ઓર્ગેનિક ફૂડની ખરીદી ન કરો…!

ઓર્ગેનિક ફૂડની ખરીદી ન કરો...!
ઓર્ગેનિક ફૂડની ખરીદી ન કરો...!
ડિમાન્ડ એન્ડ સપ્લાયના નામે માર્કેટમાં પણ ઓર્ગેનિક ફૂડનું લટકણિયું ધરાવતી અનેક પ્રોડક્ટ્સ ઠલવાઈ ગઈ છે, જે નોર્મલ કરતાં અનેકગણા ઊંચા ભાવે વેચાઈ રહી છે.

Visit Saurashtra Kranti Homepage here

શૉકિંગ વાત એ છે કે એમાંથી ઘણી પ્રોડક્ટ્સમાં પેકેટ પરનાં નામ સિવાય કશું જ ઓર્ગેનિક હોતું નથી. જોગાનુજોગ આજે એટલે કે 16 ઓક્ટોબરનો દિવસ ‘વર્લ્ડ ફૂડ ડે’ તરીકે ઊજવાઈ રહ્યો છે.

આ નિમિત્તે જાણીએ કે આપણે જેને ઓર્ગેનિક માનીને હેલ્થ સુધારવા માટે હોંશે હોંશે ખરીદી લાવીએ છીએ એ ખરેખર કેટલા ઓર્ગેનિક છે. કોરોનાની એન્ટ્રી થતાં ‘ઈમ્યુનિટી’ શબ્દની સાથે બીજો કોઈ શબ્દ, જેની બોલબાલા વધી ગઈ હોય તો એ ‘ઓર્ગેનિક ફૂડ’ છે.

અત્યારસુધી ઓર્ગેનિક ફૂડનો ઉપયોગ થતો જ હતો, પરંતુ કોરોનાની એન્ટ્રી બાદ ઈમ્યુનિટી બૂસ્ટ કરવા માટે એટલે કે શરીરની રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે લોકોએ આંધળી દોટ મૂકી છે.

જે રીતે ખોરાક શાકાહારી હોય કે માંસાહારી, એના માટે ગ્રીન અને રેડ સ્ક્વેરમાં લોગોનું સ્ટાન્ડર્ડ હોય છે. એવી જ રીતે FASSAI (ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા)એ ગ્રાહકો ઓર્ગેનિક ફૂડની ઓળખાણ કરી શકે એ માટે ‘જૈવિક ભારત’નો લોગો ઈન્ટ્રોડ્યુસ કર્યો છે.

આ લોગોમાં સર્કલ, પાંદડાં અને ટિક માર્ક હોય છે. એ સામાન્ય રીતે ફૂડ પેકેટના નીચેના ભાગે દોરેલો હોય છે. આ લોગો ફૂડ 100% ઓર્ગેનિક છે એની ખાતરી આપે છે.

આ સાથે જ NPOP (નેશનલ પ્રોગ્રામ ફોર ઓર્ગેનિક પ્રોડક્શન) અને PGS (પાર્ટિસિપેટરી ગેરન્ટી સિસ્ટમ) લોગો પણ ઓર્ગેનિક ફૂડની ખાતરી આપે છે. ઓર્ગેનિક ફૂડનું દૂધ કા દૂધ અને પાની કા પાની કરવા

માટે ‘દિવ્ય ભાસ્કર’એ અમદાવાદની CERC (કન્ઝ્યુમર એજ્યુકેશન એન્ડ રિસર્ચ સેન્ટર)ના ચીફ જનરલ મેનેજર અને લેબ ડાયરેક્ટર ડૉ. અનિંદિતા મહેતા સાથ વાત કરી. ડૉ. અનિંદિતા જણાવે છે

કે ભારત સરકારના એગ્રિકલ્ચર વિભાગે જૈવિક ફૂડની ઓળખાણ થાય એ માટે કેટલાક પેરામીટર્સ અને સર્ટિફિકેશન્સ નક્કી કર્યાં છે. પેકિંગમાં મળતાં અને છૂટક મળતાં ઓર્ગેનિક ફળ-ફળાદિ માટે અલગ અલગ લોગો લેબલિંગ નક્કી કરાયું છે.

જોકે FASSAIએ ખેડૂતોથી ડાયરેક્ટ ગ્રાહકો સુધી ઓર્ગેનિક ફળફળાદિ પહોંચે એના માટે કોઈ સર્ટિફિકેશનની ગાઈડલાઈન જાહેર કરી નથી. જો તમે દુકાન કે મોલમાં છૂટક ઓર્ગેનિક ફળ-ફળાદિ ખરીદી રહ્યા છો તો એની પણ ખાતરી કરવાની એક રીત છે.

દુકાનદારે કહ્યું, એ ફાઈનલ ન માની તમે તમારી બુદ્ધિમત્તાનો ઉપયોગ કરી PLU (પ્રાઈસ લુક અપ) સ્ટિકર જરૂર જુઓ. તમે જે ફ્રૂટ્સ કે શાકભાજીની ખરીદી કરવા જઈ રહ્યા છો એના પર 5 આંકડાનો ડિજિટ હોય અને એમાં પ્રથમ ડિજિટ ‘9’ હોય તો એ ઓર્ગેનિક છે.

