ઓલમ્પસ હોસ્પિટલના ચોથા માળે ખડકાયેલ ડોમ ગેરકાયદેસર

હોસ્પિટલના યુ.પી.એસ વિભાગમાં આગ ભભૂકતા અફરા-તફરી, 23 દર્દીનાં જીવ તાળવે ચોટયા

ફાયરની ટ્રેનીગ લેનાર મેડીકલ સ્ટાફ જ દર્દીને રેઢા મૂકી જીવ બચાવવા નીચે ભાગ્યો? અંતે ફાયર બ્રિગેડ-પોલીસે 23 દર્દીનાં જીવ બચાવ્યા: એ.સી, 40 બેટરીમાં લાગેલી આગ પર જીવના જોખમે કાબુ મેળવ્યો

રાજકોટના વિધાનગર મેઈન રોડ પર આવેલી ઓલમ્પસ હોસ્પિટલમાં રાત્રીના સમયે ચોથા માળે બેટરીરૂમમાં આગ ભંભૂકયાની જાણ થતાં ફાયરબ્રિગેડના ડેપ્યુટી સી.એફ.ઓ સહિત 14 લોકોના સ્ટાફે દોડી જઇ ત્રણ કલાસ સુધી જહેમત ઉઠાવી આગ પર કાબુ મેળવ્યો હતો.

આગ પર કાબુ મેળવવા માટે ઇલેક્ટ્રિક લાઇન બંધ કરવી પડતા કોવિડ દર્દી સહિત 23 દર્દીઓના જીવ તાળવે ચોંટી ગયા હતા. મેડિકલ સ્ટાફને આગ લાગ્યાની જાણ થતાં આઇસીયુમાં દર્દીને રેઢા મૂકી ગ્રાઉન્ડ ફ્લોરમાં દોડી આવતા દર્દીના સગા સબંધીએ દેકારો મચાવ્યો હતો.

Subscribe Saurashtra Kranti here

આગની ઘટના પર ઢાંક પીછોળો કરવા માટે એમ.ડી સહિતના મેનેજમેન્ટ વિભાગે ફોન સ્વીચઓફ કરી દઈ ભવાની સિક્યુરિટીના ઇન્ચાર્જ સહિતના સ્ટાફને ગેટ પર ખડકી દીધો હતો. આગની ઘટનાની ફાયર બ્રિગેડમાંથી જાણવા મળતી વિગતો મુજબ રાત્રીના સમયે 4:00 વાગ્યાની આસપાસ ઓલમ્પસ હોસ્પિટલમાં કોવિડ વોર્ડની પાસે આગ ભંભૂકીયાની અંગેનો ડો. ધવલ ગોસાઈ દ્વારા ફાયર કન્ટ્રોલ રૂમમાં જાણ કરવામાં આવતા ફાયર બ્રિગેડના ચીફ ઓફિસર બી.જે.ઠેબા, ડેપ્યુટી સી.એફ.ઓ ઈલિયાસ ખેર સહિત મીની ફાયર બ્રિગેડનો 14 જણાનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો. ઓલમ્પસ હોસ્પિટલમાં ફાયર વિભાગના સ્ટાફ પ્રવેશતાની સાથે મેડિકલ સ્ટાફ, સિક્યુરીટી સ્ટાફ , ડોકટર ધવલ ગોસાઈ સહિતનો સ્ટાફ નીચે ગ્રાઉન્ડ ફ્લોરમાં જોવા મળ્યો હતો.

ચોથા માળે છાપરાના બનાવેલા શેડમાં યુ.પી.એસ રૂમનું નિર્માણ કરવામાં આવ્યું હતું. જેમાં રાત્રીના સમયે એ.સીમા શોર્ટ સર્કિટ બાદ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા 40 નંગ બેટરીના વાયરો પણ ભડભડ કરતા સળગી ઉઠ્યા હતા. ફાયર બ્રિગેડના સ્ટાફે તાકીદે ફાયર એસ્ટીગયુઝર વડે આગ પર મારો ચલાવી આગ ઓલવવાનો પ્રયાસ કર્યો હતો.પરંતુ મોટી જાનહાનિ ટાળવા માટે ફાયર બ્રિગેડના સ્ટાફે ઇલેક્ટ્રીક લાઇન બંધ કરી દઈ પકડ જેવા હથિયારો વડે વાયરો કાપી નાંખ્યા હતા.

