કચરાના ઢગલામાંથી કોરોના રસીના ડોઝ મળ્યા !

કચરાના ઢગલામાંથી કોરોના રસીના ડોઝ મળ્યા !
કચરાના ઢગલામાંથી કોરોના રસીના ડોઝ મળ્યા !

ઉકરડામાંથી મળેલી રસીના પગલે રાજ્ય સરકાર દ્વારા આરોગ્ય તંત્રની ટીમની પૂછપરછ હાથ ધરવામા આવી
સુરેન્દ્રનગર આરોગ્ય વિભાગની મુખ્ય કચેરીની બાજુમાં જ

સુરેન્દ્રનગર જિલ્લામાં આરોગ્યતંત્રની નબળી કામગીરી સામે આવી છે, જેને લઇને શહેરી વિસ્તારના લોકોમાં ચકચાર મચી જવા પામ્યો છે. ત્યારે કોરોનાની વૈશ્ર્વિક મહામારી સામે લડવા માટે સરકાર દ્વારા કરોડો રૂપિયાના ખર્ચે કોરોના સામે રક્ષણ મેળવતી રસી બનાવવામાં આવી છે

Visit Saurashtra Kranti Homepage here

અને લોકો સુધી આપવામાં આવી છે. તેવા સંજોગોમાં સુરેન્દ્રનગર આરોગ્ય વિભાગની અલગ અલગ ટીમો દ્વારા ગામડાઓમાં પણ રસી પહોંચાડવામાં આવી રહી છે.જ્યારે ઉલ્લેખનીય છે કે શનિવારે સાંજના સમય દરમ્યાન સુરેન્દ્રનગર શહેરની જ આરોગ્ય વિભાગની મુખ્ય કચેરી આવેલી છે

તેની બાજુમાંથી જ કોરોના રસી ના ડોઝ ઉકરડામાંથી મળી આવ્યા છે. ઉકરડામાંથી મળેલ રસીની તારીખ પણ હજુ આવી નથી ત્યારે આરોગ્ય વિભાગ દ્વારા રસી ઉકરડામાં ફેંકી દેવામાં આવી હોવાના પુરાવાઓ સામે આવ્યા છે.

તેવા સંજોગોમાં સુરેન્દ્રનગર આરોગ્ય અધિકારી અને આ મામલે ઉચ્ચતર કક્ષાથી તપાસ કામગીરી હાથ ધરવામાં આવી છે કારણ કે સરકાર દ્વારા કોરોનાની રસી જે પહોંચાડવામાં આવે છે, તે લોકોના રક્ષણ માટે પહોંચાડવામાં આવે છે.

સુરેન્દ્રનગર શહેરમાં રોજના અંદાજીત 16 હજારથી વધુ લોકોને કોરોનાની રસી આપવામાં આવી રહી છે અને અત્યાર સુધીમાં 20 લાખથી વધુ લોકોને કોરોનાની રસી આરોગ્ય તંત્રની ટીમ દ્વારા રણ વગડામાં જઈ અને લોકોને આપી છે

પરંતુ આરોગ્ય વિભાગની બેદરકારીઓ પણ સામે આવતી જઈ રહી છે તેવા સંજોગોમાં આરોગ્ય કચેરીની બાજુના ઉકરડામાંથી કોરોના રસીના ડોઝનો જથ્થો મળી આવ્યો છે. પરંતુ હજુ સુધી ઘટનાને ત્રણ દિવસ બાદ પણ આરોગ્ય તંત્રની ટીમ આ મામલે અજાણ બની છે

અને લોકોએ તો આ કોરોના રસી નો જથ્થો જોયો જ છે અને સોશિયલ મીડિયા ઉપર પણ ફોટા વાયરલ કર્યા છે પરંતુ તે છતાં પણ આરોગ્ય વિભાગની ટીમ હજુ સુધી ઉકરડામાં ફેંકી દેવામાં આવેલા કોરોના રસી ના જથ્થાને શોધી શકી નથી.

ઉકરડામાંથી મળેલી રસીના પગલે રાજ્ય સરકાર દ્વારા આરોગ્ય તંત્રની ટીમને પૂછપરછ હાથ ધરવામાં આવી છે તેવા સંજોગોમાં હજુ સુધી આરોગ્ય તંત્રના મુખ્ય અધિકારીઓને એ બાબતની જાણકારી નથી કે આ કયા ઉકરડામાંથી કોરોના રસી નો જથ્થો મળી આવ્યો છે

Read About Weather here

તેની તપાસ કામગીરી કરવા આરોગ્યતંત્રની ટીમોએ વહેલી સવારથી રસીકરણ કેન્દ્રોના મુખ્ય અધિકારીઓનો સંપર્ક સાધ્યો છે અને જે કોરોના ની રસી આપવામાં આવી રહી છે તેની તમામ વિગત આરોગ્ય ઓફિસ સુધી પહોંચાડવા સૂચના અપાઇ છે.(15)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here