એને ઉહાદરણથી સમજીએ તો જો ઓર્ગેનિક કેળું હશે તો તેના સ્ટિકર પર ‘94011’ ડિજિટ હશે. જો નોન-ઓર્ગેનિક કેળું હશે તો એના સ્ટિકર પર ‘4011’ હશે.

જો તમે એવું વિચારો છો કે ફળ ફળાદિ કદમાં મોટા હોય તો એ ઓર્ગેનિક જ હોય તો તમે સાચા નથી. ડૉ. મહેતા જણાવે છે કે ઓર્ગેનિક અને નોન ઓર્ગેનિક ફળ-ફળાદિ વચ્ચેનો તફાવત નરી આંખે કરી શકાતો જ નથી.

કલર, સાઈઝ અને ટેસ્ટ જે-તે ફ્રૂટ્સ અને શાકભાજીની પ્રજાતિ પર આધારે રાખે છે. આ પરિબળોને આધારે તે ફળ-ફળાદિ જૈવિક છે કે કેમ એની ખાતરી કરી શકાતી નથી.

ઉપરોક્ત જણાવેલા સ્ટાન્ડર્ડ સિવાય તમે સ્માર્ટ ગ્રાહક બનીને પણ ઓર્ગેનિક ફૂડની ખાતરી કરી શકો છો. જે કંપની ઓર્ગેનિક ખેતીમાં માનતી હોય એ ચોક્કસથી પર્યાવરણના જતનનું ધ્યાન રાખશે. જો ઓર્ગેનિક ફળ-ફળાદિ હશે તો તેનું પેકેજિંગ બાયોડિગ્રેડેબલ અને રિસાઇકલેબલ હશે.

જો તમે ઓનલાઈન કે ઓફલાઈન પેકેજ્ડ ઓગ્રેનિક અનાજ કે ફળ-ફળાદિ ખરીદી રહ્યા હો તો તમે જે-તે કંપનીની વિશ્વસનીયતા ચકાસવા માટે સરકારી પોર્ટલની મદદ લઈ શકો છો.

આ પોર્ટલ પર કંપનીનું નામ, પ્રોડક્ટનું નામ, લાઇસન્સ નંબર સહિતની વિગતો સબ્મિટ કરવા પર તો જે ભારત સરકાર સાથે રજિસ્ટર્ડ કંપની હશે તો તેનું લિસ્ટિંગ જોવા મળશે.

આ સાથે જ ઓર્ગેનિક ફૂડ સંબંધિત કોઈપણ માહિતી કે ફરિયાદ માટે તમે 1800 112 100 નંબરઅને bharat.jaivik@gmail.com ઈમેલનો ઉપયોગ કરી શકો છો.

ઓર્ગેનિક ફૂડ ખાવાથી પર્યાવરણ સાથે આપણા સ્વાસ્થ્યને પણ લાભ થાય છે. આ લાભ જણાવતાં ક્લિનિકલ ડાયટિશિયન અને ન્યૂટ્રિશનિસ્ટ હિમાની જોશી જણાવે છે, ઓર્ગેનિક ફૂડ ઘણી ફળદ્રુપ જમીનથી તૈયાર થતા હોવાથી એ ઘણાં પૌષ્ટિક હોય છે.

એમાં એન્ટી ઓક્સિડન્ટ્સ વધારે હોવાથી ઈમ્યુનિટી વધે છે. ઓર્ગેનિક ફૂડ્સની મજાની વાત એ છે કે એ ખેતરમાંથી તમારી થાળીમાં પહોંચે છે, ત્યાં સુધી એના પર જંતુનાશક અને રસાયણોનો પડછાયો પણ નથી પડતો. આવો ખોરાક લેવાથી આપણું સ્વાસ્થ્ય સારું રહે છે.

ઓર્ગેનિક ફૂડ વેસ્ટ પશુઓને આહાર તરીકે અપાય તો તેમના દૂધમાં પણ ભરપૂર પોષક તત્ત્વો હોય છે. આવા દૂધમાં ઓમેગા-3 વધારે હોય છે. એમાં GMO (જિનેટિકલી મોડિફાઈડ ઓર્ગન્સ) નથી હોતા. આવો ખોરાક લેવાથી સ્વાસ્થ્ય સારું રહે છે.

નોન-ઓર્ગેનિક ફૂડની ખેતી કરવામાં જમીનના ગુણ કાયમી રહેતા નથી. નોન-ઓર્ગેનિક ફૂડ આપણા શરીરને નીરોગી બનાવવાની સાથે જમીન પણ ફળદ્રુપ રહે છે. હિમાની જણાવે છે કે આપણે ઈમ્યુનિટી વધારવા માટે ફ્રૂટ્સ પર અટેક કરતા હોઈએ છીએ,

Read About Weather here

પરંતુ એ પોતે જ શુદ્ધ ન હોય તો એનો કોઈ મતલબ રહેતો નથી. નોન-ઓર્ગેનિક ખોરાક રાંધતી વખતે એ જલદી ચઢી જાય એના માટે સોડા ઉમેરવા પડે છે. એનાથી શરીરને નુકસાન થાય છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here