અગ્નિશામક સાધનો વડે એક કલાક સુધી આગ પર કાબુ મેળવ્યો હતો. આગની ઘટનામાં ફાયર બ્રિગેડના સ્ટાફે સમય સુચકતા દાખવી સફાયના મશીનો, ઓપરેશન સાધનો,સ્ટોરરૂમને બચાવી લીધો હતો. આગમાં એક એસી,40 નંગ બેટરી અન્ય રૂમના વયરીગ સળગી ગયા હતા.ચોથા મળે અંદાજીત રૂપિયા 1,50,000 નું નુકશાન થયું હતું. મનપાની ટીપી શાખાના અધિકારી એમ.ડી.સાગઠીયાએ જણાવ્યું હતું કે, ઓલમ્પસ હોસ્પિટલના ચોથા માળે ખડકાયેલ પતરાનો ડોમ ગેરકાયદેસર છે. હોસ્પિટલના સંચાલકે મંજુરી કેમ લીધી નથી એ અંગે તપાસ કરી હતી.

Read About Weather here


એમ.ડી મિહિર તન્નાએ ફોન સ્વીચઓફ કરી દીધો

ઓલમ્પસ હોસ્પિટલમાં રાત્રીના સમયે લાગેલી આગની ઘટનાને છુપાવવા માટે ડાયરેકટર એન્ડ ચીફ ઇન્ટરવેંશનલ કાર્ડિયોલોજીસ્ટ મિહિર તન્ના, એમ.ડી જયેશ ભાનુશાલીએ ફોન સ્વિચ ઓફ કરી દીધા હતા. ઓલમ્પસ હોસ્પિટલમાં કોઈ પણ જવાબદાર વ્યક્તિ નહિ મળતા પોલીસ , ફાયર બ્રિગેડ વિભાગ, દર્દીના પરિવારજનો પણ ધધે લાગ્યા હતા. જ્યારે મેડિકલ સ્ટાફ સહિતના સ્ટાફે પણ અજાણ બની જવાબદારી થી હાથ ખખેરી લીધા હતા. અંતે જવાબદારીની ફેંકાફેકી કરીને ભવાની સિકીયુરિટ એજન્સીના ચિરાગ પોરિયા સહિતના સ્ટાફને ખડકી દીધો હતો.


ટ્રેનિંગ લીધી પણ ટાંણે જ કામ નો આવી!!

ઓલમ્પસ હોસ્પિટલમાં આઇસીયું વોર્ડમાં હાર્ટ સર્જરી કરેલા દર્દી, કોવિડ રૂમના કુલ 23 દર્દીને રેઢા મૂકીને ડોકટર અને મેડિકલ સ્ટાફ નીચે ગ્રાઉન્ડ ફ્લોરમાં ઉતરી ગયો હતો.એકાએક મેડિકલ સ્ટાફ નીચે ભાંગતો જોઈ દર્દીને કોઈ આકસ્મિક ઘટના બન્યાની જાણ થતાં દર્દીઓના જીવ તાળવે ચોંટી ગયા હતા. થોડા સમય પૂર્વે જ આગ બુઝાવવા માટેની ફાયર વિભાગે ટ્રેનિંગ આપી હતી.પરંતુ ટ્રેનિંગ ટાંકણે જ કામ આવી ન હતી.તો બીજી બાજુ નીચે મેડિકલ સ્ટાફને આંટાફેરા કરતા જોઈ અને ફાયર બ્રિગેડને જોઈ દર્દીના પરિવારજનોએ થોડા સમય માટે હોબાળો મચાવી દીધો હતો. જો કે આગને બુઝાવ્યા બાદ ફાયર સ્ટાફે તમામ વોર્ડમાં ઇલેક્ટ્રિક શોર્ટ સર્કિટ અંગે ચકાસણી હાથ ધરી હતી.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here