કનકનગરમાં કોળી યુવકની ક્રુર હત્યા કરનારા સગીરાના પિતા સહિત બે પકડાયા

કનકનગરમાં કોળી યુવકની ક્રુર હત્યા કરનારા સગીરાના પિતા સહિત બે પકડાયા
કનકનગરમાં કોળી યુવકની ક્રુર હત્યા કરનારા સગીરાના પિતા સહિત બે પકડાયા

‘તુ મુંછો રાખતો નથી, તુ મારૂ કશું બગાડી નહીં લે, હજુ તારી દીકરીને ભગાડી જઇશ’ કહી મૃતક સતત ધમકી આપતો

પુત્રી 18 વર્ષની થાય તે પૂર્વે જ બન્ને શખ્સોએ હત્યાનો પ્લાન ઘડી અંજામ આપ્યો

માતાજીની રજા લઇ ભુવા સાથે મળી સગીરાના પિતાએ યુવકને છરી-પાઇપ ઝીંકી કાસળ કાઢી નાખ્યું

ઘટનાના સીસીટીવી ફુટેજ વાયરલ થયા બાદ ગણતરીના કલાકોમાં જ ક્રાઇમ બ્રાંચની ટીમે સગીરાના પિતા સહિત બેને ઝડપી લીધેલ.

શહેરના કનકનગર વિસ્તરમાં રાત્રીના આઠેક વાગ્યે સંતકબીર રોડ પર કનકનગર વિસ્તારમાં મિત્ર સાથે ઓટલા પર બેઠેલા રેપ અને પોકસોનાં આરોપીને બાઈક પર આવેલા બે શખ્સોએ ઘાતક હથિયારોનાં આડેધડ ઘા ઝીંકી સરાજાહેર હત્યા નિપજાવી ફરાર થઈ જતા ચકચાર મચી જવા પામી છે. આ ઘટનાનાં સીસીટીવી ફુટેજ વાયરલ થયા બાદ ગણતરીના કલાકોમાં જ ક્રાઇમ બ્રાન્ચની ટીમે સગીરાના પિતા, મેલડી માતાજીના ભુવાની ધરપકડ કરી હતી.મૃતક વિજય ઉર્ફ વિજલોએ સગીરાને 18 વર્ષની થશે એટલે ભગાડી લગ્ન કરી લેશે, તેના મૂછ વગરના પિતાથી કશું નહીં થાય તેવી ધમકી આપતો હોવાથી માનસિક રીતે કંટાળી જઈ સગીરાના પિતા સહિત બે શખ્સોએ હત્યાની ઘટનાને અંજામ આપ્યાની કબૂલાત આપી છે.

Read Local News / Articles : Saurashtra , Gujarat

હત્યાના બનવા અંગે સંતકબીર રોડ પર કનકનગર શેરી 05 માં રહેતા અશ્વિન ઉર્ફ પપુ ધીરુ મેરની ફરિયાદ પરથી થોરાળા પોલીસે કોળી યુવકની હત્યા નિપજાવનાર સુરેશ સવજી સાકરીયા,દિનેશ ઉર્ફ ભુવજી સામે ખૂન, જાહેરનામા ભંગ સહિતની કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Read About Weather here

ક્રાઇમ બ્રાન્ચ તથા થોરાળા પોલીસ સ્ટેશનના પી.આઈ બી.એમ કાતરિયાએ સીસીટીવી ફુટેજના આધારે બન્ને આરોપી રાજકોટ છોડી નાશી જાય તે પૂર્વે જ આરોપી સુરેશ સવજી સાકરીયા ( ઉ.વ 42 રહે.કનકનગર શેરી નંબર 08 ), દિનેશ ઉર્ફ ભુવાજી બચુ રંગપરા ( ઉ.વ 29 રહે. હંસરાજ નગર )ની ધરપકડ કરી હથિયારો કબ્જે કર્યા છે.હત્યા કરનાર બન્ને આરોપીને સીસીટીવી ફુટેજમાં જોઈ શકાય છે કે સુરેશ સાકરીયા સહિત બન્ને આરોપીઓ જે રીતે વિજય પર બેરહેમીથી ઘાતક હથીયારો વડે હુમલો કરે છે તે દ્રશ્યો જોઈ લોકો હતપ્રભ થઈ ગયા હતાં. આ સીસીટીવી ફુટેજ શહેરમાં કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ કેટલી હદે અનિયંત્રિત થઈ ગઈ છે તેની પ્રતિતિ કરાવવા માટે પુરતા છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here