ઓમિક્રોન એલર્ટ: વેક્સિનનાં બુસ્ટર ડોઝનો નિર્ણય સંક્રમણ અને અસમાનતા વધારશે

ઓમિક્રોન એલર્ટ: વેક્સિનનાં બુસ્ટર ડોઝનો નિર્ણય સંક્રમણ અને અસમાનતા વધારશે
ઓમિક્રોન એલર્ટ: વેક્સિનનાં બુસ્ટર ડોઝનો નિર્ણય સંક્રમણ અને અસમાનતા વધારશે

બુસ્ટર ડોઝ કોઈપણ દેશને કોરોના મહામારીમાંથી ઉગારી શકશે નહીં !
ગરીબ દેશોને પ્રથમ ડોઝનાં ફાંફાં છે ત્યારે શ્રીમંત દેશોમાં ત્રીજા બુસ્ટર ડોઝની ગતિવિધિ અમાનવીય હોવાની ટીકા

ભારત સહિત સમગ્ર વિશ્ર્વમાં બે વર્ષથી આતંક મચાવનાર ભયાવહ કોરોના વાયરસનાં ઘાતક સ્વરૂપ ડેલ્ટા વેરિએન્ટે હાહાકાર મચાવ્યા બાદ હવે સંક્રમણની પ્રચંડ શક્તિ સાથે નવો ઓમિક્રોન વેરિએન્ટ ત્રાટકતા હાહાકાર મચી ગયો છે.

Visit Saurashtra Kranti Homepage here

મોટા ભાગના દેશોમાં કોરોના સામે રક્ષણ આપતી અલગ અલગ વેક્સિન ઝુંબેશ હજુ ચાલુ છે ત્યાં નવા વેરિએન્ટથી બચવા માટે બુસ્ટર ડોઝની કડાકૂટ આવી પડી છે. પરંતુ સૌનાં આશ્ર્ચર્ય વચ્ચે વિશ્ર્વ આરોગ્ય સંસ્થા(ઠઇંઘ)એ બૂસ્ટર ડોઝની ગંભીર ટીકા કરી છે.

વિશ્ર્વ આરોગ્ય સંસ્થાએ કોરોના વાયરસ (કોવિડ -19) સામે રસીના બૂસ્ટર ડોઝના વ્યાપક ઉપયોગની ટીકા કરતા કહ્યું છે કે, કોરોના મહામારીના કોઈપણ પ્રકારને જોતા દરેક દેશની સરકારોએ આવી નીતિ અપનાવતા પહેલા વિચારવું જોઈએ કે, હજુ પણ ઘણા દેશો એવા છે,

જ્યાં રસીકરણનું કામ વેક્સિનનાં અભાવના કારણે વારંવાર બંધ થઈ રહ્યું છે. આવા સમયે હાલમાં બુસ્ટર ડોઝનો ઉપયોગ એટલે કે ત્રીજા ડોઝનું રસીકરણ ગંભીર અસમાનતા અને કોરોના રોગચાળો એમ બંનેમાં વધારો કરશે. ગરીબ દેશના લોકો માટે રસી મેળવવી મુશ્કેલ બનશે, જે અરાજકતા ફેલાવશે.

ભારતમાં હજુ સરકાર દ્વારા વિચારણા ચાલી રહી છે, પણ પૈસા લઈને ગેરકાનુની રીતે બૂસ્ટર ડોઝ આપવાનું ભ્રષ્ટાચારી તત્વોએ ચાલુ કરી દીધું છે. જ્યારે વિશ્ર્વના કેટલાક દેશોમાં સરકારોએ વિધિવત રીતે બુસ્ટર ડોઝની પ્રક્રિયા આરંભી દીધી છે.

પરિણામે બુસ્ટર ડોઝના સતત વધી રહેલા ઉપયોગ પર બોલતા ઠઇંઘના ડાયરેક્ટર જનરલે કહ્યું છે કે, કોઈપણ દેશ બૂસ્ટર ડોઝ દ્વારા વૈશ્ર્વિક કોરોના સંક્રમણનાં રોગચાળામાંથી બહાર આવી શકશે નહીં.

ત્રીજા બુસ્ટર ડોઝ માટે ફરીથી તે જ વિકસીત દેશો વધુ રસીઓ ખરીદશે, જેઓ પહેલેથી જ ઉચ્ચકક્ષાનો રસીકરણ રેશિયો ધરાવે છે. જે ગરીબ દેશો માટે સારું નથી. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, બુસ્ટર ડોઝ કોરોના વાયરસને પ્રસરવાની અને પરિવર્તન કરવાની વધુ તક આપશે.

