કમીશનર સાહેબ બધુ જાણે છે છતા મૌન કેમ..?

કમીશનર સાહેબ બધુ જાણે છે છતા મૌન કેમ..?
કમીશનર સાહેબ બધુ જાણે છે છતા મૌન કેમ..?

રાજકોટ મનપામાં અનેક અધિકારીઓ એક જ જગ્યા પર ચીટકી રહેતા અનેક અનુમાનોની આંધી
16 અધિકારીઓ તો પાંચ-પાંચ વર્ષ થયા એકજ સ્થળે કાર્યરત હોવા પાછળનાં કારણો સર્જી રહ્યા છે રહસ્યનાં વમળો: કોના કહેવાથી અને કોના ખાતર આવા અધિકારીઓને મનગમતા હોદ્દાઓ આપવામાં આવે છે અને ક્યાં ફેવિકોલથી ચોટાડી રાખવામાં આવ્યા છે તેનો જવાબ માંગે છે જનતા
મનપામાં મનગમતા હોદ્દાઓની લહાણીનું આ રહ્યું ચોકાવી દેનારૂ કોષ્ટક1.અલ્પના મેહુલ મિત્રા (સીટી એન્જીનીયર સ્પેશયલ) આવાસ વિભાગ
2.સાગઠીયા મનસુખ ડી. ( આસી.ટાઉનપ્લાનીંગ સીવીલ-ટીપી શાખા)
3.અમિતકુમાર ચોલેરા (આસી./સાંસ્કૃતિક વિકાસ વિભાગ)
4.રાજુ.બી.અજેશ (આસી.એન્જીનીયર સિવિલ-જેએનએનયુઆરએમ)

મયુર ખીમસુરીયા (આસી.મેનેજર ટેક્ષ બ્રાન્ચ)

આકાશ એન. પરમાર (આસી. એન્જીનીયર સિવિલ-ડ્રેનેજ)
7.વિવેક આર. મહેતા (આસી.મેનેજર ટેક્ષ બ્રાન્ચ)
8.ભરતકુમાર બોલાણીયા (ડે.એક્સ ઇનજેર સિવિલ-બાંધકામ)
9.હર્ષલ જી.દોશી (આસી.એન્જી. સિવિલ-ટીપી)
10.ઇમરાન એસ. ડેલા (આસી.એન્જી. સિવિલ-બાંધકામ)
11.વિપુલકુમાર એમ. મકવાણા (ડે.એક્સ એન્જી. સિવિલ-ટીપી)
12.મેહુલ એ. રાઠોડ (આસી.એન્જી સિવિલ-આવાસ યોજના)
13.મૌલીક જે.ટાંક (આસી.એન્જી સિવિલ-બાંધકામ)
14.જતીન એમ. ગેડીયા (આસી.એન્જી સિવિલ-બાંધકામ)
15.વિશાલ એમ.વાગડીયા (આસી.એન્જી સિવિલ-બાંધકામ)
16.ધીરેન નટવરસિંહ કાપડીયા (આસી.એન્જી સિવિલ-બાંધકામ(સૌરાષ્ટ્ર ક્રાંતી કાર્યાલય-રાજકોટ)

રાજકોટ મહાનગરપાલિકામાં અનેક મહત્વનાં અને મલાઈદાર ગણાતા હોદ્દાઓ પર ચોક્કસ અધિકારીઓ અને કર્મીઓ અસાધારણ રીતે લાંબા સમયથી પેધી પડ્યા હોવાના અને સ્થાપિત હિત બની

Visit Saurashtra Kranti Homepage here

જવાથી દરેક પ્રકારની તપાસ અને કાર્યવાહીથી બચી જતા હોવાના પ્રકરણથી મનપા વિશે શહેરનાં નાગરિકોમાં તરેહ-તરેહની ચર્ચાઓ થતી સંભળાઈ રહી છે.રાજકોટ મહાનગરપાલિકામાં ડઝનથી વધુ અધિકારીઓ ચોક્કસ હોદ્ાઓ પર પાંચ-પાંચ વર્ષથી ચિપકી રહયા છે

અને અન્યો અનેક અધિકારીઓ ત્રણ વર્ષ કરતા વધુ સમયથી કેટલાક હોદ્ાઓ પર યથાવત રહયા હોવાથી રાજકોટ શહેરમાં અને જાણકાર વર્તુળોમાં તરેહ તરેહની ચર્ચા, અનુમાનો અને અટકળોના પવન ફુંકાવવા લાગ્યો છે.

રહસ્યમય રીતે મનપસંદ અને મલાઇદાર હોદ્ાઓ પર આવા અધિકારીઓ કયાં કારણોસર ં અત્યાર સુધી સફળ થયા છે. તેના કારણો રહસ્યના વમણો સર્જી રહયા છે. જાણકાર વર્તુળોમાં અંદરખાને જોરશોરથી એવી ચર્ચા થતી પણ સંભળાય છે.

સરકારી ખાતાઓમાં મોટા ભાગે ત્રણ વર્ષના ગાળાબાદ બદલી કરવાની હોય છે પરંતુ મનપામાં કોઇ અકળ કારણોસર સરકારના આ નિયમને ધોળીને પી જવાયો હોય એવું અધિકારીઓના હોદ્ાઓના વર્ષોનું કોષ્ટક જોતા સ્પષ્ટ નજરે તરી આવે છે.

Read About Weather here

મલાઇદાર અને મનપસંદ હોદ્ાઓ પર ચોક્કસ અધિકારીઓને નિયમની ઐસીતૈસી કરીને બેસાડી રાખવા પાછળ કોના આર્શીવાદ છે, કોના કયાં પ્રકારના હિત સમાયેલા છે? એ જાણવાનો રાજકોટની જનતાને અધિકાર છે. પરંતુ અત્યારે તો આ વિષય પર મગનું નામ મરી પાડવા કોઇ તૈયાર થતું નથી

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here