ઓમિક્રોન એલર્ટ: લોકડાઉન કે બજારો બંધ કરવાથી પણ કામ નહીં ચાલે!

ઓમિક્રોન એલર્ટ: લોકડાઉન કે બજારો બંધ કરવાથી પણ કામ નહીં ચાલે!
ઓમિક્રોન એલર્ટ: લોકડાઉન કે બજારો બંધ કરવાથી પણ કામ નહીં ચાલે!

પહેલું સુખ તે જાતે નર્યા. ઉક્તિ પ્રમાણે સ્વાસ્થય સલામત તો ‘સર્વ’ સલામત
શ્ર્વસન માર્ગ પર હુમલો કરતો ઓમિક્રોન ફરી સર્જી શકે છે ઓક્સિજન ક્રાઇસિસ: પરીવારમાં એક વ્યક્તિ સંક્રમિત થશે તો અન્ય સભ્યો પણ ઝપટે ચડશે જ ! લક્ષણોને ઓળખો: ખાંસી-તાવ નહીં, સ્નાયુનો દુખાવો, કળતર-થાક

કોરોના વાયરસના નવા વેરીએન્ટ ઓમિક્રોને વિશ્વભરના દેશો પર ફરી સકંજો કસવાનું શરૂ કર્યુ છે. સતત વધી રહેલા ઓમિક્રોન સંક્રમણે વિશ્ર્વ સ્વાસ્થ્ય સંગઠનની ચિંતામાં પણ વધારો કર્યો છે,

Visit Saurashtra Kranti Homepage here

એવામાં સૌથી પહેલા આ વેરીએન્ટની શોધ કરનાર ડો. એજેલિક કોએત્ઝીએ તમામ દેશોને સાવચેત કરવા સાથે જણાવ્યું કે, વાયરસ દરેક જગ્યાએ છે અને માત્ર બજારો બંધ કરવાથી કામ નહીં ચાલે, સ્વયં લોકોએ જ સતર્ક રહેવું પડશે.

ડો. એંજેલિકે જણાવ્યું કે, ઓમિક્રોનથી ઘરેલું સંક્રમણ દર વધુ છે. જો સાત લોકોના પરીવારમાં એક વ્યક્તિ ઓમિક્રોન પોઝીટીવ થાય છે તો માની લો કે તે અન્ય લોકોને પણ સંક્રમિત કરશે. હળવા લક્ષણો વાળા દર્દીઓને પણ સારવારની જરૂરિયાત હોય છે,

પછી ભલે તે હોસ્પિટલમાં દાખલ ન થાય. વાયરસ ઝડપથી ફેલાઇ રહ્યો છે, આઇસીયુમાં દાખલ મોટાભાગના સંક્રમિત દર્દીઓએ કોરોનાની વેક્સિન લીધી નથી. જ્યારે કે જે લોકોએ વેક્સિન લીધી છે તેમનામાં હળવા લક્ષણો છે.

ઓમિક્રોન લોકો માટે મોટો ખતરો છે. વાયરલ સંક્રમણને નબળું સમજવું ન જોઇએ. જેમનું વજન વધુ હોય અને કોરાનાની વેક્સિન ન લીધી હોય તેમને ઓમિક્રોનનો ખતરો સૌથી વધુ રહે છે.

ઓમિક્રોનની શરૂઆત સ્નાયુઓના દુખાવા સાથે થાય છે. તેના શરૂઆતી લક્ષણ ખાંસી અને તાવ નથી. પીઠના નીચેના ભાગમાં દુખાવો તેના નવા લક્ષણો પૈકી એક છે.સ્નાયુઓમાં દુખાવો થવો તેનું મુખ્ય લક્ષણ છે.

આ સિવાય શરીરમાં દુખાવો, થાક, માથામાં દુખાવો વગેરે સામેલ છે. ઓમિક્રોન વેરીએન્ટ ઉપલા શ્વસન માર્ગ પર હુમલો કરે છે. તમને ન્યુમોનિયા પણ થઇ શકે છે. જોકે મોટા ભાગના કેસો સામાન્ય મળ્યા છે.

ડો. એંજેલિકે વધુમાં જણાવ્યું કે, વાયરસ દરેક જગ્યાએ છે. લોકડાઉન કે બજારો બંધ કરવાથી કામ નહીં ચાલે. સામાન્ય જ્ઞાનનો ઉપયોગ કરો, બજારો બંધ કરવાથી કામ નહીં ચાલે. વાયરસથી બચીને રહેવાની જરૂર છે. વેક્સિન આપણને સુરક્ષા આપે છે.

વાયરસથી બચવાની જરૂર છે. જ્યારે હોસ્પિટલોમાં વધુ દર્દીઓને દાખલ કરવાની જરૂરિયાતો ઊભી થાય તો સરકારોએ કડક પગલા લેવાની જરૂર પડશે.તમામ દેશોની સરકારોએ લોકોને કોવિડ-19 રસીના બૂસ્ટર ડોઝ ચાલુ કરી દેવા હિતાવહ છે. છે. ભારતમાં પણ લોકોને બૂસ્ટર ડોઝ આપવો જોઇએ.

હાલ ઓમિક્રોનની હળવી અસરો લોકો પર દેખાઇ રહી છે, પરંતુ સમય જતાં સ્થિતિ બદલી શકે છે. દક્ષિણ આફ્રીકામાં સિરોપોસિટિવિટી દર વધુ છે. ભારતમાં પણ આ પ્રકારના ટ્રેન્ડને ધ્યાનમાં રાખતા કેસો ઝડપથી વધી શકે છે.

ભારતમાં ઓમિક્રોનનો પહેલો કેસ 2 ડિસેમ્બરે જોવા મળ્યો હતો, પરંતુ માત્ર 19 દિવસમાં તેનાથી સંક્રમિત લોકોની સંખ્યા વધીને 200 થઈ ગઈ હતી. તેનાથી વિપરીત, મૂળ કોરોના વાયરસથી ચેપના 200 કેસ મેળવવામાં 60 દિવસનો સમય લાગ્યો.

આ અર્થમાં, ઓમિક્રોનનો ફેલાવો દર મૂળ વાયરસની તુલનામાં 318 ટકા છે. ઓમિક્રોન આ સમયગાળા દરમિયાન દરરોજ સરેરાશ 10.5 લોકોને સંક્રમિત કરે છે, જયારે પ્રથમ બે મહિના દરમિયાન દરરોજ માત્ર 3.3 લોકો મૂળ વાયરસથી સંક્રમિત થયા હતા.

દેશમાં કોરોના સંક્રમણનો પહેલો કેસ વર્ષ 2020માં 30 જાન્યુઆરીએ નોંધાયો હતો. આ પછી, 1 એપ્રિલ, 2020ના રોજ કોરોના સંક્રમિતોની સંખ્યા વધીને 200 થઈ હતી. નોંધપાત્ર છે

Read About Weather here

કે, ઓમિક્રોનનો પ્રથમ કેસ દક્ષિણ આફ્રિકામાં જોવા મળ્યો હતો, ત્યારથી તે લગભગ 100 દેશોમાં ફેલાયો છે. આ જ કારણ છે કે ભારતમાં તેના ઝડપી પ્રસારને જોતા વિવિધ આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here