કર્મચારીઓને માનસિક ટોર્ચર કરવા યોગ્ય નથી,જવાબદારો સામે કડક પગલા લેવાશે: ભૂપત બોદર

કર્મચારીઓને માનસિક ટોર્ચર કરવા યોગ્ય નથી,જવાબદારો સામે કડક પગલા લેવાશે: ભૂપત બોદર
કર્મચારીઓને માનસિક ટોર્ચર કરવા યોગ્ય નથી,જવાબદારો સામે કડક પગલા લેવાશે: ભૂપત બોદર


કર્મચારીઓની હિંમત વધારતા રાજકોટ જી.પંચાયત પ્રમુખ
જો જીલ્લા પંચાયતના કર્મચારીને કોઇ હિંમત પુરી પાડે તો મેડમ સામે ફરીયાદોના ઢગલા થશે: ચર્ચા
અધિકારીઓ અને કર્મચારીઓના પ્રશ્ર્ન સાંભળવા ચેમ્બરના દ્વારા હંમેશા ખુલ્લા છે : પ્રમુખ બોદર
ડીડીઓ કર્મચારીઓના મનની વાત સાંભળી મેડમ સામે પગલા લેશે?
જો ઉચ્ચ અધિકારીઓની ફરીયાદ હોય તો પણ અમારા સુધી કર્મચારીઓ પહોચાડે એવી વાતો ગૃપ્ત રાખવામાં આવશે
કચેરી અધિક્ષક રજાની લીવ લેવા માટે એમ્બ્યુલન્સમાં આઇસીડીએસના પીઓ ઓફિસરના કહેવાથી જ આવ્યા હોવાનો ધડાકો: આ બાબત તમામ હાજર લોકો જાણે છે છતાં મેડમ અને કચેરી અધિક્ષકનો વાત સ્વીકારવા ઇનકાર
અમને જીલ્લા પંચાયતના પ્રમુખ પર વિશ્ર્વાસ છે કે અમને યોગ્ય ન્યાય અપાવશે જ : ચર્ચા
જીલ્લા પંચાયતના ખુણે ખુણે એક જ ચર્ચા: આઇસીડીએસના મેડમસર પોતાની બદલી ઇચ્છતા હોવાથી આવુ વર્તન કરે છે

રાજકોટ જિલ્લા પંચાયતના વિભાગોમાં કામ કરતા કર્મચારી4ઓ સાથે થયેલ અન્યાયની ધીમે ધીમે વીગતો બહાર આવી રહે છે. આઇસીડીએસના મેડમસરના લીધે આપવામાં આવેલુ મહીલા કર્મચારીનું રાજીનામું અને હોસ્પિટલે હોવા છતા પણ રજાની લીવ લેવા આવનાર અધિક્ષકના મુદે જીલ્લા પંચાયત ગુંજી રહી છે.

Visit Saurashtra Kranti Homepage here

તમામ કર્મચારીઓમાં મેડમસરની વાણીવર્તનની ચર્ચાઓ થઇ રહી છે. હવે મેડમસરની વાતનો ઘડો ભરાઇ ગયો હોવાથી ધીમે ધીમે વાત બહાર આવતી જાય છે અને લોકો ઓળખતા જાય છે હવે વાતો વાયુ વેગે બહાર આવતાની સાથે જીલ્લાપંચાયમાં એ ચર્ચાએ જોર પકડ્યું છે

કે આ આઇસીડીએસના મેડમસર સામે ઉચ્ચ અધિકારીઓ દ્વારા શુ પગલા લેવામાં આવશે? જો પગલા નહીં લેવામાં આવે તો પણ અનેક વાતો ફરી બજારોમાં ચર્ચાવા લાગશે એ વાત પણ નકારી ન શકીએ.

