રાજકોટ મહાનગરપાલિકા ગુજરાતની ટીમ ફાઇનલમાં પહોંચતા વધામણા કરવાની સાથે ફાઇનલ મેચ જોવાનું સમગ્ર રાજકોટ શહેરવાસીઓ માટે અનોખુ આયોજન કરવામાં આવ્યું છે.તા.ર9ને રવિવારના રોજ ફાઇનલ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડીયમ ખાતે યોજાવાનો છે.
Visit Saurashtra Kranti Homepage here
પોઇન્ટ ટેબલમાં ટોચના સ્થાને રહેલ ગુજરાત ટાઇટન્સની ટીમે રાજસ્થાન રોયલ્સને એલીમીનેટર-1માં હરાવી ફાઇનલમાં પોતાનું સ્થાન પાકુ કરતા સમગ્ર લોકોમાં ખુશીનું મોજુ ફરી વળ્યું છે.મેયર ડો. પ્રદીપ ડવ અને સ્ટે. ચેરમેન પુષ્કર પટેલ તથા પરેશ પીપળીયાએ આયોજન અંગે માહિતિ આપતા જણાવેલ કે, ગુજરાત ટાઇટન્સની ટીમ પહેલીવાર આઇપીએલમાં રમી રહી છે
Read About Weather here
અને ફાયનલમાં પણ પહોંચી જતા રવિવારના રોજ યોજાનાર ફાયનલ મેચના લાઇવ પ્રસારણનું કઊઉ સ્ક્રીન ઉપર ડીજેના તાલે જનતા માટે કીશાનપરા ચોક ખાતે આયોજન કરવામાં આવ્યું છે.વધુમાં મેયર અને સ્ટેન્ડીંગ ચેરમેને રાજકોટની રંગીલી રમત ગમત પ્રેમી જનતાને રવિવારે સાંજથી જ ગુજરાત ટાઇટન્સનો મેચ નિહાળવા ખાસ આમંત્રણ પાઠવ્યું છે.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here