કચ્છથી સેંકડો ગાયોને રતનપર-ન્યારામાં મુકામ

કચ્છથી સેંકડો ગાયોને રતનપર-ન્યારામાં મુકામ
કચ્છથી સેંકડો ગાયોને રતનપર-ન્યારામાં મુકામ

ઉનાળાના આરંભ સાથે જ પશુઓના નિભાવનો પ્રાણ પ્રશ્ર્ન
કરૂણા ફાઉન્ડેશન ટ્રસ્ટ અને રાજકોટ એનિમલ હેલ્પલાઈન દ્વારા દાતાઓને અબોલ જીવો માટેના સેવાયજ્ઞમાં સહભાગી બનવા અપીલ

કચ્છ જિલ્લાનાં રાપર તાલુકાનાં પશુપાલકોની ગાયોને પશુ પાલકો 7 થી 8 માસ વન વગડામાં ચરાવવા લઈ જાય છે, પરંતુ આ ગરમીનાં 4-5 માસ સુધી ગાયોને ચરવા માટે કંઈ જ મળતું નથી. આ માટે દર વર્ષે કરૂણા ફાઉન્ડેશન ટ્રસ્ટ, એનિમલ હેલ્પલાઇન-રાજકોટ દ્વારા ઉનાળાનાં સમયમાં ગાય માતાનાં ઘાસચારા માટેની વ્યવસ્થા કરી આપવામાં આવે છે.
આ વર્ષે તો રાપર તાલુકાની ગાયો રતનપર અને ન્યારા પણ આવી છે તો આ ઉનાળા દરમિયાન તેમનાં ઘાસચારાની વ્યવસ્થા પણ કરૂણા ફાઉન્ડેશન ટ્રસ્ટ એનિમલ હેલ્પલાઇન-રાજકોટ દ્વારા થઈ રહી છે. કચ્છની ગાયો હવે આપણા જિલ્લામાં પણ પધારી છે તો તેમનાં ખોરાક અને પાણી માટે સમાજને અનુદાનની અપીલ કરવામાં આવી છે.

Visit Saurashtra Kranti Homepage here

જ્યારે ધર્મની બાબતમાં કોઈને કંઇક કરવાની ભાવના થાય ત્યારે અબોલ જીવો માટે કરૂણા દાખવી તેના ખોરાક અને પાણી માટે જરૂરથી અનુદાન કરવું જોઈએ. કેમ કે તેઓને ખોરાક ઉગાડતા કે જમીનમાંથી પાણી કાઢતા નથી આવડતું માટે સૃષ્ટિની રક્ષા અને સંવર્ધન માટે સમાજને જ જાગૃત થવું પડશે. જો આ પ્રમાણે ગાય માટે ખોરાક પાણીની વ્યવસ્થા નહિ થાય તો પશુપાલકો ગાયોને ઘાસચારો પૂરો પડે તે માટે છુટી મૂકી દેશે અને પછીથી ગૌશાળા અને પાંજરાપોળોમાં પશુઓનાં સંવર્ધનથી લઈને તેમની ખાવાપીવાની વ્યવસ્થા તેમજ વેટરનરી બધું જ સમાજને સાચવવું પડશે અને જો એમ નહીં થાય તો રસ્તામાં એમનેમ ફરતી ગાય ખોરાકમાં કોઈ પણ રસ્તે પડેલી ચીજવસ્તુઓ લેશે જેનાં કારણે તેમનું આરોગ્ય જોખમાશે અને તેમનું દૂધ પીવાથી તેમનાં બાળકો અને માનવનું પણ ભવિષ્ય પણ જોખમાશે.

Read About Weather here

આ માટે આ દિશામાં જેટલું જલ્દીથી જાગૃત થઈએ એટલું પર્યાવરણનું સંવર્ધન કરી શકાશે. અનુદાનની રકમનો ઉપયોગ ગાયમાતાનાં ઘાસચારાની વ્યવસ્થા કરવા માટે જ થશે જેનાં ફોટો અને વીડિયો પણ દાતાને મોકલવામાં આવશે. આ અંગે વિશેષ માહિતી માટે કરુણા ફાઉન્ડેશન, એનિમલ હેલ્પલાઈન-રાજકોટનાં રમેશભાઈ ઠક્કર (મો.9909971116), મિત્તલ ખેતાણી (મો.98242 21999), પ્રતિક સંઘાણી (મો.99980 30393) નો સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here