કાલે શહીદ દિન પ્રસંગે વીર શહીદ ગાથા

કાલે શહીદ દિન પ્રસંગે વીર શહીદ ગાથા
કાલે શહીદ દિન પ્રસંગે વીર શહીદ ગાથા
યુવા ફાઉન્ડેશન દ્વારા લોકડાયરો- સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન
લોક સાહિત્યકાર દેવાયત ખવડ અને સાગરદાન ગઢવી તથા સોશિયલ મીડિયાનાં ખજુરભાઈ અને નીતિનભાઈ જાનીનાં સંગાથે વીર શહીદોને અપાશે શ્રધ્ધાંજલિ
યુવા ફાઉન્ડેશન- રાજકોટ દ્વારા તા. 23 માર્ચ, 2022 શહિદ દિનના દિવસે સાંજે 7 વાગ્યાથી દેશના વીર શહીદોને શ્રદ્ધાંજલિ આપવા હેતુ ‘એક શામ શહિદો કે નામ’ એટલે ‘વીર શહિદ ગાથા’ નામે ભવ્ય લોકડાયરો અને સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાશે.

Visit Saurashtra Kranti Homepage here

આ કાર્યક્રમ લોક સાહિત્યકાર શ્રી દેવાયત ખવડની પોતાની સાહિત્યની શૈલીમાં તેમજ જોશીલા યુવા લોક ગાયક શ્રી સાગરદાન ગઢવીના સુરો દ્વારા તેમજ સોશિયલ મીડિયાથી લોકોના હૃદયમાં વાશ કરનાર બાળકથી વૃદ્ધ એમ સૌના પ્રિય શ્રી નીતિનભાઈ જાની એટલે આપણા ખજુરભાઈની વિશેષ ઉપસ્થિતિમાં આપણા વીર શહીદોને હૃદયપૂર્વક શ્રદ્ધાંજલિ આપવામાં આવશે.

આ તકે ભાજપ અગ્રણી વજુભાઇ વાળા, પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, અકિલા પ્રેસ રાજકોટના તંત્રી કિરીટભાઈ ગણાત્રા, મંત્રી અરવિંદભાઈ રૈયાણી, સાંસદ મોહનભાઇ કુંડારીયા, પ્રદેશ ભાજપ ઉપપ્રમુખ ડો. ભરતભાઈ બોઘરા, મેયર પ્રદીપભાઈ ડવ, પુજારા ટેલિકોમના માલિક યોગેશભાઈ પુજારા વગેરેના હસ્તે દીપ પ્રાગટ્ય કરીને આગેવાનોની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમની શરૂઆત કરવામાં આવશે.

150 ફૂટ રીંગરોડ પર સીનર્જી હોસ્પિટલ સામે કલ્યાણ પાર્ટી પ્લોટમાં પ્રથમ સાંસ્કૃતિક કાર્યક્રમમાં સાંજે 7 વાગ્યાથી 9 વાગ્યા સુધી ગાંધીગ્રામ ઝોન શાળા સંચાલક મંડળની વિવિધ શાળાઓના બાળકો દ્વાર આપવામાં આવશે. બાદમાં ભવ્ય લોકડાયરો રાત્રે 9 કલાકે શરૂ થશે.

Read About Weather here

આ કાર્યક્રમ રાજકોટ વોર્ડ નં.1 ના પૂર્વ કોર્પોરેટર બાબુભાઇ આહિરના માર્ગદર્શન હેઠળ અને યુવા ફાઉન્ડેશન રાજકોટના પ્રમુખ યુવરાજભાઈ ચુડાસમા અને મહામંત્રી રાજુભાઈ આહીરની આગેવાનીમાં તેમજ ઉપપ્રમુખ હર્શિતભાઈ જાની, ઉપપ્રમુખ પ્રજાપતિ રાજેશભાઈ સવનીયા, મંત્રી ઉદયભાઈ ખાચર, મેંબર વિપુલભાઈ શુક્લ વગેરેની જહેમતથી યોજવામાં આવેલ છે.(12)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here