કુખ્યાત ભૂમાફિયા જયેશ પટેલની લંડનથી ધરપકડ (2)

LAND-AQUIER-JAYESH-PATEL
LAND-AQUIER-JAYESH-PATEL

Subscribe Saurashtra Kranti here.

ભારત-લંડન પોલીસનું સંયુક્ત ઑપરેશન: જયેશ પટેલ અને તેના 14 સાગરીત સામે ગુના

જયેશ પટેલના ત્રણ સાગરીતોની કોલકતાથી ધરપકડ: એડવોકેટ કિરીટ જોશી હત્યા કેસના આરોપી

કુખ્યાત ભૂમાફિયા જયેશ પટેલની આખરે ધરપકડ કરી લેવામાં આવી છે. લંડન ખાતેથી જયેશ પટેલની ધરપકડ કરવામાં આવી છે. જયેસ પટેલની ધરપકડ કરવા માટે અમદાવાદથી ખાસ પોલીસ અધિકારી દીપેન ભદ્રેનને જામનગર મોકલવામાં આવ્યા હતા. વિદેશમાં ધરપકડ કરવામાં આવી હોવાથી હવે જયેસ પટેલના ભારત લાવવા માટે કાયદાકીય પ્રક્રિયા શરૂ કરવામાં આવશે. જયેસ પટેલ વિરુદ્ધ જામનગરમાં 40થી વધારે ગુના નોંધાયેલા છે. જયેસ પટેલ લોકોને ધાક-ધમકી આપીને જમીન પડાવી લેતો હતો.

આ ઉપરાંત લૂંટ, હત્યા, હત્યાના પ્રયાસ અને ગુજસીટોક હેઠળ પણ જયેસ સામે ગુનો નોંધાયેલો છે. સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે, ભારત પોલીસ અને લંડન પોલીસે સંયુક્ત રીતે આ ઑપરેશન પાર પાડ્યું છે, જોકે જયેસની ધરપકડ અંગે ગુજરાત પોલીસ તરફથી કોઈ અધિકારિક જાણકારી આપવામાં આવી નથી.જામનગરના વકીલ કિરીટ જોશીની એપ્રિલ, 2018માં હત્યા કરાવ્યા બાદ દુબઇ ભાગી ગયેલા ગેંગસ્ટર જયસુખ મૂળજીભાઇ રાણપરિયા ઉર્ફે જયેશ પટેલને ઝબ્બે કરવા ભારતે બ્રિટનને તાકીદ કરી હતી.

જામનગરમાં મોટા ભાગના જમીન કૌભાંડ જયેશ પટેલના નામે છે. અલગ અલગ કેસમાં 40થી વધુ ફરિયાદ જયેશ પટેલ સામે નોંધાયેલી છે. જયેસ પટેલે જમીનનો કેસ લડી રહેલા વકીલ કિરીટ જોશીની જાહેરમાં ચપ્પાના ઘા મારીને હત્યા કરી હતી. વકીલની હત્યા બાદ જયેસ પટેલ ફરાર થઈ ગયો હતો. અત્યાર સુધીમાં તેના અનેક સાગરિતો જેલ હવાલે થઈ ચૂક્યા હતા. કિરીટ જોશીની હત્યા મામલે અગાઉ 3 સાગરિતોની ધરપકડ થઈ ચુકી છે.જામનગરના કુખ્યાત ભૂમાફિયા જયેસ પટેલ અને તેની ગેંગ વિરુદ્ધ કાયદાનો ગાળિયો વધુ મજબૂત કરવા માટે જામનગર પોલીસે ગુજસીટોક કાયદા હેઠળ જયેસ પટેલ અને તેના 14 સાગરીત સામે ગુનો નોંધવામાં આવ્યો હતો.

Read About Weather here

આ કાયદા હેઠળ ફાંસી તેમજ આજીવન કેદની સજા તેમજ 10 લાખ સુધીના દંડની જોગવાઈ કરવામાં આવી હતી. રાજકોટ રેન્જ સંદીપસિંઘે ગઈકાલે પ્રેસ-કોન્ફરન્સ સંબોધી હતી, જેમાં જણાવ્યું હતું કે જયેસ પટેલ સિવાય તેના 13 સાગરીતની ધરપકડ કરવામાં આવી છે. સરકારના આદેશ બાદ જયેસ પટેલ અને તેની ગેંગ સામે કાર્યવાહી કરવામાં આવી છે. જયેસ પટેલ સિન્ડિકેટ બનાવી લોકોને હેરાન કરતો હતો. વેપારી અને બિલ્ડરને ધમકાવતો હતો. જયેસ પટેલ ઓર્ગેનાઈઝ કામ કરતો હતો. જયેશ પટેલ લોકો પાસેથી ખંડણી ઉઘરાવતો હતો. જામનગરના એસપી દીપેન ભદ્રેનની ટીમે 8ની ધરપકડ કરી છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here