કચ્છ-મોરબીના સાંસદ સામે અપ્રમાણ સંપત્તીના આક્ષેપોથી ખળભળાટ! ઇડી તપાસમાં ઝુકાવશે

કચ્છ-મોરબીના સાંસદ સામે અપ્રમાણ સંપત્તીના આક્ષેપોથી ખળભળાટ! ઇડી તપાસમાં ઝુકાવશે
કચ્છ-મોરબીના સાંસદ સામે અપ્રમાણ સંપત્તીના આક્ષેપોથી ખળભળાટ! ઇડી તપાસમાં ઝુકાવશે

ર014-ર1 ના ટૂંકાગાળામાં પરિવાર સહિતના મળતીયાની સંપતિ અસંભવ વધારાની તપાસ સંભવ?
અભેધ ઔદ્યોગિક સામ્રાજ્યનાં પાયા હચમચશે?: સ્ફોટક વિગતો: ખાણ- ખનીજ, ટ્રાન્સપોર્ટ, હોટેલ, ઉદ્યોગો, શીપીંગ કંપનીઓ સહિત તમામ ક્ષેત્રમાં એકહથ્થુ શાસન? અંતભણી…??

કરછના સાંસદ વિનોદ ચાવડા અને તેના પરિવારના સભ્યોની સંપત્તીમાં ર014 પછી થયેલા અસામાન્ય અને અસંભવ વધારા સામે કરછ અગેઇન્સ કરપ્શનના ચીફ ઓર્ગેનાઇઝર ધીરજ રૂપાણીએ આક્ષેપો કરતા ગંભીર સવાલો ઉઠવ્યા છે. અને ઇડી સહિતની સરકારી એજન્સીને લેખીતમાં રજુઆત થતા સમગ્ર સોૈરાષ્ટ્ર કરછમાં ભારે ખળભળાટ મચી જવા પામ્યો છે.

Visit Saurashtra Kranti Homepage here

કરછના સાંસદ વિનોદ ચાવડા પર વખતો વખતે સંપતિ સંબંધે ગંભીર આરોપો લાગતા રહ્યા છે. તેઓ સામે આ વખતે કરછ અગેઇન્સ કરપ્શનના સંયોજક ધીરજ રૂપાણીએ મોરચો ખોલ્યો છે.

ધીરજભાઇ રૂપાણીએ ઇડી દિલ્હી-અમદાવાદ, સીજીએસટી ગાંધીધામ અને ભૂજ, ચીફ કમિશનર ઇન્કમટેક્ષ અમદાવાદ, સહિતની એજન્સીઓને લેખિતમાં રજુઆત કરી છે. હાલમાં કરછના સાંસદ વિનોદ ચાવડા શીપીંગ, ખાણ ખનીજ, રીયલ એસ્ટેટ, જમીન કૌભાંડ, ટ્રાન્સપોર્ટ તથા અન્ય ક્ષેત્રોમાં ખૂબજ મોટા પાયે તેમના પરીવારના સભ્યો તેમના રાજકીય મળતિયાઓ દ્વારા ભ્ર્રષ્ટાચાર આચરાઇ રહ્યો છે. જેના પરિણામે કરછ જીલ્લામાં સંસાધનો અને આવકનો સ્ત્રોત ચોક્કસ સ્થાપિત હિતો ધરાવે છે. જેના બેનામી વ્યવહારોના પરિણામે જીએસટી અને આવકવેરા તથા અન્ય કરચોરીના પરિણામે સરકારી તિજોરીને વ્યાપક નુકશાન થતું હોવાનો ગંભીર આક્ષેપ ધીરજભાઇ રૂપાણી કર્યો હતો.

Read About Weather here

કરછના સાંસદ વિનોદ ચાવડા ના વ્યવસાયીક પ્રતિષ્ઠાનો તથા કંપનીઓના વ્યવહારો, તેઓની સંપતી તેમજ આવક જાવકનો સર્ચ અભિયાન હાથ ધરવા માંગણી ઉઠાવી છે.
ધીરજભાઇ રૂપાણીએ ઉઠાવેલા સવાલો ઘણા ગંભીર છે તેઓ જણાવે છે કે ર014 પછી સાંસદ અને તેના પરિવારના સભ્યોની આવકમાં થયેલો ધડાકા બંધ વધારો અકલ્પનીય છે. કરછ અગેઇન્સ કરપ્શનના સંયોજકે ઉઠાવેલા મુદ્દાઓ ઘણા વિસ્ફોટક છે. તેઓની માંગના અનુસંધાને ઇડી કે સીબીઆઈ સક્રિય થશે ? એવો પ્રશ્ર્ન સ્થાનિકોમાં ચર્ચાઇ રહ્યો છે. શું કેન્દ્રનું ઈન્કમટેક્ષ ખાતું તેમજ સેન્ટ્રલ જીએસટી આક્ષેપો સંદર્ભે સ્વત: જાગૃત થઇ કોઇ સીટની રચના કરશે ખરા?? ધીરજ રૂપાણીના આક્ષેપો અને તેમણે રજુ કરેલા પુરાવા ઘણા સંવેદનશીલ અને સ્ફોટક છે. કરછના સાંસદ વિરૂઘ્ધ વખતો વખત ગંભીર આક્ષેપો થઇ રહ્યા છે. આગામી દિવસોમાં કરછના સાંસદ શ્રી સંબંધિત વિગતવાર અને સિલસિલાવાર માહિતીઓનો એપીસોડ પ્રસિઘ્ધ થશે. વધુ વિગતો માટે રાહ જુઓ આવતીકાલના સૌરાષ્ટ્ર કાંતીના અંકની.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here