કુવાડવા બીટની પોલીસ પીસીઆર વાન ફરજ ભૂલી! ખનીજ ચોરોની તાકમાં: અધિકારીઓ અજાણ?

કુવાડવા બીટની પોલીસ પીસીઆર વાન ફરજ ભૂલી! ખનીજ ચોરોની તાકમાં: અધિકારીઓ અજાણ?
કુવાડવા બીટની પોલીસ પીસીઆર વાન ફરજ ભૂલી! ખનીજ ચોરોની તાકમાં: અધિકારીઓ અજાણ?
રાજકોટ શહેરનાં કુવાડવા રોડ પોલીસ સ્ટેશનની બે પીસીઆર વાન આવેલી છે. તેમાં એક પીસીઆર વાન મોરબી રોડ પર પેટ્રોલિંગ કરે છે અને બીજી પીસીઆર વાન કુવાડવા રોડ પર પેટ્રોલિંગ કરે છે. આ બંને પૈકી કુવાડવા રોડ પરની પીસીઆર વાન હંમેશા શિકારની શોધમાં હોવાની માહિતી અમારા સુમાહિતગાર સુત્રોમાંથી સાંપડે છે. અમદાવાદ હાઈ-વે તરફથી રાજકોટ શહેરમાં પ્રવેશવા માટે એરપોર્ટ પો.સ્ટે અને કુવાડવા રોડ પો.સ્ટે પાર કરવો પડે છે.

Visit Saurashtra Kranti Homepage here

ગેરકાયદે કૃત્યો કરનાર લોકોએ અભિમન્યુનાં કોઠા જેવા આ બે પોલીસ સ્ટેશન પાર કરીને પછી જ શહેરમાં પ્રવેશી શકે છે. વાંકાનેર તરફથી રેતી, માટી અને પથ્થર સહિતનાં ખનીજ પદાર્થોની ચોરી કરતા ડમ્પરો આ રસ્તેથી શહેરમાં પ્રવેશ કરે છે. કુવાડવા રોડ બીટની પીસીઆર વાન મોટાભાગે છુપાઈને આ વિસ્તારનાં ખનીજ ચોરોની રાહ જોતી હોય છે અને નાના- મોટા તોડ કરીને છનનન… થઇ જાય છે. એવું કેટલાક નજરે જોનારા સાહેદોનું કહેવું છે.

Read About Weather here

કુવાડવા પોલીસ સ્ટેશનનાં જવાબદાર અધિકારીઓને અંધારામાં રાખીને આ પીસીઆરનાં કેટલાક કર્મચારીઓએ આ કામગીરી કરતા હોવાની જાણ થતા અધિકારીઓમાં પણ આ મામલે ભારે રોષ પ્રવર્તે છે અને જવાબદારોને ગમે ત્યારે રંગે હાથ પકડી લઈને જિલ્લા બહારની વાટ પકડાવી દેવાની વેતરણમાં હોવાનું અમારા આંતરિક સુત્રોમાંથી જાણવા મળ્યું છે.(12)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here