કાર નદીમાં ખાબકતા યુવાનનું મોત

કાર નદીમાં ખાબકતા યુવાનનું મોત
કાર નદીમાં ખાબકતા યુવાનનું મોત
આજે વહેલી સવારે રાજકોટ-શાપર હાઇવે પર જૂનાગઢના અરવિંદ પેથાભાઈ ડાંગર (ઉં.વ.39) સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતા કાર પુલ પરથી 30 ફૂટ નીચે નદીમાં ખાબકી હતી. આજે વસંતપંચમીનો શુભ દિવસ છે. પરંતુ રાજકોટમાં બે ગમખ્વાર અકસ્માતે વસંતપંચમીએ જ બે યુવકને કાળ ભરખી જતા બંનેના પરિવારમાં આજનો દિવસ અશુભ બન્યો છે.  જેમાં અરવિંદનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું.

Visit Saurashtra Kranti Homepage here

જ્યારે ગત મોડી રાત્રે રાજકોટના જૂના માર્કેટ યાર્ડ પાસે ટ્રકે યુવકને ચગદી નાખ્યો હતો.આજે વહેલી સવારે રાજકોટ-શાપર હાઈવે પર જૂનાગઢ તરફ જૂનાગઢના રોયલ એપાર્ટમેન્ટમાં રહેતા અરવિંદ ડાંગર કાર લઈને જઇ રહ્યા હતા. ત્યારે અચાનક જ સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતા પુલ પરથી કાર સીધી નદીમાં ખાબકી હતી. જેમાં કારનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો અને અરવિંદ કારની નીચે દબાય જતા ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.

કાર નદીમાં ખાબકતા યુવાનનું મોત નદી

ઘટનાના પગલે 108ની જાણ થતા દોડી ગઈ હતી. પરંતુ અરવિંદને મૃત જાહેર કરતા પોલીસે મૃતદેહને પીએમ માટે હોસ્પિટલ ખસેડ્યો હતો. પોલીસે પરિવારજનોનો સંપર્ક કરતા જૂનાગઢથી પરિવાર રાજકોટ આવવા રવાના થઈ ગયો છે.ગત રાત્રે 11 વાગ્યા આસપાસ એક અજાણ્યો યુવક રાજકોટના જૂના માર્કેટિંગ યાર્ડ પાસે હાઇવે રોડ ક્રોસ કરી રહ્યો હતો તે જ સમયે પૂરપાટ ઝડપે આવતા GJ-03-BW-3750 નંબરના આઇસરે તેને હડફેટે લેતા આઇસરના ટાયરો હેઠળ યુવક ચગદાઈ ગયો હતો

Read About Weather here

બનાવના પગલે તુરંત ઘટના સ્થળે પહોંચેલી બી ડિવીઝન પોલીસની ટીમે યુવકની ઓળખ કરવા તપાસ હાથ ધરી હતી અને જરૂરી કાર્યવાહી કરી મૃતદેહને પોસ્ટ મોર્ટમ અર્થે ખસેડવા તજવીજ હાથ ધરી હતી અને કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here