર્ડરની કેનેડિયન બાજુએ ચાર મૃતદેહો મળી આવ્યા હતા, જેમાં બે પુખ્ત, એક કિશોર અને એક નવજાત છે. આ મૃતદેહો યુએસ બોર્ડરથી થોડાક મીટર દૂર મળી આવ્યા હતા. રોયલ કેનેડિયન માઉન્ટેડ પોલીસે એક નિવેદનમાં જણાવ્યું હતું કે તપાસની શરૂઆતમાં એવું લાગે છે કે ઠંડીને કારણે તમામના મોત થયા છે.

બુધવારે જ્યારે આ મૃતદેહો મળ્યા ત્યારે તાપમાન શૂન્યથી માઈનસ 35 ડિગ્રી સેલ્સિયસ હતું.રોયલ કેનેડિયન માઉન્ટેડ પોલીસે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, તપાસના આ ખૂબ જ પ્રારંભિક તબક્કે, એવું લાગે છે કે તેઓ બધા બરફના તોફાનમાં થીજી જવાને કારણે મૃત્યુ પામ્યા હતા. મૃતદેહ મળ્યા પહેલા એ જ દિવસે યુએસ બાજુના બોર્ડર એજન્ટોએ એવા લોકોના ગ્રુપની અટકાયત કરી હતી. જેઓ થોડી વાર પહેલા જ બોર્ડર ઓળંગી ગયા હતા. જેના કારણે સરહદની બંને બાજુએ શોધખોળ શરૂ થઈ હતી. ચાર કલાકની શોધખોળ બાદ પહેલા મૃતદેહો મળી આવ્યા હતા.

યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ જસ્ટિસે ગુરુવારે જણાવ્યું હતું કે તેમણે આ જ માર્ગ દ્વારા માનવ તસ્કરીના આરોપમાં એક વ્યક્તિની ધરપકડ કરી છે. પોલીસે જણાવ્યું હતું કે 47 વર્ષીય ફ્લોરિડાનો વ્યક્તિ સરહદની દક્ષિણમાં એક માઇલ કરતા પણ ઓછા અંતરે વાન ચલાવતો જોવા મળ્યો હતો. તેની સાથે દસ્તાવેજો વિનાના બે ભારતીય નાગરિકો પણ હતા.મૃતકોની રાષ્ટ્રીયતા જણાવવામાં આવી ન હતી, જોકે યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ જસ્ટિસે જણાવ્યું હતું કે તેઓ ધરપકડ કરવામાં આવેલા ગ્રુપના જ છુટા પડી ગયેલા સભ્યો હોવા જોઈએ.

Read About Weather here

મણે કહ્યું, ‘અમે ખૂબ જ ચિંતિત છીએ કે આ બોર્ડર પાર કરવાના પ્રયાસને કોઈ રીતે સુવિધા આપવામાં આવી હોઈ શકે છે અને જ્યારે હવામાન માઈનસ 35 ડિગ્રી સેલ્સિયસની આસપાસ હતું, ત્યારે એક બાળક સહિત આ વ્યક્તિઓ ભારે હિમવર્ષા વચ્ચે એમના જ હાલ પર છોડી દેવામાં આવ્યા હતા. ઇમર્સન એ માર્ગ પર છે જેનો ઉપયોગ યુનાઇટેડ સ્ટેટ્સ અને કેનેડા વચ્ચે બોર્ડર પાર કરવા માટે કરે છે. એક વર્ષથી બોર્ડર પાર કરવાના પ્રયાસો બંધ છે કારણ કે રોગચાળાને કારણે સરહદ બંધ કરવામાં આવી છે.’તેમણે વધુમાં જણાવતા કહ્યું કે આ પીડિતોને માત્ર ઠંડા હવામાનનો જ નહીં, પણ લાંબા મેદાનો, ભારે હિમવર્ષા અને સંપૂર્ણ અંધકારનો પણ સામનો કરવો પડે છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here