કર્ણાટકનાં શિવમોગામાં બજરંગદળનાં કાર્યકરની હત્યા

કર્ણાટકનાં શિવમોગામાં બજરંગદળનાં કાર્યકરની હત્યા
કર્ણાટકનાં શિવમોગામાં બજરંગદળનાં કાર્યકરની હત્યા

ભારે તંગદિલી: પોલીસ તપાસનો ધમધમાટ શરૂ: શિવમોગા અને અન્યત્ર સજ્જડ સુરક્ષા માટે આરએએફની ટુકડીઓ તૈનાત
બે દિવસ સુધી શાળા અને કોલેજો બંધ રાખવા ગૃહખાતાનો આદેશ: કયાં વિવાદને કારણે હત્યા થઇ કે કેમ એ એંગલથી પણ પોલીસ તપાસ થશે

કર્ણાટકનાં શિવમોગા શહેરમાં ગઈકાલે બજરંગદળનાં એક કાર્યકરની હત્યા કરી નાખવામાં આવતા ભારે તંગદિલી વચ્ચે સજ્જડ સુરક્ષા બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. કડક પ્રતિબંધક આદેશો લાગુ કરી દેવામાં આવ્યા છે.

Visit Saurashtra Kranti Homepage here

પોલીસે જણાવ્યા મુજબ 26 વર્ષની વયનાં હર્ષ નામના કાર્યકરની કરપીણ હત્યા કરી નાખવામાં આવી હતી. તેના પગલે શિવમોગામાં 144મી કલમ લાગુ કરવામાં આવી હતી.
સ્થાનિક પોલીસ અને આરએએફનો મોટો કાફલો સુરક્ષા માટે ખડકી દેવામાં આવ્યો હતો. રાજ્યનાં ગૃહમંત્રી એ.જ્ઞાનેદ્રએ બે દિવસ સુધી શાળા- કોલેજો બંધ કરી દેવાનો આદેશ આપ્યો હતો. તેઓ મૃતકનાં પરિવારજનોને મળ્યા હતા અને ઝડપી પગલા લેવાની ખાતરી આપી હતી.

Read About Weather here

તેમણે કહ્યું હતું કે, 4 થી 5 શખ્સોનાં નામ આ કેસમાં ખુલ્યા છે. પોલીસને પગેરું મળ્યું છે. તપાસ ચાલી રહી છે.ભારે તંગદિલી વચ્ચે સજ્જડ સુરક્ષા બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. કડક પ્રતિબંધક આદેશો લાગુ કરી દેવામાં આવ્યા છે. (2.12)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here