કૃષિમંત્રી રાઘવજી પટેલને વધુ સારવાર માટે અમદાવાદ ખસેડાયા

ટ્રાફિક પોલીસ મન ફાવે ત્યાં મન પડે તે રીતે બેરીકેડ મુકવાનું બંધ કરે : કોંગ્રેસ
જ્ઞાનસાધના સ્કોલરશીપ માટે સૌરાષ્ટ્રના 8 જિલ્લાના 64,354 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે

સતત બે દિવસથી નવા કેસોની સામે સાજા થતા દર્દીઓની સંખ્યા વધી: રાજકોટમાં ગુરૂવારે બપોર સુધીમાં જ નવા 269 કેસ નોંધાતા દોડધામ

સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં અને ખાસ કરીને રાજકોટ, જામનગર, અમદાવાદ, સુરત તથા વડોદરામાં કોરોનાનાં કેસોએ વધારાની ગતિ જાળવી રાખી છે. છેલ્લા 24 કલાક દરમ્યાન નવા 14781 કેસો નોંધાયા હતા અને 21 દર્દીનાં મોત થયાનું પણ નોંધાયું હતું. કુલ એક્ટીવ કેસોની સંખ્યા 28192 થઇ ગઈ છે. જો કે કોરોનાનાં આક્રમણ વચ્ચે રાહતની વાત એ છે કે, નવા કેસો કરતા બે દિવસમાં સાજા થતા દર્દીઓની સંખ્યામાં પણ વધારો નોંધાયો છે.

Visit Saurashtra Kranti Homepage here

નવા કેસ કરતા સાજા થતા દર્દીની સંખ્યા વધુ રહી છે.ગુજરાતમાં બે દિવસમાં નવા 31389 કેસ નોંધાયા છે. તેની સામે 38296 દર્દીઓ સાજા થયા છે. 48 કલાકમાં મોતનો આંકડો 49 જેવો રહ્યો છે. અમદાવાદમાં સતત બીજા દિવસે પાંચનાં મોત થતા આરોગ્યતંત્રમાં ચિંતા પ્રસરી વળી છે. આઠ દિવસમાં જ અમદાવાદમાં 10 થી વધુ મોત થયા છે. સુરતમાં વિદ્યાર્થીઓમાં સંક્રમણ યથાવત રહ્યું છે. અત્યાર સુધીમાં કુલ 900 વિદ્યાર્થીઓ સંક્રમિત થયા છે.

અમદાવાદમાં બે દિવસમાં 10711 નવા કેસો નોંધાયા હતા. વડોદરામાં 6818, રાજકોટમાં 2884 અને સુરતમાં 2704 નવા દર્દીઓ નોંધાયા છે. રાજકોટમાં તા.26 ને બુધવારે 944 જેટલા નવા કેસો નોંધાયા હતા. તેની સામે કુલ 1259 જેટલા દર્દીઓ સાજા થયાનું નોંધાયું હતું. રાજકોટ શહેરમાં આજે તા.27 ને ગુરૂવારે બપોરે 12 વાગ્યા સુધીમાં જ 269 કેસો નોંધાય ગયા છે. શહેરમાં કુલ પોઝીટીવ કેસનો આંક 57949 નાં આંકડે પહોંચી ગયો છે. જામનગરની વાત કરીએ તો શહેરમાં 201 અને જિલ્લામાં 44 નવા કેસો નોંધાયા હતા. કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલને કોરોનાની વધુ સારવાર માટે અમદાવાદની યુએન મહેતા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.

Read About Weather here

જામનગરનાં પૂર્વ સંસદ ચંદ્રેશ પટેલ પણ કોરોના ગ્રસ્ત થયા છે. જિલ્લા વિકાસ અધિકારી મિહિર પટેલ અને શહેરનાં ડેપ્યુટી મેયર તપન પરમાર પણ સંક્રમિત થઇ ગયા છે. સંક્રમણને અટકાવવા માટે તંત્ર દ્વારા ઝડપી પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. લોકોને કોરોનાથી સાવધ રહેવા અને કોરોના પ્રોટોકોલનું પાલન કરતા રહેવા આરોગ્ય ખાતા દ્વારા તાકીદ કરવામાં આવી છે. માસ્ક પહેરીને ઘરની બહાર નીકળવા અને સામાજીક અંતર જાળવવા તાકીદ કરવામાં આવી છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here