આમ સંભવિત રીતે ઓમિક્રોન અને ડેલ્ટા કોરોના વેરિએન્ટ રોગચાળો વધુ વિસ્તરશે.વિશ્ર્વ આરોગ્ય સંસ્થાએ રસીકરણ વ્યુહાત્મક સલાહકાર કમિટી અને તેની કોવિડ-19 ટાસ્ક ફોર્સ સાથે પરામર્શ કરીને રીપોર્ટ રજુ કર્યો છે કે, કોરોના સંક્રમિત મોટાભાગનાં લોકો હોસ્પિટલમાં દાખલ થાય છે

કે કોરોના વાયરસ રોગથી મૃત્યુ પામે છે તેઓ હાલમાં રસી વગરના લોકોમાં સમાવિષ્ટ જણાયા છે. અહીં એવા લોકો ઓછા છે કે જેમણે પહેલાં સમયસર રસી લીધી હોય. તેમણે કહ્યું કે, રસીના બંને ડોઝ લેવાનું વધુ મહત્વનું છે, બુસ્ટર ડોઝ નહીં.

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનના મહાનિર્દેશકે એવું પણ કહ્યું કે, કોઈપણ દેશ બુસ્ટર ડોઝનો ઉપયોગ કરીને રોગચાળામાંથી બહાર આવી શકતો નથી. આડેધડ બૂસ્ટર ડોઝને કારણે રોગચાળો લાંબો સમય ચાલશે.

કોરોના મહામારીમાંથી ઉગરવું હોય તો વિશ્ર્વના તમામ દેશોમાં શક્ય તેટલી વહેલીતકે પ્રાથમિક રસીકરણ અભિયાનને ઝડપી બનાવવા પર હોવું જોઈએ. એક ગંભીર રીપોર્ટ દર્શાવે છે કે, અગ્રણી કોવિડ-19 વેક્સિન ફાર્મા કંપનીઓ માનવ અધિકારોના ઉલ્લંઘનને વેગ આપે છે.

એસ્ટ્રાઝેનેકા, બાયોનટેક, જોન્સન એન્ડ જોન્સન, મોડેર્ના, નોવાવેક્સ અને ફાઈઝર કંપનીએ વૈશ્ર્વિક વેક્સિન સ્ટોક વધારવાની પહેલમાં ભાગ લેવાનો ઇનકાર કર્યો છે.

ફાર્મા કંપનીઓની ભેદભાવની નીતિનાં કારણે સમૃદ્ધ દેશોમાં 55%ની સરખામણીમાં ઓછી આવક ધરાવતા દેશોમાં 1% કરતા પણ ઓછા લોકોને સંપૂર્ણ રસી આપવામાં આવી છે. ફાર્મા કંપનીઓએ ચાલુ વર્ષે 130 યુએસ બિલિયન ડોલરની કમાણી કરી છે.

વિશ્ર્વભરમાં આપવામાં આવેલા 5.76 અબજ ડોઝમાંથી માત્ર 0.3% ઓછી આવકવાળા દેશોમાં ગયા છે. જ્યારે 79% ઉચ્ચ-મધ્યમ અને ઉચ્ચ આવક ધરાવતા દેશોમાં ગયા છે.

વ્યાજબી રીતે વૈશ્ર્વિક સ્તરે કોરોના રસીની ફાળવણી માટે કરાર થયેલા હોવા છતાં માનવ અધિકારોનું હનન થઈ રહ્યું છે. કેટલીક કંપનીઓએ એવા રાજ્યો માટે રસીનો પુરવઠો સંગ્રહ કરવાનું ચાલુ રાખ્યું છે કે જેઓ વધુ પૈસા આપે છે અને રસીનો સંગ્રહ કરી રહ્યા છે.

Read About Weather here

પરિણામે બૂસ્ટર ડોઝ આપવાનું શરૂ થશે તો વેક્સિન થી વંચિત દેશોમાં સ્થિતિ વધુ ગંભીર બનશે. જે કારણે વિશ્ર્વ આરોગ્ય સંસ્થા દ્વારા હાલ બુસ્ટર ડોઝની ગતિવિધિનો વિરોધ કરવામાં આવ્યો છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here