ઉચ્ચ અધિકારીઓ અને જીલ્લા પંચાયતના પ્રમુખ સાથે મળીને તમામ કર્મચારીઓને બોલાવીને હિંમત આપીને ખુલ્લા મનથી ચર્ચાઓ કરે તો મેડમસરની છુપાયેલી ઘણી વાત બહાર આવે તેમ છેે. જીલ્લા પંચાયતના અનેક વિભાગના કર્મચારીઓ મેડમો પર આક્ષેપ કરતા હતા

અને હાલમાં પણ કરે જ છે પણ જાણે ઓળખાણ ઉપર સુધી હોય અને ઉચ્ચ અધીકારોઓ તેમજ જી.પંચાયના પ્રમુખને જાણે ચેલેન્જ જ ફેંકતા હોય તેવુ વર્તન થઇ રહ્યું છે અને જે જગ જાહેર છે. જી.પંચાયના જાણકાર સુત્રો એવુ પણ જણાવે છે કે તે જાણીને નવાઇ જ લાગે છે

કે ન હોય આવુ પણ બન્યું હશે?? એવો પ્રશ્ર્ન પણ થાય છે. પણ હકીકતનો સ્વીકારવી જ પડે છે પણ મેડમસરને સત્ય સ્વીકારવામાં પણ જાણે પાપ લાગતું હોય એવુ વર્તન કરી રહ્યા છે.આઇસીડીએસના મહીલા કર્મચારીએ રાજીનામું આપ્યુ હતુ

ને ફાડી પણ દેવામાં આવ્યું હતુ તે વાત આઇસીડીએસના મેડમસર સિવાય આખીય જીલ્લા પંચાયત જાણે જ છે ઉપરાંત કચેરી અધીક્ષક જ્યારે એમ્બ્યુલન્સમાં લીવ લેવા આવ્યા ત્યારે તે દ્રશ્ય જોઇને લોકોના ટોળા પણ થઇ ગયા હતા અને લોકોએ પુછ્યુ પણ હતું

કે આવી પરિસ્થીતીમાં અહીંયા ધક્કો થોડો ખવાય પણ તેને જણાવ્યું કે મેડમસર ન માન્યા એટલે ધક્કો ખાવો પડ્યો આ વાત યોગ્ય નથી અને આગામી મેડમ વિરૂધ્ધ ડિડીઓને પણ રજુઆત કરશે પણ પછી આ વાત મેડમસરની બીકથી આગળ વધી નહીં અને મેડમની સામે પણ બોલી શકાઇ નહીં.

હાલમાં કર્મચારીઓ જીલ્લા પંચાયના પ્રમુખ પાસે પોતાને ન્યાય મળશે તેવી આશા રાખીને બેઠા છે પણ જો ઉચ્ચ અધીકારીઓ આ વાત ને ધ્યાનમાં નહીં લે તો અનેક લોકોનની આશા અમર જ રહી જશે.

બીજી વાત એ પણ ચર્ચાઇ રહી છે કે મેડમનો એવો કેવો ત્રાસ હશે કે કર્મચારીઓ પોતાની રોજીરોટી છોડવા તૈયાર થઇ જતા હશે.ધીમે ધીમે અલગ અલગ મેડમસરની વાતો બહાર આવવા લાગતા મામલો ગંભીર બનતો જાય છે અને ઉચ્ચ લેવલે પણ નોંધ લેવાઇ છે.

જેથી આગામી દિવસોમાં ડીડીઓ અને જીલ્લા પંચાયના પ્રમુખ દ્વારા રૂબરૂ મેડમસરને બોલાવીને કડક સુચના આપવામાં આવશે કે પછી કોઇ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે તે આવનાર દિવસોમાં જોવાનું રહ્યું.રાજકોટ: જિલ્લા પંચાયના વિભાગોમાં કામ કરતા કર્મચારીઓમાં અનેક ફરીયાદો અવાર નવાર ઉઠતી હોય છે.

પણ ઉપરી અધિકારીઓ દ્વારા એવુ દબાણ અપાય છે કે કર્મચારીઓ પોતાની વાત ડીડીઓ સુધી પણ પહોચાડી શકતા નથી. તાજેતરમાં જ એવી ઘટના બહાર આવી છે. આઇસીડીએસ વિભાગના મહિલા અધિકારીએ મહીલા કર્મચારીને વધુ માનસીક ત્રાસ આપતા આખરે તે કર્મચારી પોતાની નોકરી છોડવા તૈયાર થઇ ગઇ હતી

