કુલ 3790 આવાસોનું નરેન્દ્ર મોદીના હસ્તે વર્ચ્યુઅલ લોકાર્પણ,1042 આવાસોની નંબર ફાળવણી તથા ડ્રો કરાયા

ટ્રાફિક પોલીસ મન ફાવે ત્યાં મન પડે તે રીતે બેરીકેડ મુકવાનું બંધ કરે : કોંગ્રેસ
જ્ઞાનસાધના સ્કોલરશીપ માટે સૌરાષ્ટ્રના 8 જિલ્લાના 64,354 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે
મહાનગરપાલિકા અને શહેરી વિકાસ સત્તામંડળના સંયુક્ત ઉપક્રમે પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ નિર્માણ પામેલ કુલ 3790 આવાસોનું લોકાર્પણ તથા 1042 આવાસોનો નંબર ફાળવણી ડ્રો ઉપરાંત બી.એલ.સી. હેઠળ નિર્માણ પામેલ આવાસોનો ગૃહપ્રવેશ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના વરદ્ હસ્તે તેમની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં પૂ.પ્રમુખ સ્વામી ઓડીટોરીયમ, રૈયા રોડ ખાતે આજે યોજાયો. જ્યારે આવાસોની જુદી-જુદી સાઈટ ખાતે પણ આ અંગેનો લાઈવ કાર્યક્રમ યોજાયો હતો.

Visit Saurashtra Kranti Homepage here

રાજકોટ ખાતેના કાર્યક્રમના અધ્યક્ષસ્થાને મેયર ડો.પ્રદિપ ડવ, મંત્રી અરવિંદભાઈ રૈયાણીની સાંસદ રામભાઈ મોકરીયા, કમલેશભાઈ મિરાણી, ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ, લાખાભાઈ સાગઠીયા, ગુજરાત પ્રદેશ ભાજપ મંત્રી બિનાબેન આચાર્ય, ડેપ્યુટી મેયર ડો. દર્શિતાબેન શાહ, સ્ટે.કમિટી ચેરમેન પુષ્કરભાઇ પટેલ, મ્યુનિ. કમિશ્નર અમિત અરોરા, શાસક પક્ષ નેતા વિનુભાઈ ઘવા, શાસકપક્ષ દંડક સુરેન્દ્રસિંહ વાળા, શહેર ભાજપ મહામંત્રી કિશોરભાઈ રાઠોડ, હાઉસિંગ કમિટી ચેરમેન વર્ષાબેન રાણપરા, બાંધકામ સમિતિ ચેરમેન કેતનભાઈ પટેલ તેમજ કોર્પોરેટરઓ, ભાજપ સંગઠનના હોદેદારો, અધિકારીઓ અને લાભાર્થીઓ વગેરે ઉપસ્થિત રહેલ.આ પ્રસંગે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલએ સ્વાગત પ્રવચનમાં જણાવ્યું કે, દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ કાલિકાદેવીના દર્શન કરી તેઓના વરદ્ હસ્તે રાજ્યને રૂ.21000 કરોડના વિવિધ પ્રોજેક્ટોનું ખાતમુહૂર્ત તેમજ લોકાર્પણની ભેટ મળી રહી છે.

પ્રધાનમંત્રીએ અગાઉ જણાવેલ કે, વિકાસના કામો માટે એક અઠવાડિયું પણ ક્યારેય ખાલી જતું નથી અને જે કહીએ છીએ તે કરી બતાવેલ છે. જેમના સ્વાભાવમાં વિકાસની વાત વણી લીધેલ છે. તે સૌ દેશવાસી માટે ગૌરવની વાત છે. વિકાસની શરૂઆત ગુજરાતથી કરેલ અને ગુજરાતને દેશનું વિકાસનું ગ્રોથ એન્જિન બનાવેલ.કેન્દ્રના સહયોગથી ગુજરાતનો વિકાસનું એન્જિન પુરપાટ ઝડપે ચાલી રહ્યું છે. પ્રધાનમંત્રી દેશના વિકાસના એક શિલ્પકાર બની રહ્યા છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, સર્ગભા માતા બહેનોના પોષણ માટેની મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના તેમજ આદિવાસી વિસ્તારો માટેની પોષણસુધા યોજનાનો પ્રધાનમંત્રી દ્વારા પ્રારંભ થઈ રહ્યો છે.

