ઓસ્કર 2022 થપ્પડ વિવાદ…!

ઓસ્કર 2022 થપ્પડ વિવાદ…!
ઓસ્કર 2022 થપ્પડ વિવાદ…!
વિલ સ્મિથે કહ્યું હતું, ‘કોઈ પણ પ્રકારની હિંસા બરબાદ કરી દેતી હોય છે. એકેડમી અવોર્ડ્સમાં મારું વર્તન સ્વીકારી શકાય તેવું નહોતું. ઓસ્કર 2022માં લોકપ્રિય એક્ટર વિલ સ્મિથે પેઝેન્ટર ક્રિસ રોકને થપ્પડ મારી હતી. પ્રેઝેન્ટર ક્રિસે વિલની પત્નીના વાળ પર કમેન્ટ કરી હતી. આ વાત પર વિલ રોષે ભરાયો હતો. તે ઊભો થઈને સ્ટેજ પર આવ્યો હતો અને પછી ક્રિસ રોકને તમાચો મારી દીધો હતો. જોકે, હવે વિલ સ્મિથે સો.મીડિયામાં લેખિતમાં માફી માગી હતી.વિલ સ્મિથે હવે સો.મીડિયામાં લેખિત માફી માગી હતી.  તેના માટે હું કોઈ બહાનું આપીશ નહીં. મારા હિસાબે મજાક અમારા કામનો જ એક ભાગ છે, પરંતુ જેડાની મેડિકલ કન્ડિશન પરની મજાક હું સહન કરી શક્યો નહીં અને ભાવુક થઈને મેં પ્રતિક્રિયા આપી.’વધુમાં એક્ટરે કહ્યું હતું, ‘ક્રિસ, હું જાહેરમાં તારી માફી માગું છું. મેં મર્યાદા પાર કરી અને હું ખોટું હતો. હું શરમ અનુભવું છું.

Visit Saurashtra Kranti Homepage here

હું જે બનવા માગું છું, તેવી હરકત મેં ગઈ કાલે કરી નહોતી. આ દુનિયામાં હિંસાને કોઈ સ્થાન નથી.”હું એકેડમીની પણ માફી માગું છું. શોના પ્રોડ્યૂસર્સ, ઇવેન્ટમાં આવેલા તમામ મહેમાનો, આ શો જોતા દુનિયાભરના દર્શકો, વિલિયમ્સ પરિવારની માફી માગું છું. મારા ‘કિંગ રિચર્ડ’ પરિવારની પણ માફી માગું છું. અફસોસ છે કે મારા વ્યવહારે શોની સફરમાં કાળો ડાઘ પાડી દીધો.’ક્રિસ રોકે ફિલ્મ ‘જી આઈ જેન’ અંગે વિલ સ્મિથની પત્ની જેડા પિન્કેટ સ્મિથની મજાક ઉડાવી હતી. તેણે જેડાના લુક પર કમેન્ટ કરતાં કહ્યું હતું કે જેડા ફિલ્મના બીજા ભાગની રાહ જોઈ શકતી નથી, કારણ કે ફિલ્મમાં લીડ એક્ટ્રેસનો લુક બાલ્ડ હતો.

જોકે, જેડાએ એલોપીસિયા (માથામાં ઉંદરી થવી, એક જાતની બીમારી)ને કારણે વાળ કઢાવી નાખ્યા હતા. પત્નીની આ રીતે મજાક થતાં વિલ ગુસ્સે થયો હતો અને ચાલુ શોમાં ક્રિસને તમાચો મારી દીધો હતો.વિલની આ હરકતથી સો.મીડિયા યુઝર્સે પણ નવાઈમાં મૂકાઈ ગયા હતા. તમાચો પડ્યા બાદ ક્રિસ પણ એકાદ બે મિનિટ માટે કંઈ જ બોલી શક્યો નહોતો. વિલે રોકને કહ્યું હતું કે તે તેની પત્નીનું નામ બીજીવાર ના લે અને ક્રિસે જવાબ આપતા કહ્યું હતું કે તે હવે આવું ક્યારેય નહીં કરે. અવોર્ડ સેરેમનીમાં સામેલ મહેમાનો, ટીવી દર્શકો તથા સો.મીડિયા યુઝર્સ શૉક્ડ થઈ ગયા હતા.

Read About Weather here

વિલ તથા ક્રિસ સો.મીડિયામાં ટ્રેન્ડ થવા લાગ્યા હતા.વિલ સ્મિથને આ વર્ષે ફિલ્મ ‘કિંગ રિચર્ડ’ માટે નોમિનેટ કરવામાં આવ્યો હતો. વિલે આ ફિલ્મ માટે બેસ્ટ એક્ટરનો અવોર્ડ જીત્યો હતો. ફિલ્મમાં ટેનિસ પ્લેયર સેરેના વિલિયમ્સ તથા વીનસ વિલિયમ્સના પિતા રિચર્ડની વાત કહેવામાં આવી છે. તેમણે પોતાના જુનૂનથી બાળકોને સારા પ્લેયર બનાવ્યા છે. તે પોતાના સાથી નોમિનીની પણ માફી માગે છે. આર્ટ રિયલ લાઇફ બતાવે છે. તે રિચર્ડ વિલિયમ્સની જેમ પાગલ પિતા જેવો દેખાય છે, પરંતુ પ્રેમ તમારી પાસે પાગલપંતી કરાવે છે.આ ફિલ્મમાં વિલની એક્ટિંગના વખાણ કરવામાં આવ્યા હતા.ઓસ્કર લેતા સમયે વિલે ક્રિસ રોકની માફી પણ માગી હતી. તેણે કહ્યું હતું કે તે એકેડેમીની માફી માગે છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here