અને રાજીનામું ધરી દીધુ હતું પણ એવુ શું બન્યુ તે હજુ સુધી બહાર આવ્યુ નથી કે કર્મચારીનું રાજીનામું ફાડી દેવાયું આના સીવાય પણ અનેક ઘટનાઓ બની છે પણ ડીડીઓ સુધી આ વાત પહોંચી નથી અને જો પહોંચી હોય તો તેને કદાચ નજર અંદાજ કરવામાં આવી હશે પણ હવે

જીલ્લા પંચાયતના વિભાગોમાંથી કર્મચારીઓ ઉપર ત્રાસની અનેક ફરીયાદો ઉઠી છે તો ડીડીઓ તેની નોંધ ગંભીર રીતે લઇને અધિકારીઓ સામે કોઇ પગલા લેશે કે પછી વાત દબાવી દેવાશે તેવી ચર્ચાએ જોર પકડયું છે.

રાજકોટ: જીલ્લા પંચાયના કર્મચારીઓ સાથે અવારોનવાર હેરાન થતા હોવાની ફરીયાદો હવે ધીમે ધીમે જગજાહેર થવા લાગી છે. પરંતુ કર્મચારીઓ ઉપરી અધીકારીથી દબાયેલા હોવાથી ખુલ્લા મનથી વાત બહાર લાવી શકતા નથી પરંતુ હવે આ વાત જીલ્લા પંચાયતના પ્રમુખ ભુપત બોદર પાસે પહોંચી ગઇ છે

અને કર્મચારીઓમાં ચર્ચાઓ થઇ રહી છે કે પ્રમુખને આ વાતની ખબર પડતા તેઓ હવે તેને ધ્યાનમાં લઇને કાયદેસર કાર્યવાહી કરીને કર્મચારીઓને ન્યાય આપાવશે તેવો વિશ્ર્વાસ પણ વ્યક્ત થઇ રહ્યો છે.રાજકોટ: આવી ઘટનાઓ અવાર નવાર બનતી હોય છે

પણ હવે ઘડો ભરાઇ જતા બહાર આવવા લાગી છે અને આવી ઘટનાઓનુ કર્મચારી જાતે વિશ્ર્લેષ્ણ કરીને તારણ મેળવે છે કે આઇસીડીએસના મેડમસર પોતાની બદલી ઇચ્છે છે જેના કારણે વાણીવર્તન અને કર્મચારીઓ સાથે ન શોભે એવુ વર્તન કરે છે કર્મચારીઓમાં જ ચર્ચાઓ થઇ રહી છે

પણ જાહેરમાં આ હકીકતની પુષ્ટિ કરવામાં માગતા નથી. ઉપરી અધીકારીના દબાણને લીધે કર્મચારીઓ મનની વાત મનમાં રાખી દેતા હતા પણ ધીમે ધીમે બધુ બહાર આવે તેવી સંભાવના છેરાજકોટ: જીલ્લા પંચાયના કર્મચારીઓ સાથે થયેલ વાણીવર્તન અને માનસીક ત્રાસની ફરીયાદ

જી.પંચાયના પ્રમુખ સુધી પહોંચતા ભૂપતભાઇ બોદરે તમામ અધિકારીઓ અને કર્મચારીઓની હિંમત વધારતા કહ્યું હતું કે આવી કોઇ પણ ફરીયાદ કોઇના પણ વિભાગમાં હોય તો પ્રમુખ ચેમ્બરના દ્વાર હંમેશા ખુલ્લા જ છે અને તમામની ફરીયાદો સાંભળીને એકશન લેવામાં આવશે.

જો કોઇ ઉચ્ચ અધિકારીઓની પણ ફરીયાદ હોય તો પણ અમારા સુધી કર્મચારીઓ પહોંચાડે એ વાતને ગૃપ્ત રાખશુને અને તપાસ કરીને કાર્યવાહી પણ કરવાની ખાતરી આપીએ છીએ. જી.પંચાયતમાં આપેલ મહીલા કર્મચારીના રાજીનામા ઉપરાંત હોસ્પિટલમાં હોવ

Read About Weather here

છતા રજાની લીવ લેવા બોલાવેલ અધિકારી અને કર્મચારીઓને રૂબરૂ બોલાવીને સોમવારે મિંટીંગ કરવામાં આવશે અને જવાબદાર અધિકારી સામે કડક પગલા પણ લેવામાં આવશે(4)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here