કહેવાતા પત્રકારો-કેમેરામેન સામે કાયદાકીય પગલા લેવા માંગ

કહેવાતા પત્રકારો-કેમેરામેન સામે કાયદાકીય પગલા લેવા માંગ
કહેવાતા પત્રકારો-કેમેરામેન સામે કાયદાકીય પગલા લેવા માંગ

રાજકોટ પ્રેસ ફોટોગ્રાફર્સ એન્ડ ઈલેકટ્રોનીકસ મિડીયા એસોસિએશન રાજકોટ દ્વારા કલેકટર મારફત આવેદનપત્ર પાઠવી મુખ્યમંત્રી સહિતનાઓને કરાઈ રજૂઆત

રાજકોટ પ્રેસ ફોટોગ્રાફર્સ એન્ડ ઈલેકટ્રોનીક મિડીયા એસોસિએશન રાજકોટ દ્વારા રાજકોટ જીલ્લા કલેકટર મારફત આવેદનપત્ર પાઠવી રાજયના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને રજૂઆત કરવામાં આવી છે.આવેદનપત્રમાં જણાવ્યું છે કે, આપને સુવિદિત છે કે છેલ્લા કેટલાંક સમયથી સ્થાનિક તેમજ જિલ્લાઓમાં અને રાજયકક્ષાએ ન્યુઝ ચેનલો વેબ ચેનલો અને સોશિયલ મિડીયાના પ્રતિનિધિઓની સંખ્યામાં સતત વધારો થઇ રહયો છે. જેના રજીસ્ટ્રેશન અંગેની કોઇ ચોકકસ માર્ગદર્શિકા અમલમાં નથી.

Visit Saurashtra Kranti Homepage here

પરિણામે સોશિયલ મિડીયા જેવા કે યુ-ટયુબ ફેસબુક વગેરે જેવા પ્લેટફોર્મ ઉપર સાવ ઓછી સંખ્યામાં ફોલોઅર ધરાવતાં હોવા છતાં મોટી સંખ્યામાં માત્ર મોબાઇલ અને બુમ જેવા સાધનો લઇ આવીને રાજય સરકારના અગત્યના કાર્યક્રમો રાજય કક્ષાની ઉજવણીના કાર્યક્રમોમાં અગત્યની ન્યુઝ ચેનલો અને પ્રીન્ટી મિડીયાના પ્રતિનિધિઓની આડે આવીને કવરેજ માટે અવરોધ ઉભા કરતાં હોય છે જયારે ખરેખર તેઓ કોઇ પ્રકારનું રજીસ્ટ્રેશન ધરાવતા નથી કે જેથી તેઓની સામે કોઇ પ્રશ્ર્નો ઉભા થાય તો કાયદાકીય કાર્યવાહી કરી શકાય.

તદુપરાંત આ પ્રકારના સોશિયલ મિડીયામાં માત્ર લોગો બનાવી પત્રકાર હોવાનો દાવો કરતાં કહેવાતા પત્રકારો-કેમેરામેન રાજય સરકારની જુદી-જુદી કચેરીઓમાં જઇ અસભ્ય વર્તન કરી અધિકારી-કર્મચારીઓને ધાક ધમકી પણ આપતા હોય છે. આને કારણે સામાન્ય જનતામાં માન્ય પત્રકારો વિશે ગેરસમજણ પણ ઉભી થતી હોય છે.
રાષ્ટ્રીય અને રાજય લેવલ લોકલ નેટવર્કની ચેનલો અને પ્રીન્ટ મિડીયાના પ્રતિનિધિઓ રાજય સરકારમાં નોંધાયેલાં હોય છે. અને એ માત્ર લોકજાગૃતિ અને સરકારની વિકાસ યોજના અને કયારેક સરકાર અને પ્રજા વચ્ચેની મહત્વની કડી બનવાનું પણ કામ કરે છે.

તાજેતરમાં મુખ્યમંત્રીના રોડ શો અને અન્ય કાર્યક્રમ સમયે આશરે બસો જેટલાં મોબાઇલ અને બુમ લઇને આવી પડેલાં કહેવાતાં પત્રકારો ધકકામુકી કરી રાજય-નેશનલ ચેનલોને અવરોધરૂપ બન્યા હતા આવા સમયે તંત્રએ રોડ શોના કવરેજમાટે વાહનની વ્યવસ્થા કરી તેમાં કલેકટર રાજકોટની સૂચના અનુસાર માહિતી અધિકારી જાતે ઉપસ્થિત રહી વ્યવસ્થા જાળવવામાં લાગ્યા હતા. આમ છતાં આટલાં બધાં ફુટી નીકળેલા કહેવાતાં પત્રકારોએ અનેક જગ્યાએ મુખ્યમંત્રીના કાર્યક્રમનું કવરેજ કરવામાં અડચણો ઉભી કરી હતી. આવા અનેક બનાવો રાજકોટ શહેરમાં બન્યા છે. આવા લેભાગુ પ્રકારના ઉભા થયેલાં પત્રકારો દ્વારા સ્થાનિક લેવલે સમાંતરે એસોસીએશન પ્રણ તેઓ સોશિયલ મિડીયા-વેબ ચેનલ કે અન્ય પ્રકારમાં ઇલેકટ્રોનીકસ મિડીયા ચેનલની અધિકૃતતા દર્શાવવામાં કરે છે જે તદન ગેરકાયદેસર છે.

