કાલથી રાજકોટ શહેર-જિલ્લામાં ભુલકા ફરી ભણવા જશે: સાવધાની જરૂરી

કાલથી રાજકોટ શહેર-જિલ્લામાં ભુલકા ફરી ભણવા જશે: સાવધાની જરૂરી
કાલથી રાજકોટ શહેર-જિલ્લામાં ભુલકા ફરી ભણવા જશે: સાવધાની જરૂરી

કોરોના મહામારીના ત્રીજા વેવના અંતને પગલે બાળકોની વર્ગોમાં પાપા પગલીનો પ્રારંભ થશે
આંગણવાડીઓ, બાલમંદિર અને પ્રિ-સ્કૂલનાં વર્ગ ખંડો બાળ કિલોલથી ગુંજી ઉઠશે
વાલીઓ અને શિક્ષણ સંચાલકોએ બાળકોના સ્વાથ્ય માટે સતત સર્તક રહેવું જરૂરી બનશે
કોરોના પ્રોટોકોલમાં નિયમનો બિલકુલ ભંગ ન થાય એ જોવાની જવાબદારી શિક્ષણ અધિકારીની

રાજકોટ શહેર અને જિલ્લાની આંગણવાડીઓ, બાલમંદિરો તથા પ્રિ-સ્કૂલમાં આવતીકાલ તા.17 ફ્રેબુઆરીથી ફરીવાર શિક્ષણ કાર્યનો શુભારંભ થઇ રહયો છે. આવતીકાલથી ભુલકા ફરીથી ભણવા જશે. ત્યારે નાના અને કાચી વયના બાળકોના આરોગ્યનું ધ્યાન રાખવા માટે કાળજી પૂર્વકના પગલા અવિરત લેવામાં આવે એ ખુબ જ જરૂરી બનશે.
આવતીકાલથી રાજય સરકારના શિક્ષણ વિભાગના નિર્ણય મુજબ બાળમંદિરો, પ્રિ-સ્કૂલના પરિષર અને આંગણવાડિના પ્રાણગણમાં બાળકોનો કિલકિલાટ ગુંજી ઉઠશે અને લાંબા સમયથી ઘરે બેસીને કકકો, બારખડી અને એબીસીડી સહિતના અભ્યાસ માટે રાહ જોઇ રહેલા ભુલકાઓની પાપાપગલી ફરીથી શરૂ થઇ જશે અને બાળકોના શિક્ષણધામો નિર્દોષ બાળ હાસ્યથી પ્રકાસીત થઇ ઉઠશે.

Visit Saurashtra Kranti Homepage here

કોરોનાની મહામારીથી માંડમાંડ છૂટકારો થયો છે ત્યારે અને ભૂલકા વર્ગોમાં પાછા ફરી રહયા છે. ત્યારે બાળ શિક્ષણ ધામના સંચાલકો કોઇ પણ પ્રકારની ગફલત ન કરે અને બેદરકારી ન દાખવે એ અત્યંત જરૂરી બની રહેશે. કોઇપણ પ્રકારના ચેપી રોગ કે વાઇરસ બાળ શરીરને તુરત જ અસર કરતા હોય છે. એ જોતા તમામ આંગણવાડી, બાળમંદિરો અને પ્રિ-સ્કૂલના સંચાલકો બીલકુલ લાપરવાહી ન દર્શાવે એ શહેર અને જિલ્લાના શિક્ષણ તંત્રનાં માંધાતાઓએ સુનિશ્ર્ચિત કરવું જોઇએ. આરોગ્યની જાળવણી માટે કેન્દ્ર અને રાજય સરકારે જે કાંઇ ગાઇડલાઇન્સ સૂચવી છે તેનો અક્ષરસ: અમલ કરવાનો રહેશે.

એ માટેની જવાબદારી પ્રાથમીક શિક્ષણાધીકારીએ સુનિશ્ર્ચિત કરવાની રહેશે અને આવા તમામ બાળશિક્ષણ ધામોમાં કોરોના પ્રોટોકોલનું ચુસ્ત પણે પાલન થાય છે કે નહીં તેનું સતત પ્રામાણીક મોનીટરીંગ કરવાનું રહેશે. વાલીઓ સંચાલકોના ભરોસે બાળકોને ભણવા માટે મોકલે છે. તે હકીકત સંચાલકોએ મગજમાં રાખવી જોઇએ. માસુમ બાળકોનાં આરોગ્યની કાળજી લેવાની જવાબદારી આ દરેક સંચાલકોની રહે છે. સેનેટાઇઝરની વ્યવસ્થા, માસ્કની વ્યવસ્થા અને સંકુલોમાં પુરતી સાફ-સફાઇની વ્યવસ્થા છે કે નહીં તેની વખતો વખત ચકાસણી કરવાનું અત્યંત મહત્વપૂર્ણ બની રહેશે.

Read About Weather here

રાજકોટ શહેર અને જિલ્લામાં ફરીથી ભણવા જઇ રહેલા ભુલકા કોઇપણ ચેપનો ભોગ ન બને એ માટે વાલીઓ તો પ્રાર્થના કરતા જ હશે. આજના કોરોનાના માહોલમાં કયો વાઇરસ કઇ પળે ત્રાતકે છે તેનો કોઇ અંદાજ પહેલેથી મળતો નથી. એટલે બાળકોના સ્વાથ્યને ધ્યાનમાં રાખી દરેક આંગણવાડી, બાલ મંદિર અને પ્રિ-સ્કૂલના કર્તા હરતા સમાહરતા એમની જવાબદારી નિષ્ઠા અને પ્રમાણીકતાથી પાર પાડે એવી વાલી વર્ગની અપેક્ષા છે.(2.11)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here