કિંગની વિરાટ સિદ્ધિ

કિંગની વિરાટ સિદ્ધિ
કિંગની વિરાટ સિદ્ધિ
ગાંગુલી અને દ્રવિડે 1996માં લોર્ડ્સ ટેસ્ટથી ડેબ્યૂ કર્યું હતું, જ્યારે 15 વર્ષ પછી એટલે કે 2011માં કોહલીએ ડેબ્યૂ કરી કિંગ્સ્ટન ટેસ્ટથી ટેસ્ટમાં પોતાની બેસ્ટ ઈનિંગ શરૂ કરી દીધી છે. ઈન્ડિયન ક્રિકેટ માટે 20 જૂનની તારીખ સૌથી ખાસ રહી છે. આ દિવસે ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલી, રાહુલ દ્રવિડ અને વિરાટ કોહલીએ ટેસ્ટમાં અલગ-અલગ સમયે ડેબ્યૂ કર્યું હતું.  પૂર્વ કેપ્ટન વિરાટ કોહલીની ટેસ્ટ કરિયરને અત્યારે 11 વર્ષ પૂરા થઈ ગયા છે. આ અવસરે તેણે વિવિધ યાદોને વાગોળતા એક ખાસ વીડિયો શેર કર્યો છે, જેમાં લેપટોપના એક ફોલ્ડરમાં સેવ તસવીરો જોવા મળી હતી.

Visit Saurashtra Kranti Homepage here

વિરાટે આ વીડિયો શેર કર્યા પછી લખ્યું કે સમય પસાર થતો રહે છે… વિરાટ કોહલીએ જે વીડિયો શેર કર્યો છે તે કોઈ ડેસ્કટોપ કે લેપટોપની સ્ક્રિન જેવો જોવા મળી રહ્યો છે. જ્યાં લોગઈન કર્યા પછી ટેસ્ટ મેચના ફોલ્ડરમાં 11 વર્ષની કરિયરની યાદગાર ક્ષણો જોવા મળી રહી છે.વિરાટે ઈન્ટરનેશનલ ક્રિકેટમાં 18 ઓગસ્ટ 2008થી ડેબ્યૂ કર્યું હતું. ત્યારે તે દાંબુલામાં શ્રીલંકા વિરૂદ્ધ વનડે મેચ રમી રહ્યો હતો. તેના ત્રણ વર્ષ પછી ટેસ્ટ ક્રિકેટમાં વિરાટે ડેબ્યૂ કરી પોતાની શાનદાર કારકિર્દીની શરૂઆત કરી હતી. કોહલીએ પહેલી ટેસ્ટ 20 જૂન 2011એ વેસ્ટ ઈન્ડિઝ વિરૂદ્ધ રમી હતી. જે મેચ કિંગ્સ્ટનમાં રમાઈ હતી.

Read About Weather here

ડેબ્યૂ ટેસ્ટમાં કોહલીએ 4 અને 15 રન કર્યા હતા. આ ટેસ્ટ ભારતીય ટીમે 63 રનથી જીતી લીધી હતી. કોહલીએ પોતાનો બેસ્ટ સ્કોર આ દરમિયાન 254નો નોંધાવ્યો હતો. આના સિવાય કોહલીએ કરિયરમાં 260 વનડે અને 97 T20 મેચ રમી છે. જેમાં તેણે વનડેમાં 12311 અને T20માં 3296 રન કર્યા છે. કોહલીએ વનડેમાં 43 સદી પણ મારી છે.કોહલીએ અત્યારસુધી કરિયરમાં 101 ટેસ્ટ મેચ રમી છે. જેમાં તેણે 27 સદી ફટકારી કુલ 8043 રન ફટકાર્યા છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here