ઓમિક્રોન વેવનાં પગલે ચૂંટણીઓ, રેલી, સભાઓ પર પ્રતિબંધ મુકવા અલ્હાબાદ હાઈકોર્ટની તાકીદ

ઓમિક્રોન વેવનાં પગલે ચૂંટણીઓ, રેલી, સભાઓ પર પ્રતિબંધ મુકવા અલ્હાબાદ હાઈકોર્ટની તાકીદ
ઓમિક્રોન વેવનાં પગલે ચૂંટણીઓ, રેલી, સભાઓ પર પ્રતિબંધ મુકવા અલ્હાબાદ હાઈકોર્ટની તાકીદ

ત્રીજી લહેરને રોકવા માટે અને ઓમિક્રોનથી બચવા કડક પગલા લેવા વડાપ્રધાનને અનુરોધ: યુ.પી. ની ચૂંટણીઓ, સભા અને સરઘસ રેલીઓ મોકૂફ રાખવાનું વિચારવા સલાહ

એક ક્રિમીનલ કેસમાં અપરાધીનાં જામીન મંજુર કરતો ચુકાદો આપતી વખતે અલ્હાબાદ હાઈકોર્ટનાં એક જજે ઓમિક્રોનનાં વધતા કેસો અને કોરોનાની ત્રીજી લહેરની સંભાવના વિશે પોતાના ચુકાદામાં છેલ્લે-છેલ્લે ઉલ્લેખ કર્યો હતો.

Visit Saurashtra Kranti Homepage here

એટલું જ નહીં જજે યુ.પી. સહિત અન્યત્ર યોજાનારી ચૂંટણીઓ, સભા-સરઘસ રેલીઓ હાલ તુરંત મુલતવી રાખવાનું વિચારવા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને અનુરોધ કર્યો હતો અને કડક પગલા લેવાની એમને વિનંતી કરી હતી.

જસ્ટીસ શેખર કુમાર યાદવે ચુકાદામાં ટકોર કરી હતી કે, યુ.પી. માં વિધાનસભાની ચૂંટણીઓ સાવ નજીક છે. રાજકીય પક્ષો, સભાઓ અને રેલીઓ યોજી રહ્યા છે. જેમાં લાખો લોકો ઉમટી રહ્યા છે. આવા જાહેર કાર્યક્રમોમાં કોવિડનાં નીતિનિયમોનું પાલન કરાવવું શક્ય નથી.

જો સમયસર આ બધું અટકાવવામાં નહીં આવે તો પરિસ્થિતિ કોરોનાનાં બીજા વેવ કરતા પણ વધુ ભયાનક બની જશે.જજે સૂચવ્યું હતું કે, જો શક્ય હોય તો ફેબ્રુઆરીમાં નિર્ધારિત ચૂંટણીઓ એક યા બે મહિના પછી ઠેલવવી જોઈએ. જીવન હશે તો ચૂંટણીઓ લડી શકાશે.

તેમણે વડાપ્રધાનની પ્રશંસા કરતા જણાવ્યું હતું કે, વડાપ્રધાન મોદીએ દેશભરમાં નિ:શુલ્ક કોરોના રસી આપવાની પ્રચંડ કવાયત શરૂ કરી છે. અદાલત તેની પ્રશંસા કરે છે અને વડાપ્રધાન ધન્યવાદને પાત્ર છે.

પણ વડાપ્રધાન ચૂંટણી તથા સભાઓ મોકૂફ રાખવાની દિશામાં આગળ વધે એ જરૂરી છે. જાન હૈ તો જહાન હૈ.જસ્ટીસ યાદવે એવું પણ કહ્યું હતું કે, બંધારણની કલમ-21 મુજબ દરેક ભારતીય નાગરિકને જીવન જીવવાનો અધિકાર મળ્યો છે.

પરંતુ તાજેતરમાં ગ્રામ પંચાયતની ચૂંટણીઓ અને બંગાળની ચૂંટણીઓ થઇ હતી. ત્યારે મોટા ટોળા ભેગા થવાને કારણે અનેક લોકો કોરોના સંક્રમિત થઇ ગયા હતા. જસ્ટીસ યાદવે કોઈપણ પ્રકારની ચૂંટણીઓ, સભા-સરઘસ યોજવા પર પ્રતિબંધ મુકવા

Read About Weather here

અને રાજકીય પક્ષોને દૂરદર્શન અથવા અખબારો મારફત પ્રચાર કરવાનો આદેશ આપવા ચૂંટણીપંચને અનુરોધ કર્યો હતો. યુ.પી. માં જંગી જાહેર સભાઓમાં માસ્ક વગર ઉમડતા લોકો અને કોવિડ નિયમોનાં ભંગ અંગે હાઈકોર્ટે ઘેરી ચિંતાની લાગણી વ્યક્ત કરી હતી.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here