કરાંચી ફરી બ્લાસ્ટથી હચમચી ગયું…!

કરાંચી ફરી બ્લાસ્ટથી હચમચી ગયું…!
કરાંચી ફરી બ્લાસ્ટથી હચમચી ગયું…!
ગુરુવારે આતંકીઓએ પાકિસ્તાનની આર્થિક રાજધાની ગણાતા કરાંચીને નિશાન બનાવ્યું. આતંકી હુમલાઓ થવાનો સિલસિલો યથાવત્ છે.કરાંચીના સદર વિસ્તારમાં યુનાઈટેડ બેકરીની પાસે IED બ્લાસ્ટ કરવામાં આવ્યો હતો. આ વિસ્ફોટમાં એક નાગરિકનું મૃત્યુ થયું, જ્યારે અન્ય 13 લોકો ઘાયલ થયા છે.મીડિયા રિપોર્ટ્સના જણાવ્યા મુજબ, બ્લાસ્ટ એટલો જોરદાર હતો કે આસપાસ ઊભેલી કારમાં આગ લાગી ગઈ હતી. આ સિવાય અહીં આવેલા એપાર્ટમેન્ટ, દુકાનો, કારની બારીઓ તૂટી ગઈ હતી.

Visit Saurashtra Kranti Homepage here

પાકિસ્તાનના વડાપ્રધાને પણ આ ઘટના બાબતે દુઃખ વ્યક્ત કર્યું હતું.

જોકે હજી સુધી કોઈપણ આતંકી સંગઠને આ હુમલાની જવાબદારી લીધી નથી.શહેરના IGP મુશ્તાક અહમદે જણાવ્યું હતું કે શરૂઆતની તપાસમાં એ વાત જાણવા મળી છે કે એક બાઈકની અંદર IED ફિટ કરીને બ્લાસ્ટ કરવામાં આવ્યો હતો. આ સિવાય આ ઘટનામાં એક 25 વર્ષના છોકરાનું મૃત્યું થયું હતું. અન્ય ઘાયલ થયેલા લોકોની હાલ સારવાર ચાલી રહી છે. રાજ્યના મુખ્યમંત્રી મુરાદ અલી શાહે આ મામલામાં વિગતે રિપોર્ટ માગ્યો છે. વડાપ્રધાન શહબાઝ શરીફે પણ આ ઘટના અંગે દુઃખ વ્યક્ત કર્યું હતું. તેમણે આતંકવાદનો સફાયો કરવા માટે રાજ્ય સરકારની સાથે મળીને કામ કરવાની વાત કહી છે.

વિસ્ફોટ એટલો ભયાનક હતો કે આજુબાજુ ઊભેલી ગાડીઓમાં પણ આગ લાગી હતી.

Read About Weather here

બીજી તરફ, શહબાજ સરકારના મંત્રી રાણા સનાઉલ્લાહનું કહેવું છે કે કેન્દ્ર સરકાર આ મામલાની તપાસ માટે સિંઘ સરકારને સંપૂર્ણ સહયોગ કરશે.15 દિવસ પહેલાં જ કરાંચી યુનિવર્સિટીમાં થયેલા આતંકી હુમલામાં 5 લોકોનાં મૃત્યુ થયાં હતાં. હુમલો કન્ફ્યુશિયસ ઈન્સ્ટિટ્યૂટની પાસે એક કારની નજીક થયો હતો. આ હુમલામાં ચીનના 3 પ્રોફેસરનાં પણ મૃત્યુ થયાં હતાં. મૃત્યુ પામનારી ચોથી વ્યક્તિ પાકિસ્તાની ડ્રાઈવર અને પાંચમો ગાર્ડ હતો.અફઘાનિસ્તાનમાં તાલિબાનની સત્તા પરત આવ્યા પછી પાકિસ્તાન આતંકીઓના ટાર્ગેટ પર છે. બીજી તરફ, અફઘાનિસ્તાન તાલિબાન બોર્ડર તેમના માટે પડકાર બની ગઈ છે.પાક સરકારને તહરીક-એ-તાલિબાન પાકિસ્તાન, બ્લોચ લિબરેશન આર્મી, ISIS ખુરાસાનનો સામનો કરવો પડી રહ્યો છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here