કુવાડવા રોડ ઉપર આવેલ વાંકવડ ગામે પીજીવીસીએલની ટીમ ઉપર હુમલો

ટ્રાફિક પોલીસ મન ફાવે ત્યાં મન પડે તે રીતે બેરીકેડ મુકવાનું બંધ કરે : કોંગ્રેસ
જ્ઞાનસાધના સ્કોલરશીપ માટે સૌરાષ્ટ્રના 8 જિલ્લાના 64,354 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે

કારખાનેદાર સહિત સાત શખ્સો સામે ફરજમાં રૂકાવટનો ગુન્હો નોંધાયો:એરપોર્ટ પોલિસની કાર્યવાહી

કુવાડવા રોડ પર આવેલા વાંકવડ ગામમાં કારખાને વીજ ચેકિંગ માટે ગયેલી પીજીવીસીએલની ટીમ પર હુમલો કરવામાં આવ્યો હતો.આ મામલે નાયબ ઈજનેરની ફરિયાદ પરથી કારખાનેદાર સહિત સાત શખ્સો સામે એરપોર્ટ પોલીસ મથકમાં ફરજમાં રૂકાવટ અંગેનો ગુનો નોંધવામાં આવ્યો છે.

Visit Saurashtra Kranti Homepage here

બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર,યુનિવર્સિટીના રોડ ઉપર રહેતા અને પીજીવીસીએલમાં ગ્રામ્યમાં નાયબ ઈજનેર તરીકે ફરજ બજાવનાર જયેશકુમાર રમણીકલાલ મારડિયા(ઉ.વ 47) દ્વારા એરપોર્ટ પોલીસ મથકમાં નોંધાવવામાં

આવેલી ફરિયાદમાં આરોપી તરીકે વાંકવડ ગામે રહેતા કારખાનેદાર પરસોત્તમ માલકીયા અને છ અજાણ્યા શખ્સોના નામ આપ્યા છે.તેઓએ ફરિયાદમાં જણાવ્યું હતું કે,

ગઈકાલે તે તથા અન્ય નાયબ ઈજનેર વિપુલભાઈ કગથરા અને સ્ટાફ પોતાની ફરજ પર હતા દરમિયાન એવી બાતમી મળી હતી કે, વાંકવડ ગામે પરસોત્તમ માલકીયા નામનો કારખાનેદાર પોતાના કારખાનામાં વીજ ચોરી કરે છે.

જેથી જીયુવીએનએલ પોલીસ સ્ટેશનના સ્ટાફને સાથે રાખી ટીમ અહીં ચેકીંગ માટે પહોંચી હતી. પરષોત્તમ માલકીયાના ઇમિટેશનના કારખાનાના પોલીસે તપાસ કરતા અહીં

વીજમીટરનો વપરાશ બંધ હોય અને તેઓએ અલગથી વધારાનો કેબલ ટ્રાન્સફોર્મરથી સીધો કારખાના લોડ સાઈડના ફ્યુઝ સાથે જોડી મીટર બાય પાસ કરી વીજ ચોરી કરવામાં આવી હતી.

ત્યાં હાજર કારખાનેદારે કોઈને ફોન કરતા અલગ અલગ બે ગાડીમાં છ શખ્સો આવ્યા હતા અને તેમણે વીજ ચોરી અંગેની કાર્યવાહી ન કરવા કહ્યું હતું તેમને સમજવાની કોશિશ કરતા તેઓએ સ્ટાફ સાથે ઝપાઝપી કરી હતી.

દરમિયાન આ શખ્સોએ ચેકિંગ સીટ આંચકી લઇ ફાડી નાખી હતી.વધુ ઝઘડો ન થાય તે માટે વીજ ચેકિંગ ટીમ અહીંથી ચાલી ગઇ હતી.ત્યારબાદ નાયબ ઇજનેર દ્વારા એરપોર્ટ પોલીસ મથકમાં આ ફરિયાદ નોંધાવવામાં આવી હતી.

Read About Weather here

જે ફરિયાદના આધારે પોલીસે કારખાનેદાર પરસોત્તમ માલકીયા તથા અન્ય શખ્સો સામે ફરજમાં રુકાવટની કલમ હેઠળ ગુન્હો નોંધ્યો હતો.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here