કાલાવડ શહેર ભાજપ દ્વારા રાજકોટ-કાલાવડ રૂટની બસો અનિયમિતા અને વારંવાર કેન્સલ થવા બાબતે ઉગ્ર રજૂઆત

કાલાવડ શહેર ભાજપ દ્વારા રાજકોટ-કાલાવડ રૂટની બસો અનિયમિતા અને વારંવાર કેન્સલ થવા બાબતે ઉગ્ર રજૂઆત
કાલાવડ શહેર ભાજપ દ્વારા રાજકોટ-કાલાવડ રૂટની બસો અનિયમિતા અને વારંવાર કેન્સલ થવા બાબતે ઉગ્ર રજૂઆત

ધારાસભ્ય મેધજી ચાવડા અને એસ.ટી.ના અધિકારીને તાકીદે પ્રશ્ર્ન ઉકેલવા માંગ

કાલાવડ શહેર ભાજપના પ્રમુખ હસમુખ વોરા દ્વારા રાજકોટ-કાલાવડ રૂટ ઉપર ચાલતી બસોની અનિયમિતા અને વારંવાર રૂટ કેન્સલ થવા બાબત તેમજ બસોની અછત અંગે કાલાવડના ધારાસભ્ય મેઘજીભાઈ ચાવડાને તથા એસ.ટી.ના અધિકારીઓને કરેલ લેખિત રજૂઆતમાં જણાવ્યું હતું કે સાંજના 5 વાગ્યા પછી રાજકોટથી કાલાવડ અને કાલાવડથી રાજકોટ ચાલતી બસો સતત અનિયમિત રહે છે તેમજ આ રૂટ ગમે ત્યારે બંધ કરવામાં આવે છે.

Visit Saurashtra Kranti Homepage here

જેના કારણે આ રૂટ પર અપડાઉન કરતા વિદ્યાર્થીઓ તથા મેટોડા જી.આઈ. ડી.સી.માં કામ કરતા કર્મચારીઓને ભારે તકલીફ પડે છે. તેમજ સાંજે 5 થી 8 વાગ્યાના સમયમાં બસો ઓછી હોય દર 15 મિનિટના સમયમાં પેસેન્જરોને પડતી તકલીફ દુર થાય તે માટે નવી બસના રૂટ ચાલુ કરવા તેમજ અમુક બસોમાં જગ્યા હોવા છતાં રૂટ પર આવતા સ્ટોપ ઉપર બસ રોકવામાં આવતી નથી. તેમજ અમુક બસના સ્ટાફનું મુસાફરો સાથે બેજવાબદાર ભર્યું વર્તન કરે છે, જે જરા પણ યોગ્ય નથી.રાજકોટ-કાલાવડના તમામ રૂટો નિયમિત થાય અને મુસાફરોને હાલાકી ન પડે તે માટે એસ.ટી.ના વિભાગીય અધિકારી રાજકોટ અને જામનગર તથા ડેપો મેનેજર રાજકોટ, જામનગર અને ધ્રોલને રજૂઆત કરવામાં આવી છે તેમજ સત્વરે કાર્યવાહી કરવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલન કરવાની ફરજ પડશે તેવી ચીમકી પણ આપવામાં આવી છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here