કાલે દેશની આન-બાન-શાન સમાન ભવ્ય પ્રજાસત્તાકદિન પરેડ

કાલે દેશની આન-બાન-શાન સમાન ભવ્ય પ્રજાસત્તાકદિન પરેડ
કાલે દેશની આન-બાન-શાન સમાન ભવ્ય પ્રજાસત્તાકદિન પરેડ

ઓછા સમયમાં અને માર્યાદિત આમંત્રિતોની હાજરીમાં આ વર્ષની પરેડ યોજાશે: લોકોને મોટાભાગે ઓનલાઈન નિહાળવા સંરક્ષણ મંત્રાલયનો અનુરોધ

કોરોના મહામારીનાં સંક્રમણનાં ભયને લીધે આ વર્ષે દેશની આન-બાન અને શાન સમાન પ્રજાસત્તાકદિનની પરેડ ઓછા સમયમાં અને માર્યાદિત આમંત્રિતોની હાજરીમાં યોજાનાર છે. લોકોને સ્થળ પર ભેગા થવાને બદલે મોટાભાગે ઓનલાઈન પ્રસારણ નિહાળવા સંરક્ષણ મંત્રાલય દ્વારા અપીલ કરવામાં આવી છે. આમંત્રિતોની સંખ્યા પણ ઘટાડવામાં આવી છે. જેથી તેઓ સુપર સ્પ્રેડર ન બને. ગણતંત્ર દિવસની પરેડમાં દેશની આર્થિક, સામાજીક, શૈક્ષણિક અને લશ્કરી તાકાતનાં અભૂતપૂર્વ દર્શન કરાવવામાં આવશે.

Visit Saurashtra Kranti Homepage here

પરેડનાં જીવંત પ્રસારણમાં દૂરદર્શન દ્વારા સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે. રાજપથ પર આ વખતે માત્ર 5 થી 8 હજાર આમંત્રિતોને હાજર રહેવાની છૂટ અપાઈ છે. કોરોનાને કારણે સમયમર્યાદા અને સંખ્યા સહિતનાં નિયંત્રણો લાદવા પડ્યા છે. લોકો વધુ સારી રીતે જોઈ શકે એ માટે પરેડ 30 મિનિટ મોડી એટલે કે સવારે 10:30 વાગ્યે શરૂ થશે. દૂરદર્શન પર અને યુટ્યુબ ચેનલ પર જીવંત પ્રસારણ કરવામાં આવશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઇન્ડિયા ગેટ પાસે નેશનલ વોર મેમોરીયલ પર જવાનોને અંજલી આપશે.

ત્યારથી માંડીને પરેડનાં અંત સુધી જીવંત પ્રસારણ કરવામાં આવશે. દૂરદર્શન અને પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરો બંનેની યુટ્યુબ ચેનલ પરથી તેમજ તમામ ખાનગી ટીવી ન્યુઝ ચેનલો પરથી પણ પરેડનું પ્રસારણ કરવામાં આવશે. સંરક્ષણ મંત્રાલય દ્વારા પણ 72 માં ગણતંત્ર દિવસની ઉજવણી માટે ખાસ મોબાઈલ એપ બનાવવામાં આવીછે. આરડીપી- 2021 એપ ઉપર પણ પરેડ જોઈ શકાશે.

Read About Weather here

આ વખતે પરેડમાં સમય બચાવવા માટે માત્ર 12 રાજ્યોનો ટેબ્લો રાખવામાં આવનાર છે. તેવું જાહેર કરવામાં આવ્યું હતું. દૂરદર્શન દ્વારા રાજપથ પર અને અન્ય વ્યુહાત્મક લોકેશન પર 52 જેટલા કેમેરા ગોઠવ્યા છે. જેના પરથી પરેડની એક-એક ક્ષણનું પ્રસારણ થતા લોકો લ્હાવો લઇ શકશે.(2.12)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here