કચ્છ સૌરાષ્ટ્રમાં ગાત્રો ગાળતી ઠંડીનું મોજું, નલિયામાં 2.5

કચ્છ સૌરાષ્ટ્રમાં ગાત્રો ગાળતી ઠંડીનું મોજું, નલિયામાં 2.5
કચ્છ સૌરાષ્ટ્રમાં ગાત્રો ગાળતી ઠંડીનું મોજું, નલિયામાં 2.5

રાજકોટ સહિતનાં ડઝનબંધ શહેરોમાં તાપમાનનો પારો 10 ડિગ્રી થતા ધ્રુજી ઉઠ્યા લોકો, સવારે અને રાત્રે ફૂંકાતા ઠંડા પવનોથી વાતાવરણ બર્ફીલું

કચ્છ સૌરાષ્ટ્ર અને ગુજરાતભરમાં શિયાળો પુર બહારમાં ખીલી ઉઠ્યો હોય તેમ બરફીલા પવન અને સતત ગગડતા જતા તાપમાનને પગલે ઠંડીનું મોજું ફરી વળ્યું છે અને આજે વધુ આકરું બન્યું છે.

Visit Saurashtra Kranti Homepage here

નલિયામાં તો સીઝનની સૌથી આકરી ઠંડી જામી છે અને આજે તાપમાન એકદમ ઘટીને 2.5 ડિગ્રી થઇ જતાં નલિયાની સાથે આખું કચ્છ ધ્રુજી ઉઠ્યું છે.હજુ આગામી ત્રણ દિવસ સુધી કોલ્ડવેવ ચાલુ રહેવાની આગાહી કરવામાં આવી છે.

શીતલહેરથી લોકો થરથરી ઉઠ્યા છે. પરિણામે જેવા સૂર્યનાં કિરણો ક્ષિતીજ પર જઈને સંતાઈ જાય છે તેમ તુરંત જ ઠંડીની ચાદર વાતાવરણમાં પથરાઈ જતાં માર્ગો સુમસામ થઇ જાય છે. રાત્રે વાહન વ્યવહાર પણ સાવ ઘટી જાય છે અને લોકો ઘરોમાં ઢબુરાઈ રહે છે.

સવારે શાળાએ જતા બાળકો પગથી માથા સુધી ગરમ વસ્ત્રોમાં સજ્જ હોય છે. સવારે નોકરી-ધંધે જતા લોકોની પણ આકરી ઠંડીમાં દાંતની કરેરાટી બોલી જાય છે. સમગ્ર વાતાવરણમાં બર્ફીલા પવનથી વાતાવરણ વધુ ઠંડુગાર થઇ જાય છે.

આજે પણ રાજ્યમાં રાજકોટ, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ગાંધીનગર, બનાસકાંઠા વગેરે જિલ્લાઓમાં લઘુતમ તાપમાન ઘટીને 10 ડિગ્રી કે તેથી થોડું ઓછું રહ્યું હતું. અમદાવાદમાં અને સુરતમાં તાપમાન થોડું ઉછડાયું છે

અને અનુક્રમે 12 થી માંડીને 14 ડિગ્રી જેવું નોંધાયું છે. હવામાન ખાતાએ આગાહી કરી છે કે આગામી 48 કલાકમાં તાપમાનનો પારો ખૂબ નીચે આવશે અને કોલ્ડવેવ શરૂ થઇ જશે. જનજીવન જાણે કે ઠુંઠવાય ગયું હોય તેવા દ્રશ્યો જોવા મળે છે.

Read About Weather here

માનવી તો ઠીક પશુ-પંખીઓ પણ કાતિલ ઠંડીથી ઠુંઠવાઈ ગયા છે. રાજસ્થાન અને ઉતર ભારતનાં કેટલાક રાજ્યોમાં માસાન્તે માવઠું થવાની આગાહી પણ થઇ છે. આથી ઠંડીનો વધુ આકરો રાઉન્ડ આવી શકે છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here