આ પ્રકારના લોકો સામે કાયદાકીય પગલાં લઇ ઉભી થતી અડચણો દૂર કરવા ચોકકસ નિયમો બનાવવા આવશ્યક છે. રાજકોટ પ્રાદેશિક માહિતી કચેરી અને શહેર પોલીસ દ્વારા કેટલાંક સમય પહેલાં રાજકોટના પ્રીન્ટ અને ઇલેકટ્રોનીકસ મિડીયાના માન્ય પ્રતિનિધીઓને ઓળખ કાર્ડ આપવામાં આવ્યા હતા. જો આ પ્રકારના ઓળખ કાર્ડ સ્થાનિક કક્ષાએથી અપાય તો આ પ્રશ્ર્ન કંઇક અંશે હલ થઇ શકે તેમ છે. અમારો હેતુ માત્ર કોઇને અવરોધ ઉભો કરવાનો નથી. પરંતુ અમારી કામગીરી સરળતાથી અને પ્રામાણિકતાથી કરી શકીએ. તેમજ ચોથી જાગીર તરીકે પ્રતિષ્ઠાને ઝાંખપ ના લાગે તે જ છે.

રાજય સરકારના અન્ય કાર્યક્રમો રાજય કક્ષાના કાર્યક્રમો કે ઝેડ પ્લસ સુરક્ષા ધરાવતાં અથવા વી.વી.આઇ.પી.મહાનુભાવોની ઉપસ્થિતિમાં યોજાતાં કાર્યક્રમોમાં માહિતી ખાતા દ્વારા જિલ્લા તંત્રમાં મિડીયા વ્યવસ્થાઓ-મિડીયા મેનેજમેન્ટ સુચારૂ રીતે થઇ શકે તે માટે માહિતી ખાતાની અલગ અલગ જિલ્લા કચેરીઓ દ્વારા સર્વ સામાન્ય અને એકસુત્રતા જળવાઇ રહે તેવી વ્યવસ્થાઓ માટે માર્ગદર્શિકા બનાવવા માટે લેખિત અને મૌખિક રજુઆતો કરી પણ છે. પરંતુ આ બાબતે આગળ કોઇ કાર્યવાહી થઇ નથી. સરકાર કાયમી ધોરણે આ બાબતની કોઇ કાર્યવાહી થઈ નથી.

અમારી માંગણી એવી છે કે રાજય માર્ગદર્શિકા નિયમો કે પોલીસી નકકી કરે તો સરકારના પ્રતિનિધિઓ રાજય સરકારના અધિકારીઓ કર્મચારીઓ કચેરીઓ આમ જનતાને કંઇક અંશે માનસિક પ્રતારણામાં રાહત રહેશે. રાજય સરકાર અને સ્થાનિક તંત્ર આ બાબતે કોઇ ચોકકસ નિર્ણય લઇ કાર્યવાહી તાકીદે હાથ ધરે તેવી અમારા એસો.ના સભ્યોની લાગણી અને માંગણી છે. આ અંગે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરવા વિનંતી છે. આશા છે આપ આ અંગે તાકીદે કોઇ નકકર કામગીરી હાથ ધરવા સંબંધિત તંત્રને સૂચના આપશો તેવી વિનંતી છે.

Read About Weather here

મંત્રી જીતુભાઇ વાઘાણી પ્રભારી મંત્રી રાજકોટ (ગુજરાત રાજય) ગાંધીનગર, રાહુલ ગુપ્તા (આઇ.એ.એસ.) પ્રભારી સચિવ રાજકોટ જિલ્લો રાજકોટ, અતિકાસિધ આઈ.એ.એસ, મુખ્યમંત્રીના સચિવ ગુજરાત રાજય ગાંધીનગર, કલેકટર રાજકોટ જિલ્લો, પોલીસ કમિશ્નર રાજકોટ શહેર રાજકોટ, સંયુકત માહિતી નિયામક પ્રાદેશિક માહિતી કચેરી રાજકોટ જાણ કરાઈ છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here