કાલે બેડી યાર્ડ ખાતે ગરીબ કલ્યાણ મેળો: 1 લાખથી વધુ લાભાર્થી

કાલે બેડી યાર્ડ ખાતે ગરીબ કલ્યાણ મેળો: 1 લાખથી વધુ લાભાર્થી
કાલે બેડી યાર્ડ ખાતે ગરીબ કલ્યાણ મેળો: 1 લાખથી વધુ લાભાર્થી
રાજકોટ જિલ્લામાં રાજકોટના બેડી માર્કેટ યાર્ડ ખાતે આવતીકાલે સવારે 9 કલાકે ગરીબ કલ્યાણ મેળામાં વિવિધ લાભાર્થીઓને સાધન સહાયનું વિતરણ હાથોહાથ કરવામાં આવશે.
આ કાર્યક્રમમાં રાજકોટ જિલ્લાના પ્રભારી મંત્રી અને શિક્ષણ મંત્રી જીતુભાઈ વાઘાણી તેમજ વાહન વ્યવહાર રાજ્યમંત્રી અરવિંદભાઈ રૈયાણી ઉપસ્થિત રહેશે.

Visit Saurashtra Kranti Homepage here

જિલ્લા વિકાસ અધિકારી દેવ ચૌધરીના અધ્યક્ષસ્થાને બુધવારે રાજકોટ કલેકટર કચેરી ખાતે ગરીબ કલ્યાણ મેળામાં લાભાર્થીઓને વિવિધ કીટ અને સાધન સહાય મળી રહે તે માટે વિવિધ વિભાગોની તૈયારી અંગે સમીક્ષા બેઠક કરવામાં આવી હતી .

જેમાં સ્ટેજ પરના લાભાર્થીઓની યાદી તૈયાર કરી 50 લાભાર્થીઓને સ્ટેજ પરથી લાભોનું વિતરણ અને અન્ય સ્ટોલ પરથી બીજા લાભાર્થીઓને લાભોનું વિતરણ કરવામાં આવે અને સુચારુ વ્યવસ્થાઓ જળવાઈ રહે તે માટે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

અધિક નિવાસી કલેક્ટર કેતન ઠક્કરે ગરીબ કલ્યાણ મેળામાં લાભાર્થીઓને આપવાની કીટ, વિવિધ વિભાગના સ્ટોલ, લાભ વિતરણ માટેના મુખ્ય અને પેટા સ્ટેજ, લાભાર્થીઓ માટે પાણી વ્યવસ્થા, વાહન વ્યવસ્થા વગેરેના આયોજન અંગે જેને જવાબદારી સોંપવામાં આવી છે તે અધિકારીઓ કર્મચારીઓ દરેક કચેરી આયોજન કરી જરૂરી સંકલન કરી લે તે માટે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

Read About Weather here

આ બેઠકમાં જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક એન.આર. ધાધલે જરૂરી સંકલન કર્યુ હતું.ગરીબ કલ્યાણ મેળામાં સમાજ કલ્યાણ સેવાઓ અને યોજનાઓના લાભાર્થીઓને, દિવ્યાંગોને,કારીગરો, મહિલા લાભાર્થીઓ, જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર, રોજગાર લક્ષી લાભાર્થીઓ, ખેડૂત લક્ષી કીટ તેમજ વિવિધ વિભાગના આપવાના થતા સાધનો સહાય વિતરિત કરવામાં આવશે. આ બેઠકમાં સંબંધિત સરકારી વિભાગોના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here