કમોસમી વરસાદની આગાહીના પગલે હરાજી બંધ

કમોસમી વરસાદની આગાહીના પગલે હરાજી બંધ
કમોસમી વરસાદની આગાહીના પગલે હરાજી બંધ

જેતપુર માર્કેટ યાર્ડમાં જણસીની ખરીદી સ્થગિત

હવામાન વિભાગે માવઠાની શક્યતાઓ વ્યક્ત કરી હતી એવામાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે છૂટોછવાયો હળવો વરસાદ આવવાની સંભાવનાઓ પણ સેવવામાં આવી રહી હતી. જેતપુર માર્કેટિંગ યાર્ડમાં મગફળી, કપાસ સહિતની ખરીદી સ્થગિત કરવામાં આવી છે.

Visit Saurashtra Kranti Homepage here

હાલમાં ખેડૂતો મગફળી અને અન્ય જણસોની ખરીદી કરવામાં આવી રહી છે. પરંતુ છેલ્લા એકાદ દિવસથી હવામાનમાં પલટો આવતા કમોસમી વરસાદ પડવાની સંભાવના જોતા હાલ પુરતા તકેદારીના ભાગરૂપે આ ખરીદી સ્થગિત રાખવામાં આવેલ છે.

હવામાન ખાતા દ્વારા આપવામાં આવેલ અગાહીના પગલે જણસો વેચવા આવતા ખેડૂતોની જણસો અને યાર્ડમાં પડેલ ખેતરપેદાશો પલળી ન જાય તે માટે તકેદારીના ભાગરૂપે ખરીદી બંધ રખવામાં આવશે.

Read About Weather here

ટેકાના ભાવે ખરીદી ચાલી રહી છે તે પણ સ્થગિત રાખવામાં આવી છે.વરસાદી વાતાવરણ હશે તો હજુ પણ ખરીદી બંધ રાખવામાં આવશે અને વાતાવરણ ચોખ્ખુ થયે પુન: ખરીદી શરૂ કરવામાં આવશે. તેમ માર્કેટ યાર્ડના સુત્રોએ જાહેર કર્યું છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here