કાર વીજ પોલ સાથે અથડાતા મહિલા સહિત 3ના મોત

કાર વીજ પોલ સાથે અથડાતા મહિલા સહિત 3ના મોત
કાર વીજ પોલ સાથે અથડાતા મહિલા સહિત 3ના મોત
બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર, ગઈકાલે બુધવારે મોડી સાંજના સમયે મોરબી રાજપર રોડ પર થોરાળા ગામથી આગળ જવાના રસ્તે એક એસેન્ટ કાર પસાર થઇ રહી હતી. મોરબી-રાજપર રોડ પર થોરાળા ગામથી આગળ જવાના રસ્તે વીજ પોલ સાથે એક એસેન્ટ કાર ધડાકાભેર અથડાઇ હતી,

Visit Saurashtra Kranti Homepage here

જેમાં કારમાં બેઠેલી મહિલા સહિત ત્રણ વ્યક્તિનાં કમકમાટીભર્યાં મોત નીપજ્યાં હતાં. હાલમાં આ તમામ મૃતદેહોને મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. આ અકસ્માતનાની જાણ કરવામાં આવતાં પોલીસે ઘટનાસ્થળે દોડી જઇ મૃતકોની ઓળખ મેળવવાની તજવીજ હાથ ધરી છે.

 ત્યારે પૂરઝડપે જઇ રહેલી આ કારના ચાલકે અચાનક સ્ટીયરિંગ પરનો કાબૂ ગુમાવી દેતાં કાર વીજ પોલ સાથે ધડાકાભેર અથડાઇ હતી અને પલટી મારી ગઇ હતી. આ ગમખ્વાર અકસ્માતની ઘટનામાં કારની અંદર બેઠેલા કારચાલક, એક મહિલા અને અન્ય એક વ્યક્તિ મળી કુલ 3 લોકોને હાથે, પગે અને માથામાં ગંભીર ઇજાઓ પહોંચી હતી, જેમાંથી એક વ્યક્તિનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું.

જેથી એક મહિલા સહિત કુલ બે વ્યક્તિને લોહીલુહાણ હાલતમાં હોસ્પિટલ લઇ જવાતાં સારવાર મળે એ પહેલાં જ એ બંનેનાં મોત નીપજ્યાં હતા. સૂત્રો અનુસાર, મૃતક વ્યક્તિ મોરબીના રાજપર પાસે આવેલા એક કારખાનાની અંદર મજૂરીકામ કરતો હતો. આ ઘટનામાં જે ત્રણ વ્યક્તિનાં મોત નીપજ્યાં છે તેમાંથી એક કોન્ટ્રેક્ટર છે અને મહિલા સહિત બે મજૂર છે.

આ અકસ્માતની ઘટનાની જાણ થતાં પોલીસે તાકીદે ઘટનાસ્થળે દોડી જઇ અકસ્માતે મોત અંગેનો ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે. આ કેસની વધુ તપાસ મોરબી પોલીસ ચલાવી રહી છે. સૂત્રોના જણાવ્યા મુજબ કારમાં સવાર એક વ્યક્તિનું નામ મનોજ રાય અને અન્ય એક વ્યક્તિનું નામ રાજેશકુમાર બેચંદભાઈ મહેતા ટંકારાના હોવાનું અને ઓરેન્જ પોલિપેક ચાંચપરના કોન્ટ્રેકટર હોવાનું જાણવા મળ્યું છે,

Read About Weather here

જ્યારે મહિલાની હજુ કોઈ ઓળખ મળી નથી.અકસ્માતની ઘટનાની જાણ થતાં મોરબી તાલુકા પોલીસ મથકનો કાફલો પણ સિવિલ હોસ્પિટલ દોડી આવ્યો હતો અને કાર અકસ્માતમાં મૃત્યુ પામેલા લોકોનાં સ્વજનોની ભાળ મેળવવા પ્રયાસ શરૂ કર્યા છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here