કારમાં 9 નંબર માટે 10.36 લાખ ખર્ચ્યા…!

કારમાં 9 નંબર માટે 10.36 લાખ ખર્ચ્યા...!
કારમાં 9 નંબર માટે 10.36 લાખ ખર્ચ્યા...!
વાહનોમાં મનગમતા નંબરો લેવા માટે રાજકોટવાસીઓ લાખો રૂપિયા ખર્ચતા પણ અચકાતા નથી, એનું વધુ એક ઉદાહરણ આરટીઓની કાર માટેની સિરીઝના ઈ-ઓક્શનના પરિણામમાં જોવા મળ્યું છે,

Visit Saurashtra Kranti Homepage here

જેમાં રાજકોટના એક કારચાલકે પોતાની નવી કારના નંબર 0009 માટે આરટીઓના ઈ-ઓક્શનમાં 10.36 લાખની બોલી લગાવીને મેળવી લીધો છે. રાજકોટ આરટીઓને કાર સિરીઝમાં માત્ર એક જ નંબરની રૂ. 10.36 લાખની આવક થઇ છે.

આરટીઓમાં કાર માટેની નવી સિરીઝ GJ03MEમાં કુલ 944 અરજદારની પસંદગીના નંબર મેળવવા માટેની અરજી માન્ય રહી હતી અને ગોલ્ડન, સિલ્વર અને અન્ય જુદા-જુદા નંબરો માટે થયેલા ઓનલાઈન ઓક્શનમાં રાજકોટ આરટીઓને એક જ સિરીઝની કુલ 1.28 કરોડની જંગી આવક થઇ છે.

આરટીઓ દ્વારા તાજેતરમાં જ જાહેર થયેલી કાર માટેના નંબર સિરીઝમાં 944 અરજદારોએ ઓનલાઈન નોંધણી કરાવી હતી, જેમાં સૌથી વધુ 9 નંબર લેવા માટે એક અરજદારે 10.36 લાખની બોલી લગાવીને આ નંબર ખરીદ્યો હતો.

Read About Weather here

9 નંબર સિવાયના ગોલ્ડન નંબરો માટે પણ લાખોની બોલી લાગી હતી અને આ સિરીઝમાં આરટીઓને કુલ 1,28,02,000ની આવક થઇ છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here