કુવાડવા પોલીસ મથકના ફોજદાર મેઘલાતર સસ્પેન્ડ?

રાત્રી કફર્યુ યથાવત રાખો: લગ્ન વગેરેમાં 150 લોકોની મર્યાદા નહીં ઘટાડતા: ચેમ્બર
રાત્રી કફર્યુ યથાવત રાખો: લગ્ન વગેરેમાં 150 લોકોની મર્યાદા નહીં ઘટાડતા: ચેમ્બર

પીએસઆઇ પર સસ્પેન્ડસની ગાજવીજ સાથે વીજળી ત્રાટકી

કુવાડવા પોલીસ સ્ટેશનનાં પી.એસ.આઈ બ્રિજેશ પી.મેઘલાતર ફરજ બેદારકારી બદલ સસ્પેન્ડ થયા હોવાનું ગોપનીય સૂત્રોમાંથી જાણવા મળે છે. જો કે આ અંગે અધિકારીક સુત્રોએ કરેલું કારણસર મૌન ધારણ કરી છે. જે અંગે અનેક તર્ક-વિતર્ક થઇ રહ્યા છે.

Subscribe Saurashtra Kranti here

આ અંગે જાણવા મળતી વિગત મુજબ કેટલાક સમય પહેલા બળદગાડું અને બાઈક ચાલક વચ્ચે અકસ્માત થયો હતો. જેમાં બાઈક સવારનું મૃત્યુ થયું હતું. જેમાં તપાસનીશ અધિકારી પી.એસ.આઈ બ્રિજેશ મેઘલાતરે જવાબદાર સામે ગુન્હો દાખલ કરવાના બદલે એડી લઈને સમગ્ર ઘટનાનું ફીટલુંવાળી દીધું હતું. તે અંગેની જાણ જવાબદાર ઉચ્ચ અધિકારીને થતા ફોજદાર મેઘલાતરને તત્કાલ સસ્પેન્ડ કરાયા હતા. અત્રે આ બાબત ઉલ્લેખનીય છે કે અકસ્માતનો બનાવ જૂનો છે. પણ ઉચ્ચ અધિકારીને ધ્યાનમાં આવતા આકરું પગલું લેવાયું હતું.

પી.એસ.આઈ મેઘલાતર અગાઉ કુવાડવા પોલીસ સ્ટેશનમાં ડી.સ્ટાફનાં પી.એસ.આઈ તરીકે જવાબદારી સંભાળતા હતા. તેમને કાર્યકાળમાં જી.આઈ.ડી.સી માં ક્રાઈમ બ્રાંચે દારૂની રેડ પાડી હતી. ત્યારે તેમની ભૂમિકા શંકાનાં દાયરામાં આવી હતી. તદ્દઉપરાંત એક બોગસ ડોક્ટર પાસે ડી.સ્ટાફનાં કેટલાક લોકોએ નિશ્ચિત રકમનો કડદો કર્યો હતો. આ બધી બાબતો એક સાથે ભેગી થતા પી.એસ.આઈ મેઘલાતરનું તપેલું ચડી ગયું હોવાનું જાણકારોમાં ચર્ચાઈ છે.

Read About Weather here

સસ્પેન્સનનો ઓર્ડર લગભગ ચાર દિવસ પહેલા થયો હતો. સમગ્ર મામલે મીડિયા તંત્ર સામે અધિકારીઓ મૌન રહેતા વર્તુળોમાં ભારે આશ્ચર્ય ફેલાયું છે. આ અંગે મેઘલાતરનો સંપર્ક કરતા તેઓ છેલ્લા ચારેક દિવસથી તે રજા ઉપર હોવાનું જાણવા મળે છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here