પાંચ વર્ષમાં રૂ.4000 કરોડ આ માટે ખર્ચ કરવામાં આવશે. અંત્યોદય સમુદાય સમાજના મુખ્ય પ્રવાહમાં ભળે તે માટે સરકાર સતત જહેમત લઈ રહી છે.મંત્રી અરવિંદભાઈ રૈયાણીએ જણાવેલ કે, અગાઉના સમયમાં દેશમાં વાતો થતી કે ગરીબી દુર કરશું, સમૃદ્ધિ લાવીશું, આવાસો આપીશું. પરંતુ, તે ફક્ત વાતો જ થઈ જ્યારે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ દેશમાં શાસન સંભાળ્યું ત્યારે દેશમાં કોઈ ઘર વિહોણું ન રહે તે માટે આવાસ યોજનાનું લોન્ચિંગ કર્યું. આ ઉપરાંત દેશના ગરીબ અને પીડિત મધ્યમવર્ગના લોકો માટે અનેક યોજનાનો અમલ કરાવેલ છે. તેમજ વિશ્ર્વભરમાં ભારત દેશને આગવું સ્થાન અપાવેલ છે.રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના સફળ નેતૃત્વમાં પણ ગામડે ગામડે વિકાસ થાય, છેવાડાના માનવીને સુવિધા મળે તેવી કામગીરી થઈ રહી છે.

ભારતીય જનતા પાર્ટીના કાર્યકરથી લઈ તમામ નેતાઓ લોકોની વચ્ચે રહી લોકોની આકાંક્ષા-અપેક્ષા પુરી કરવા સતત પ્રયત્નશીલ રહે છે. હાલમાં બની રહેલ આવાસ યોજનાઓમાં આધુનિક સગવડતાઓ આપવામાં આવી રહી છે. દેશમાં આઝાદી કા અમૃત મહોત્સવ ચાલી રહેલ છે. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના શાસનમાં ગરીબ અને મધ્યમવર્ગના લોકોને આરોગ્યની સારવાર મળી રહે તે માટે આયુષ્યમાન કાર્ડ, 80 કરોડ લોકોને નિ:શુલ્ક અનાજ, કુંવરબાઈનું મામેરૂ, વિધવા સહાય આ ઉપરાંત અનેક યોજનાઓ સીધી જ લાભાર્થીને મળે તેવું સુદ્રઢ આયોજન કરેલ છે.ભારતીય જનતા પાર્ટીના તમામ નેતાઓ, કાર્યકરો, શ્યામાપ્રસાદ મુખર્જી, દિન દયાળ ઉપાધ્યાયના છેવાડાના માનવીને સુવિધા મળવી જોઈએ તેવા વિચાર સાથે કાર્ય કરી રહી છે. સૌનો સાથ, સૌનો વિકાસ અને સૌનો વિશ્ર્વાસના સુત્રને અમલમાં મુકી કાર્ય કરી રહેલ છે.

અરવિંદભાઈ રૈયાણીએ વધુમાં જણાવ્યું હતું કે, રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ગરીબ શહેરીજનોને નિ:શુલ્ક આરોગ્ય સેવાઓ, ગરીબ લોકોને સુંદર ઘરનું નજરાણું ઉપરાંત અન્ય જરૂરી સેવાઓ અને સુવિધાઓ મળી રહે તે માટે અગ્રતા અપાય છે. ગુજરાત રાજ્યમાં અઢી અઢી દાયકાથી લોકોએ સતત થઈ રહેલ વિકાસ અને પ્રગતિ નિહાળી છે અને એટલા માટે જ ભાજપ સરકાર પરનો તેમનો વિશ્ર્વાસ દ્રઢ બન્યો છે.સરકાર ચૂંટણી ન હોય ત્યારે પણ વિકાસલક્ષી કામગીરીને સતત વેગ આપે છે તે લોકો જુએ છે. છેવાડાના માનવીને પણ વિકાસના ફળ મળી રહ્યા છે.આ પ્રસંગે મેયર ડો.પ્રદિપ ડવએ પ્રાસંગિક ઉદબોધન કરતા જણાવેલ કે, રાજકોટ મહાનગરપાલિકા દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ રૂ.167 કરોડના ખર્ચે નિર્માણ પામેલ વિવિધ કેટેગરીના 1808 આવાસોનું લોકાર્પણ, 1042 આવાસોનો નંબર ફાળવણી ડ્રો, બી.એલ.સી. હેઠળ રૂ. 17.04 કરોડના ખર્ચે નિર્માણ પામેલ 487 આવાસોનો ગૃહ પ્રવેશ ઉપરાંત રાજકોટ શહેરી વિકાસ સત્તામંડળ દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજનામાં એ.એચ.પી. હેઠળ રૂ. 166.83 કરોડના ખર્ચે 1982 આવાસનું લોકાર્પણ અને બી.એલ.સી. હેઠળ રૂ.33.95 કરોડના ખર્ચે નિર્માણ પામેલ 970 આવાસોના ગૃહ પ્રવેશની વિધિ આપણા સૌનું ગૌરવ અને વિશ્વના નેતા એવા દેશના આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં થઈ રહેલ છે. ગુજરાતનો વિકાસ ખુબ ઝડપથી આગળ વધે અને કોઈ પણ વ્યક્તિ માટે ઘર એ પ્રાથમિક જરૂરીયાત છે.

