કથિત તોડકાંડના પડઘા:પોલીસ કમિશનર મનોજ અગ્રવાલની જૂનાગઢમાં બદલી

કથિત તોડકાંડના પડઘા:પોલીસ કમિશનર મનોજ અગ્રવાલની જૂનાગઢમાં બદલી
કથિત તોડકાંડના પડઘા:પોલીસ કમિશનર મનોજ અગ્રવાલની જૂનાગઢમાં બદલી

જૂનાગઢના એસઆરપી તાલીમ સેન્ટરમાં બદલી થયા બાદ હવે મનોજ અગ્રવાલ જિલ્લા પોલીસ વડાની પરવાનગી વગર જૂનાગઢ છોડી શકશે નહીં!

મનોજ અગ્રવાલની અપ્રમાણસર મિલ્કતની પણ થશે તપાસ, આક્ષેપ બાદ ઈંઙજ અધિકારીનો સિંગલ ઓર્ડર થયો હોય તેવી પ્રથમ ઘટના

રાજકોટના શહેર પોલીસ કમિશનર પર ધારાસભ્યના તોડબાજી કાંડના આરોપ લગાવ્યા હતા. ત્યારે 26 દિવસ બાદ સીપી મનોજ અગ્રવાલની બદલી કરી દેવામાં આવી છે. રાજકોટ સીપી મનોજ અગ્રવાલની જૂનાગઢ સ્ટેટ રિઝર્વ પોલીસ ફોર્સ ટ્રેનિંગ સેન્ટર ખાતે બદલી કરવામાં આવી છે.

જિલ્લા પોલીસ વડાની પરવાનગી વગર જૂનાગઢ છોડી શકાશે નહીં. ઉપરાંત અપ્રમાણસર મિલકતની તપાસ થશે. અગ્રવાલ સાથે કમિશનકાંડ ભાજપના ધારાસભ્ય ગોવિંદ પટેલ અને સ્થાનિક બિલ્ડરોએ જ રાજકોટ પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ ઉપર રૂપિયા 75 લાખની તોડ કર્યો હોવાનો આક્ષેપ કર્યો હતો.

Read Saurashtra Kranti E-Paper here

આ મામલે ગોવિંદ પટેલે રાજ્યના ગૃહમંત્રી અને મુખ્યમંત્રીને લેખિત ફરિયાદ કરી હતી. જે બાદ રાજ્યના ગૃહ વિભાગ દ્વારા તપાસ કમિટી રચીને તપાસ હાધ ધરાઈ હતી. આ સમય દરમિયાન ગાંધીનગર સીઆઈડીની ટીમે પણ રાજકોટ ક્રાઈમ બ્રાન્ચમાં ધામા નાંખીને તપાસ હાથ ધરી હતી.

રાજકોટ પોલીસ કમિશનર દ્વારા તોડકાંડ મામલે ઘેરાયા બાદ રાજ્ય સરકાર દ્વારા તાત્કાલિક તપાસ કમિટીની રચના કરવામાં આવી હતી. ઈંઙજ વિકાસ સહાયની અધ્યક્ષતામાં બનેલી આ કમિટીએ તપાસના અંગે 200 પાનાંનો રિપોર્ટ ગૃહ વિભાગને સોંપ્યો હતો. તપાસ કમિટીના રિપોર્ટ મનોજ અગ્રવાલની બદલી કરી દેવામાં આવી છે.

તોડકાંડ મામલે રાજકોટના પોલીસ કમિશનર મનોજ અગ્રવાલની 10 ફેબ્રુઆરીના રોજ ગાંધીનગર સ્થિત પોલીસ કરાઈ એકેડમી ખાતે પૂછપરછ કરવામાં આવી હતી, જેમાં મનોજ અગ્રવાલ પર 75 લાખ રૂપિયાની કટકી માટે વિકાસ સહાય દ્વારા પૂછપરછ કરાઈ હતી.મનોજ અગ્રવાલ, ક્રાઈમ બ્રાંચના તત્કાલીન પીઆઈ ગઢવી, પીએસઆઈ સાખરા અને જમાદાર જાડેજા સામે એસીબી તપાસના આદેશ અપાયા છે. તેમની સામે ખાતાકીય કાર્યવાહી થશે અને અપ્રમાણસર મિલ્કત અંગે તપાસ થશે.

