કાલે ગુજરાતના 30 હજાર તબીબોની હડતાલ

કાલે ગુજરાતના 30 હજાર તબીબોની હડતાલ
કાલે ગુજરાતના 30 હજાર તબીબોની હડતાલ
કાલે ગુજરાતના 30 હજારથી વધુ તબીબોએ સજ્જડ હડતાલનું એલાન કર્યું છે. હોસ્પિટલોમાં ગ્રાઉન્ડ ફલોર પર જ આઇસીયુ અને બિલ્ડીંગમાં કાચ દુર કરવા સહિતની જોગવાઇનું અઠવાડીયામાં પાલન કરવા માટે રાજયભરની હોસ્પિટલોને નોટીસ મળી રહી છે. આ જોગવાઇઓનો વૈજ્ઞાનિક આધાર નથી. આ નિર્ણયના વિરોધમાં 22મી જુલાઇના શુક્રવારે ગુજરાતભરની ખાનગી હોસ્પિટલોના 30 હજારથી વધુ ડોકટરો હડતાળ પાડશે. જેમાં ઇમરજન્સી સહિતની તમામ પ્રકારની સેવાઓ બંધ રાખવાનું એલાન ઇન્ડીયન મેડીકલ એસોસિએશનની ગુજરાત બ્રાંચે કર્યો છે.

Visit Saurashtra Kranti Homepage here

ખાનગી હોસ્પિટલો આ દિવસે ઇમરજન્સી સારવાર માટેના દર્દીઓને નજીકની સરકારી હોસ્પિટલોમાં મોકલશે. ઇન્ડીયન મેડિકલ એસોસિએશનની ગુજરાત બ્રાંચ, અમદાવાદ મેડીકલ એસોસિએશનના તબીબોએ અમદાવાદ ખાતે ગઇકાલે પત્રકાર પરિષદમાં જાહેર કર્યું હતું કે ગ્રાઉન્ડ ફલોરમાં જ આઇસીયુ હોવા જોઇએ અને કાચના ગ્લાસ દુર કરવા સહિતની જોગવાઇ લાગુ કરવા સરકારી તંત્ર દ્વારા સુચના અપાઇ છે.

Read About Weather here

તબીબોનું કહેવું છે કે, ગ્રાઉન્ડ ફલોર પર આઇસીયુના અમલથી દર્દીઓમાં ચેપની શકયતા વધશે. આઇસીયુમાં મૃત્યુનું પ્રમાણ વર્તમાન દર કરતા અનેક ગણો વધશે. ઇન્ડીયન મેડિકલ એસોસિએશન કે તેની અન્ય કોઇ શાખાને સાંભળવામાં આવ્યા નથી. આગની ઘટના રોકવા હોસ્પિટલો તૈયાર છે. પરંતુ રાજય સરકારના એકપક્ષીય નિર્દેશોનો સખત વિરોધ કરીએ છીએ.સરકારના એક પક્ષીય નિર્દેશોનો વિરોધ કરવા 22મી જુલાઇએ આઇએમએ સાથે સંકળાયેલા રાજયભરના 30 હજારથી વધુ એલોપેથીક ડોકટરો હડતાળ પાડશે. આવખતે ઓપીડીની સાથે ઇમરજન્સી સેવાઓ પણ બંધ રખાશે. ઇમરજન્સીમાં જે દર્દીઓ આવશે તેને નજીકની સરકારી હોસ્પિટલોમાં મોકલવામાં આવશે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here