કારમાં પ્રચંડ આગ, કાર ચાલક ભડથું…!

કારમાં પ્રચંડ આગ, કાર ચાલક ભડથું...!
કારમાં પ્રચંડ આગ, કાર ચાલક ભડથું...!
આણંદ જિલ્લાના સોજિત્રા તાલુકાના નવાઘરા ગામે રહેતા 31 વર્ષીય જૈમિન ચંદુભાઈ પ્રજાપતિ પોતાની અલ્ટો કાર નં. (GJ 23 M 1745) ચલાવીને બુધવારની મોડી રાત્રે ખેડા જિલ્લાના માતરના માલાવાડા પાસેથી પસાર થઈ રહ્યા હતા.

Visit Saurashtra Kranti Homepage here

ખેડા જિલ્લાના માતર પંથકમાં ગઈકાલે બુધવારે રાત્રે કાર લઈને આવતો યુવાન એકાએક રોડની સાઇડના વૃક્ષ સાથે અથડાયા બાદ કારમાં આગ લાગતાં બળીને ભડથું થઇ ગયો હતો.

આ બનાવ સંદર્ભે લીંબાસી પોલીસે ફરિયાદના આધારે અપમૃત્યુનો ગુનો નોંધ્યો છે. આકસ્મિક આગ લાગતાં યુવાને જીવ ગુમાવ્યો હોવાનું પોલીસ જણાવી રહી છે.આ દરમિયાન રાત્રિના સાડા દશ વાગ્યાની આસપાસ ચાલકે એકાએક કાબુ ગુમાવતા પોતાની અલ્ટો કાર રોડની સાઈડના ઝાડમાં અથડાવી હતી.

આ બાદ CNG કાર હોવાથી કારમાં એકાએક આગ લાગી ગઈ હતી. જેના કારણે કાર ચાલક જૈમિન પ્રજાપતિ કારમાં જ સળગીને ભડથું થઇ ગયા હતા.આ ઘટના જ્યારે બની ત્યારે રોડ પર કોઈ હાજર નહોતું.

એટલે કઈ રીતે કારમાં આગ લાગી અને કાર ચાલક અકસ્માતના પગલે બેભાન થયા કે પછી તેમણે બહાર નીકળવાનો પ્રયાસ કર્યો પણ નીકળી ન શક્યા જેવા સવાલોનું રહસ્ય અકબંધ છે.

જો કે આ બનાવ સંદર્ભે લીંબાસી પોલીસે તેમના સગાભાઈ રૂચિર પ્રજાપતિની ફરિયાદના આધારે આકસ્મિક મોતનો ગુનો નોંધ્યો છે. તો બીજી બાજુ પોલીસે જણાવ્યું છે કે કારમાં આકસ્મિક આગ લાગતાં ચાલક બળીને ભડથું થયા છે.

પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ મૃત્યુ પામનારા કાર ચાલક પોતે દૂધની ડેરીમાં ઓડિટર છે. અને તેઓ ઓડિટના કામે આ પંથકમાં આવ્યા હતા. દરમિયાન પરત પોતાના ઘરે આવતી વેળાએ આ દુર્ઘટના સર્જાઈ છે. વધુમાં તેઓ પરિણીત હતા અને એક દીકરો પણ હોવાનું જાણવા મળ્યું હતું.

Read About Weather here

નોંધનીય છે કે તાલુકા મથક ગણાતા માતરમાં કે આસપાસ આવી દુર્ઘટના સર્જાય ત્યારે અગ્નિશામક દળની કોઈ સુવિધા નથી, જેથી ખેડાથી મદદ મંગાવી પડે છે. તેમજ આ મદદ મળે ત્યાં સુધી મોટી હોનારત સર્જાતા ક્યારેક લોકોને જીવ પણ ગુમાવવો પડે છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here