ઓસમ ડુંગરે 18મીએ આરોહણ-અવરોહણ સ્પર્ધા

ઓસમ ડુંગરે 18મીએ આરોહણ-અવરોહણ સ્પર્ધા
ઓસમ ડુંગરે 18મીએ આરોહણ-અવરોહણ સ્પર્ધા

વિજેતાઓને પુરસ્કાર અને પ્રમાણપત્ર વિતરણ કરાશે

ધોરાજી પાટણવાવ સ્થિત ઓસમ પર્વતમાં આગામી તા. 18-2-2022 ના રોજ આરોહણ અવરોહણ યોજવામાં આવશે જેના માટે સ્પર્ધકોએ તા.17-2-2022 ના રોજ સાંજે 3 વાગ્યાથી 5 વાગ્યા સુધીમાં ઓસમ પર્વત તળેટી, મુ. પાટણવાવ, તા. ધોરાજી જી. રાજકોટ ખાતે કરાવવાનું રહેશે જે બાદ તા. 18-2-2022 માં રોજ સવારે 7:30 કલાકે સ્પર્ધા શરૂ થશે જેથી તમામ સ્પર્ધકોએ સવારે 6 વાગ્યે સ્થળ પર હાજર રહેવાનું પણ જણાવાયું હતું અને સમગ્ર સ્પર્ધા પૂર્ણ થયા બાદ 10 કલાકે વિજેતાઓને પુરસ્કાર તેમજ પ્રમાણપત્ર વિતરણ કાર્યક્રમ યોજવામાં આવશે.

Visit Saurashtra Kranti Homepage here

આ કાર્યક્રમમાં ભાઈઓ માટેના નિવાસ સ્થાન માટે પાટણવાવ ખાતેની શ્રી કડવા પટેલ સમાજની વાડી ખાતે રાખવામાં આવેલ છે તેમજ બહેનો માટે પાટણવાવના શ્રી જૈન દેરાસર ખાતે રાખવામાં આવેલ છે. આ બાબતે સ્થાનિક સંપર્ક માટે આર.કે. ચૌધરી (પ્રા.યુ.વી.અધિ.) મો. 87359 09374 અને આર.એલ. લકુમ (પ્રા.યુ.વી.અધિ.) મો. 9723290545 નો સંપર્ક કરવો તેમજ નિવાસ સંપર્ક માટે ડો. રવજીભાઈ બી. સરવૈયા મો. 8840483461 નો સંપર્ક કરવા અંગે જણાવાયું હતું.

Read About Weather here

આ સાથે સ્પર્ધા દરમિયાન સરકારની કોરોના અંગેની ગાઈડલાઈન ચુસ્તપણે પાલન કરવાનું રહેશે. ઉપરાંત નિયત સમયમર્યાદામાં મળેલ અરજીપત્રક અને જરૂરી પાત્રતા ધરાવતા સ્પર્ધકોએ જ ભાગ લેવા દેવામાં આવશે તેમજ સ્પર્ધકોએ પોતાની જવાબદારી સાથે સ્પર્ધામાં ભાગ લેવાનો રહેશે. કોઈપણ જાનહાનિ થશે તો તેમની જવાબદારી પણ જે તે સ્પર્ધકની રહેશે ઉપરાંત દરેક સ્પર્ધકોએ રિપોર્ટની સાથે રૂા.200 ડિપોઝિટ પેટે જમા કરાવવાના રહેશે જે સ્પર્ધા પૂર્ણ થયા બાદ રિપોર્ટિંગ સ્થળ/કાર્યાલય પરથી પરત મેળવી લેવાના રહેશે તેવું પણ તેમની યાદીમાં જણાવવામાં આવ્યું હતું.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here