ગરીબ અને મધ્યમ વર્ગ માટે શહેરના ક્રીમ એરિયામાં 1/2/3 ઇઇંઊં ના ફ્લેટ રૂ.3 લાખથી માંડીને રૂ.18 લાખ સુધીમાં આપવામાં આવી રહ્યા છે.સામાન્ય રીતે માત્ર બાંધકામ કિંમત ગણીએ તો તે પણ આઠ થી વીસ લાખ રૂપિયા જેવી થાય. જેની સરખામણીએ લાભાર્થીઓને ખુબ જ રાહતદરે આ આવાસો મળી રહ્યા છે. જેમાં પાણી, ડ્રેનેજ, પાર્કિંગ, ગાર્ડન, આંગણવાડી, શોપિંગની સુવિધા, કોમ્યુનીટી હોલ વગેરે જેવી સુવિધા આપવામાં આવી રહી છે. રાજકોટ મહાનગરપાલિકા ઘર વિહોણા લોકોને તેમનું ઘરનું ઘર મળી રહે તે બાબતને પ્રાયોરીટી આપે છે. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળની કેન્દ્ર સરકાર તેમજ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના વડપણ હેઠળની રાજ્ય સરકાર ગરીબ લોકોની ખુબ ચિંતા કરે છે અને તેમના માટે આવાસ ઉપરાંત વિનામુલ્યે શિક્ષણ અને આરોગ્ય, ટ્રાન્સપોર્ટેશન અને રોજગારી વગેરે બાબતોની સેવાઓ અને સુવિધાઓ ઉપલબ્ધ બનાવે છે.

Read About Weather here

મેયરએ આવાસના તમામ લાભાર્થીઓને સુખ, સુખ શાંતિ અને પ્રગતિની શુભેચ્છા પાઠવેલ.આ પ્રસંગે રાજકોટ મહાનગરપાલિકાના પદાધિકારીઓ, મ્યુનિ. કમિશનર, શહેર સંગઠન ટીમ, સાંસદ સભ્ય, ધારાસભ્યઓ, પ્રદેશ ભાજપ અગ્રણીઓ, દ્વારા મંચસ્થ મહાનુભાવોનું પુષ્પગુચ્છથી સ્વાગત કરેલ.આ પ્રસંગે મંત્રી અરવિંદભાઈ રૈયાણી તથા ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે કાર્યક્રમનું દિપ પ્રાગટ્ય કરવામાં આવેલ તેમજ સ્વાગત પ્રવચન સ્ટે.કમિટી ચેરમેન પુષ્કરભાઇ પટેલએ કરેલ. સમગ્ર કાર્યક્રમની રૂપરેખા મ્યુનિ.કમિશનર અમિત અરોરાએ આપી હતી.હાઉસિંગ કમિટી ચેરમેન વર્ષાબેન રાણપરાએ મંચસ્થ મહાનુભાવોનું પુસ્તક અર્પણ કરી સ્વાગત કરેલ.કાર્યક્રમના અંતે મહાનુભાવોના હસ્તે લાભાર્થીઓને આવાસની ચાવી અને ગૃહ પ્રવેશ કળશ અર્પણ કરવામાં આવેલ.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here