આ સાથે જૂનાગઢના એસઆરપી તાલીમ સેન્ટરમાં બદલી થયા બાદ હવે મનોજ અગ્રવાલ જિલ્લા પોલીસની પરવાનગી વગર જૂનાગઢ છોડી શકશે નહીં! તેવું ગાંધીનગર થી સૂત્રો જણાવી રહ્યા છે. હાલ વડોદરા પીટીસીમાં રહેલા પીઆઇ વી.કે. ગઢવી, અમદાવાદ ક્ધટ્રોલમાં ફરજ બજાવતા એસ. વી. સાખરા અને રાજકોટના જમાદાર યોગેન્દ્રસિંહ જાડેજા સસ્પેન્ડ કરી દેવાયા છે.

કથિત તોડકાંડના પડઘા:પોલીસ કમિશનર મનોજ અગ્રવાલની જૂનાગઢમાં બદલી કમિશનર
રાજકોટ ક્રાઇમ બ્રાન્ચના તત્કાલિન પીઆઇ વિરલ ગઢવી અને પીએસઆઈ એસ.બી.સાખરા તેમજ કોન્સ્ટેબલ યોગેન્દ્રસિંહને સસ્પેન્ડ કરાયા

સ્પેશિયલ કમિશનર ખુરશીદને વધારાનો ચાર્જ

કથિત તોડકાંડના પડઘા:પોલીસ કમિશનર મનોજ અગ્રવાલની જૂનાગઢમાં બદલી કમિશનર

રાજકોટ શહેર પોલીસ કમિશનરની બદલી કરવામાં આવી છે. જેથી ખાલી પડેલી જગ્યા માટે વધારાનો હવાલો અન્ય હુકમ ન થાય સુધી ખુરશીદ અહેમદને સોંપવામાં આવ્યો છે. તેઓ સ્પેશિયલ કમિશનર (વહીવટ, ટ્રાફિક અને ક્રાઈમ) ને તેમની હાલની ફરજ ઉપરાંત અન્ય હુકમ ન થાય ત્યાં સુધી તાત્કાલિક અસરથી સોંપવામાં આવી છે.

Read About Weather here

રાજ્ય સરકારના નિર્ણયને આવકારતા ધારાસભ્ય ગોવિંદ પટેલ

કથિત તોડકાંડના પડઘા:પોલીસ કમિશનર મનોજ અગ્રવાલની જૂનાગઢમાં બદલી કમિશનર

રાજકોટ પોલીસ કમિશ્નરની બદલી તેમજ તેમની સામે એ.સી.બી.ની તપાસ તેમજ ક્રાઈમ બ્રાન્ચના 3ને સસ્પેન્ડ કરવાના રાજ્ય સરકારના નિર્ણયને ધારાસભ્ય ગોવિંદભાઇ પટેલે આવકાર સાથે અભિનંદન આપ્યા છે. વધુમાં જણાવ્યું છે કે રાજ્ય સરકારના નિર્ણયને રાજકોટની જનતાએ દિવાળીની જેમ રાત્રે ફટાકડા ફોડીને રાજ્ય સરકારના નિર્ણયને વધાવ્યો છે તે બદલ રાજકોટના નાગરિકોને પણ અભાર.

આ બાબતે રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ, ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંધવી, તેમજ પ્રદેશ ભાજપ અધ્યક્ષો સી.આર.પાટીલને પણ અભિનંદન. ડી.સી.બી. બ્રાન્ચના ત્રણને સસ્પેન્ડ કરવાની સાથો સાથ આ આખા મામલાની તપાસ એ.સી.બી.ને સોંપાયાનો નિર્ણય પણ સમયોચીત છે તેને પણ વધાવીએ છીએ. તેમજ સમગ્ર પોલીસ તોડકાંડ અંગે હિમતપૂર્વક ફરિયાદ દાખલ કરનારા અને તેના મારફત જાગૃતિ લાવનારા સખીયા બંધુઓને પણ અભિનંદન તેમજ ચોથી જાગીર ગણાતી એવી મીડિયા ટીમે પણ આ બાબતે જાગૃતિ બતાવી સત્ય બહાર લાવવા જે પ્રયાસો કર્યા છે તેને પણ અભિનંદન આપું છું.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here