કાલે સદીનો સૌથી રોમાંચક મહા ક્રિકેટ જંગ

કાલે સદીનો સૌથી રોમાંચક મહા ક્રિકેટ જંગ
કાલે સદીનો સૌથી રોમાંચક મહા ક્રિકેટ જંગ

સાંજે 7:30 થી ભારત અને પાકિસ્તાનનો ટી-20 વિશ્ર્વકપ મુકાબલો
સમગ્ર ભારતીય ઉપખંડ સહિત વિશ્ર્વભરનાં કરોડો ક્રિકેટ રસીકોમાં જબરો રોમાંચ અને ઉતેજના

આવતીકાલથી આરબ દેશ યુએઇની ધરતી પર ટી-20 વિશ્ર્વ કપ-2021નો ધમાકેદાર અને ઉતેજના સભર શુભારંભ થઇ રહયો છે. આવતીકાલ તા.24 ઓકટોબરને રવિવારે વિશ્ર્વના બે સૌથી ટોચના પરંપરાગત અને કટ્ટર ક્રિકેટ હરીફ દેશો ભારત અને પાકિસ્તાન વચ્ચે ટી-20 વિશ્ર્વ કપના ગ્રૃપ-2નો પહેલો મુકાબલો યોજાઇ રહયો છે.

Visit Saurashtra Kranti Homepage here

બે જાનદાર અને જોમ ભર્યા ક્રિકેટ હરીફો દુબઇ ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ પર ખાંડા ખખડાવશે. ત્યારે આ મેચ માટે ભારત અને પાકિસ્તાન સહિત સમગ્ર ઉપખંડ અને વિશ્ર્વભરના ક્રિકેટ રસીકોમાં ઉતેજના અને ઉત્સાહનો સંચાર થયો છે.

બન્ને દેશોના ક્રિકેટ ચાહકો વિશ્ર્વ કપનો રોમાંચક બની રહેલો દિલધડક મુકાબલો જોવા માટે ખુબ જ આતુર બન્યા છે. આવતીકાલે રવિવારે ભારતીય સમય મુજબ સાંજે 7:30 થી ભારત અને પાકિસ્તાનનો ટી-20 વિશ્ર્વકપ મુકાબલો શરૂ થશે.

એ પહેલા અત્યારથી સમગ્ર ઉપખંડમાં જબરી ઉતેજના અને આતુરતાનું વાતાવરણ ફરી વળ્યું છે. કરોડો ચાહકોને ક્રિકેટ જવર ઘેરી વળ્યો છે. કેમ કે, આ બે પરંપરાગત ટીમો જયારે પણ કોઇપણ ટુર્નામેન્ટમાં ક્રિકેટના મેદાનમાં ટકરાય છે

ત્યારે એ મુકાબલો ખુબ જ દિલધડક, પ્રેક્ષકોના શ્ર્વાસ અધ્ધર કરતો રસાકસી ભર્યો બની રહે છે. સરખામણીની દ્રષ્ટિએ ભારતીય ટીમનું પલ્લુ વધારે વજનદાર દેખાય છે અને ભારતીય ટીમ વધુ મજબુત જણાય છે. પાકિસ્તાની ટીમ વિશ્ર્વકક્ષાએ બહુ દેશો સાથે રમવા મળ્યું નથી.

પણ દેખાવની દ્રષ્ટિએ ખુબ જ અનિશ્ર્ચિત ગણાતી ટીમ છે. અચાનક પાસુ ફેરવી દેવાની ક્ષમતા એ ટીમ ધરાવે છે એ જોતા મુકાબલો ગાળકાપ બની રહેશે તેમાં શંકા નથી.

આવતીકાલના મેચમાં ભારતના પૂર્વ સુકાની અને વિશ્ર્વ વિક્રમી બેટધર વિરાટ કોહલી, ઓપનરો રોહિત શર્મા અને કે.એલ.રાહુલ, હાર્દિક પંડયા, સુર્યકુમાર યાદવ જેવા બેટધરો, ઓલરાઉન્ડર અને આપણા અસલ કાઠિયાવાડી

જામનગરી રવિન્દ્ર જાડેજા તથા હાર્દિક પંડયા, સ્પીનર અશ્ર્વીન અને રાહુલ ચહલ, સિનિયર ફાસ્ટ બોલર મોહમ્મદ શમી અને બુમરાહ તથા નવદિપ આશાસ્પદ ઝડપી બોલરો શાર્દુલ ઠાકુર તથા દિપક ચહલના દેવાય પર બધાની નજર રહેશે.

