કાશ્મીર ખીણના સૌથી જૂના આતંકવાદી સહિત પાંચનો ખાતમો

કાશ્મીર ખીણના સૌથી જૂના આતંકવાદી સહિત પાંચનો ખાતમો
કાશ્મીર ખીણના સૌથી જૂના આતંકવાદી સહિત પાંચનો ખાતમો

જમ્મુ-કાશ્મીર ખીણમાં સોમવાર અને મંગળવાર સુરક્ષા દળો માટે બહુ મોટી સફળતાના દિવસો રહયા છે. ખુંખાર અથડામણોમાં ભારતીય સુરક્ષા દળોએ કાશ્મીર ખીણના સૌથી જૂના આતંકવાદી અને નવા આતંકવાદી સંગઠન ટીઆરએફનાં વડા મોહમ્મદ અબ્બાઝ સૈખને ઠાર માર્યો હતો.

Visit Saurashtra Kranti Homepage here

અન્ય જૂદા-જૂદા સ્થળે થયેલી અથડામણોમાં બીજા ત્રણ ત્રાસવાદીઓને ઠાર મારી દેવામાં આવ્યા હતા. સૈખ સૌથી વધુ વોન્ટેડ ગણાતો આતંકવાદી હતો અનેક આતંકવાદી ઘટનાઓ પાછળનું ભેજુ મનાતો સૈખ 26-26 વર્ષથી સલામતી દળોને હંફાવી રહયો હતો અને વારંવાર છટકી જતો હતો.

સૈખને ઠાર માર્યા બાદ સુરક્ષા દળોએ બહુ મોટી સફળતા હાશલ કરી છે. સોમવારે શ્રીનગરમાં થયેલી અથડામણમાં સૈખ ઠાર મરાયો હતો. તાજેતરમાં કાશ્મીરના આઇજીપી દ્વારા જાહેર કરવામાં આવેલી 10 મોસ્ટ વોન્ટેડ ત્રાસવાદીની યાદીમાં સૈખનું નામ હતું.

છેલ્લા કેટલાક સમયથી એ સીધો ત્રાસવાદી પ્રવૃતિમાં ભાગ લેતો ન હોતો પણ આયોજન કરતો રહેતો હતો. નવા નવા માર્ગો અને વિચારો પુરા પાડીને આ ત્રાસવાદી અનેક આતંકી કારનામાઓ પાછળનું ભેજુ મનાતો હતો. ગઇકાલે કાશ્મીરના સોપરમાં વધુ ત્રણ ત્રાસવાદીને ઠાર મારવામાં આવ્યા હતા.

Read About Weather here

આ રીતે ચાલુ વર્ષે ખીણમાં કુલ 102 આતંકવાદીઓને સાફ કરી નાખવામાં આવ્યા છે તેમ કાશ્મીર પોલીસે જણાવ્યું હતું. અન્યત્ર થયેલી અથડામણોમાં સોપર પાસેના પેઠપીર ગામે સુરક્ષા દળોને આતંકવાદીઓને ધેરી લીધા હતા અને જોરદાર ગોળી યુધ્ધમાં ત્રણ ત્રાસવાદી ઠાર મરાયા હતા.(2.11)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here