કુદરતનાં કહેર વચ્ચે શ્રમિક પરિવાર નિરાધાર

કુદરતનાં કહેર વચ્ચે શ્રમિક પરિવાર નિરાધાર
કુદરતનાં કહેર વચ્ચે શ્રમિક પરિવાર નિરાધાર

તૌકતે વાવાઝોડાએ સમગ્ર ગુજરાતમાં કહેર વાર્તાવી જાણે કુદરત રૂઠીયો હોય તેમ અનેક સ્થળોએ તારાજી વાર્તાવી છે અને ભારે પવન તોફાની હવાના જાપટા વચ્ચે અનેક સ્થળોએ લાખોનું નુકશાન કર્યું છે. ત્યારે રાજકોટના ત્રિકોણબાગ પાસે એક ગરીબ શ્રમિક પરિવાર નિરાધાર હાલતમાં કુદરતનાં કહેરનો સામનો કરી રહ્યો છે.

Subscribe Saurashtra Kranti here

સાવચેતીનાં પગલા રૂપે ગુજરાત સરકારે અનેક લોકોનું સ્થળાંતર કરી ભયજનક સ્થિતિમાંથી લોકોને ઉગારી લીધા છે અને તમામ શહેરમાં પણ પોલીસ દ્વારા પ્રજાની સલામતી માટે ખડેપગે રહ્યા છે. ત્યારે કદાચ રાજકોટ તંત્રવાહકોનાં ધ્યાને આ ગરીબ પરિવાર ધ્યાને ન આવ્યો હોય તેમ ત્રિકોણબાગ પાસે ફૂટપાથ પર રહેતો આ પરિવાર તેના ચાર બાળકોની સલામતી ની કુદરત પાસે હવા માંગી રહ્યો છે. તોફાની પવન વચ્ચે પ્લાસ્ટિકની તાલપત્રી ઉડવા લાગે તો ચાર બાળકોની સલામતી માટે તેની માતા તોફાની પવન અને વરસાદ વચ્ચે આ પ્લાસ્ટિકની તાલપત્રી ઉડે નહીં તેના માટે તેના છેડા ઉપર પથ્થર રાખી રહી છે.

Read About Weather here

કુદરતનાં કહેર તો માત્ર પ્લાસ્ટિકની તાલપત્રીથી સામનો કરતા આ ગરીબ પરિવારનાં ચાર બાળકો કદાચ તંત્ર વાહકોનાં ધ્યાને ન આવ્યા હોય. જેથી તેઓ આવા કપરા સમયમાં નોંધારા બન્યા છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here