પાકિસ્તાનની વાત કરીએ તો વિશ્ર્વ ક્રિકેટમાં બીજા વિરાટ કોહલી કહેવાતા તેના સુકાની બાબા રાજમ, ઓપનર ફખરે જમાન જેવા બેટધરો, સિનિયર સ્પીનર મોહમ્મદ હાફિઝ અને આશાસ્પદ નવોદિત આક્રમક બોલર શાહિન અફરીદી પર સહુની નજર રેહેશે.

વિશ્ર્વ કપના કોઇ મુકાબલામાં અત્યાર સુધી પાકિસ્તાન સામે ભારત હાર્યુ જ નથી. પાકિસ્તાનની ટીમ ખાતુ સરભર કરવા માટે એડીચોટીનું જોર લગાડશે તેમાં શંકા નથી. સામે પક્ષે ભારતીય ટીમ વિશ્ર્વની સૌથી શકિતશાળી અને સંતુલીત વન્ડે અને ટી-20 ટીમ ગણાય છે.

ભારત ટી-20 વિશ્ર્વ કપ બીજી વખત જીતવા માટે તલપાપડ છે. ટીમનો દરેક સભ્ય ખુબ જ ઉત્સાહમાં છે. કોહલી, રોહીત, જાડેજા, શમી જેવાને બાદ કરતા મોટા ભાગના નવોદિતો છે અને પહેલીવાર વિશ્ર્વકપ રમી રહયા છે. એટલે આ મુકાબલો ક્રિકેટ ચાહકોના રૂવાડા ઉભા કરી દેશે.

વિશ્ર્વ કપ માટે ભારતનો કાર્યક્રમ નક્કી થઇ ગયો છે. આવતીકાલે ભારત અને પાકિસ્તાન મુકાબલા બાદ 31 ઓકટોબરે ભારત-ન્યુઝીલેન્ડ (દુબઇ) સમય સાંજે 7:30), 5 નવેમ્બરે ભારત-સ્કોટલેન્ડ (દુબઇ, સાંજે 7:30) અને

8 નવેમ્બરે ભારત-નામીબિયા (દુબઇ, સાંજે 7:30 વાગ્યે) મુકાબલા યોજાશે. 10 નવેમ્બરે પ્રથમ સેમીફાયનલ જંગ છે. 11 નવેમ્બરે બીજો સેમીફાયનલ રમાશે. 14 નવેમ્બરે વિશ્ર્વકપ ફાયનલનો જંગ ખેલાશે. 15 નવેમ્બર ફાયનલ માટે રીઝર્વ દિવસ રાખવામાં આવ્યો છે.

પ્રથમ સેમીફાયનલ આબુધાબીમાં સાંજે 7:30થી રમાશે. જયારે બીજો સેમીફાયનલ મેચ દુબઇમાં સાંજે 7:30થી શરૂ થશે. ફાયનલ પણ દુબઇમાં જ રમાશે. ફાઇલ સાંજે 7:30 જ શરૂ થશે. સુપર 12 ટીમોને બે ગ્રૃપમાં વિભાજીત કરવામાં આવી છે.

Read About Weather here

ગ્રૃપ-1માં ઓસ્ટેલીયા, દક્ષિણ આફ્રિકા, ઇન્ગ્લેન્ડ, વેસ્ટેન્ડીઝ, શ્રીલંકા અને બાંગ્લાદેશ છે. જયારે ગ્રૃપ-2માં ભારત, ન્યુઝિલેન્ડ, અફઘાનિસ્તાન, પાકિસ્તાન, સ્કોટલેન્ડ અને નામીબિયા છે. કોરોના મહામારીને કારણે ટી-20 વિશ્ર્વ કપના યજમાન ભારતીય ક્રિકેટ ક્ધટ્રોલ બોર્ડે વિશ્ર્વ કપ ભારતની બહાર રમાડવાનું નક્કી કર્યુ હતું.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here