કૂતરાની પૂંછડી વાંકી તે વાંકી…!

કૂતરાની પૂંછડી વાંકી તે વાંકી...!
કૂતરાની પૂંછડી વાંકી તે વાંકી...!
પીએમએસએ(PMSAA)એ જણાવ્યું કે અમે પાકિસ્તાન એક્સક્લૂઝિવ ઇકોનોમિક ઝોનમાં પેટ્રોલિંગ વખતે આ કાર્યવાહી કરી છે. પાકિસ્તાન મેરિટાઇમ સિક્યુરિટી એજન્સીએ કથિતપણે તેની જળસીમામાં માછીમારી બદલ ભારતના 31 માછીમારની ધરપકડ કરી છે. પાકિસ્તાની કાયદા અને યુએન કન્વેન્શન ઓન લૉ ઑફ ધ સી મુજબ કાયદાકીય કાર્યવાહી હેઠળ તમામ બોટ પણ કરાચી લઇ જવાઇ છે. જોકે, પાકિસ્તાનની નૌસેનાના શિપે ગેરકાયદે રીતે ભારતના 31 માછીમારની 5 બોટ સાથે ઝડપી લીધા છે.

Visit Saurashtra Kranti Homepage here

પાકિસ્તાન સમુદ્ર માર્ગે પણ આતંકીઓને ઘુસાડવાના સતત પ્રયાસ કરે છે, જ્યારે ભારતીય માછીમારોના પણ ગેરકાયદે અપહરણ કરે છે.શનિવારના પાકિસ્તાન મરીન સિક્યોરિટીની ટીમે અપહરણ કરી ગયેલી ભારતીય માછીમારોની પાંચ બોટ પોરબંદર, માંગરોળ અને વણાકવારા વિસ્તારની છે તેમજ તેમાં 30 જેટલા માછીમાર હોવાનું જાણવા મળ્યું છે. આ પાંચેય બોટનું અપહરણ પીએમસીએ કર્યું હતું. PMSAAના જવાનો હથિયારના જોરે માછીમારોને લઇ ગયા હતા.

અપહરણના સમયે ભારતીય માછીમારોની ઘણી બધી બોટો હતી પણ PMSAAની એક જ શિપ હોવાથી વધારે માણસો અને બોટોનો અપહરણ કરી શકયા નહોતા. PMSAA પાસે નાની-મોટી ઘણી બોટો છે, તે વધારે બોટો જખૌના આંતરરાષ્ટ્રીય જળસીમા પાસે હોય છે. પોરબંદર આંતરરાષ્ટ્રીય જળસિમા પાસે PMSAAમાં મોટી બોટોનો કાફલો જતો નથી. શનિવારના અપહરણની મોટી ઘટના બનતા રહી ગઇ હતી.

Read About Weather here

હરામીનાળા પાસેથી 6 અને 11 પાકિસ્તાની બોટ પકડાયા બાદ કચ્છ સીમા સામેપાર PMSAAએ પેટ્રોલિંગ વધાર્યું છે. જખૌના આઈએમબીએલથી પાકિસ્તાન હદની ક્રિકો સુધી પીએમસીની બોટો કાફલા સાથે પેટ્રોલિંગ કરતી નજરે પડી રહી છે. કચ્છ જળસીમા અંદરની મૂવમેન્ટ અને પોતાના માછીમારો કયાં કયાં જાય છે એ માહિતી તેમના દ્વારા સતત મેળવવાની ફિરાકમાં જ હોય છે. સૂત્રોએ કહ્યું હતું કે પાકિસ્તાનના સામેપાર માછીમારોમાં ઘણા બધા પીએમસીના સોર્સ છે. હાલ PMSAA સતત પોતાના સોર્સના સંપર્કમાં રહે છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here