ઓમિક્રોનને નાથવા વેક્સિનનાં બુસ્ટર ડોઝની વિચારણા

કાલે વડાપ્રધાન આટકોટમાં: ઐતિહાસિક ભવ્ય, સ્વાગતની તડામાર તૈયારીઓ
કાલે વડાપ્રધાન આટકોટમાં: ઐતિહાસિક ભવ્ય, સ્વાગતની તડામાર તૈયારીઓ

સરકારે શરૂ કર્યો ખાસ અભ્યાસ: વૈજ્ઞાનિક અને મેડીકલ પરીક્ષણ બાદ સરકાર આખરી ફેંસલો કરશે
દેશમાં વધતા જતા ઓમિક્રોનનાં કેસોથી સરકારમાં ચિંતાનું મોજું
સતર્ક, સાવધાન રહો: વડાપ્રધાનની ચેતવણીની આલબેલ
ઓમિક્રોન અને કોરોનાનાં વધતા કેસોની સમીક્ષા કરતા વડાપ્રધાન: ઉચ્ચ આરોગ્ય અધિકારીઓ સાથે બેઠક યોજી તૈયારીઓનો અંદાજ લીધો

દેશમાં ઓમિક્રોન વેરીએન્ટનાં વધતા જતા ભય અને કોરોના કેસોમાં ઉછાળો આવતા સર્જાયેલી પરિસ્થિતિની સમીક્ષા કરવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજી હતી અને મહામારી સામે લડવા માટે સતર્ક તથા સાવધાન રહેવાનો મંત્ર આપ્યો હતો.

Visit Saurashtra Kranti Homepage here

વડાપ્રધાને તાકીદ કરી હતી કે, મહામારી સામેની લડાઈ પૂરી થઇ નથી. કોરોના સામે સતર્ક રહેવાના તમામ પ્રોટોકોલનું પાલન કરતા રહેવાનું હજુ પણ જરૂરી અને મહત્વનું છે.

ભારતે સતર્ક અને સાવધાન રહેવું જ પડશે. દેશમાં ઓમિક્રોનનાં કેસો 300 ની સપાટી પાર કરી ગયા છે. અનેક રાજ્યોમાં કોરોના મહામારીએ પણ હાહાકાર મચાવી દીધો છે. રોજેરોજ સેંકડો કેસો નોંધાઈ રહ્યા છે.

એસ્ટ્રાઝેનેકા વેક્સિન સાથેનો બુસ્ટર ડોઝ ઓમિક્રોન પર અસરકારક: સારા સમાચારનવી દિલ્હી, તા.24દેશના લગભગ 17 રાજ્યોમાં કોરોના વાયરસનાં નવા વેરીએન્ટ ઓમિક્રોનનાં વધતા જતા કેસોથી કેન્દ્ર સરકાર સતર્ક થઇ ઉઠી છે.

દેશભરમાંથી વેક્સિનનાં બુસ્ટર ડોઝની માંગણીઓ ઉઠી રહી હોવાથી મોદી સરકારે બુસ્ટર ડોઝ અંગેનાં ખાસ અભ્યાસનો પ્રારંભ કર્યો છે. 6 મહિના અગાઉ બે ડોઝ લઇ ચુકેલા ત્રણ હજાર જેટલા લોકોનું પરીક્ષણ કરવામાં આવશે.

બાયો ટેકનોલોજી વિભાગ દ્વારા ખાસ અભ્યાસ હાથ ધરવામાં આવ્યો છે. જેમાં ત્રણ રસી જેનો ભારતમાં ઉપયોગ થયો છે. એ કોવિશિલ્ડ, કો-વેક્સિન અને સ્પુટનિકવી નું પરીક્ષણ કરવામાં આવશે.

ઓમિક્રોન વાયરસનાં દેશમાં અત્યાર સુધીમાં કુલ 358 કેસ થઇ ચૂક્યા છે. જેના કારણે વેક્સિનનાં બુસ્ટર ડોઝની માંગણી વધુને વધુ તિવ્ર બની રહી છે. બુસ્ટર ડોઝનો મૂળ આશય વેક્સિનની અસરકારકતા પુન: સ્થાપિત કરવાનો છે.

ભારતમાં વેક્સિનની અસરો ઓછી થઇ રહી છે કે કેમ તેનું ચોક્કસ કોઈ કારણ મળ્યું નથી. બુસ્ટર ડોઝની યુધ્ધનાં ધોરણે જરૂરિયાત હોવાનું પણ કોઈ કારણ નથી. છતાં મોદી સરકારે ઓમિક્રોનનાં ભયને ધ્યાનમાં લઇ વૈજ્ઞાનિક અને તબીબી અભ્યાસ શરૂ કર્યો છે.

ઈમ્યુનિટી કેટલી રહે છે અને ક્યાં સુધી ટકે છે એ માટે બ્લડ સેમ્પલ લઇ તેનો અંદાજ કાઢવામાં આવશે. તેમ એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું.દેશની અગ્રણી વૈજ્ઞાનિક સંસ્થા ટીએચએસટીઆઈ નાં અધિકારીએ જણાવ્યું હતું કે, અમે એન્ટીબડી તથા શરીરનાં ટી એન્ડ બી કોશનો અભ્યાસ કરશું.

રસીનો બીજો ડોઝ લીધા બાદ 6 મહિનાનાં અંતે શરીર કેટલું રક્ષિત રહે છે એ જાણવા માટે અભ્યાસ હાથ ધરવામાં આવશે. જેના કારણે આપણે ભારતમાં પુણે: ઓમિક્રોનથી ડરી ગયેલા લોકો માટે એક સારા સમાચાર આવ્યા છે.

ઓક્સફર્ડ યુનિવર્સિટીનાં મેડીકલ નિષ્ણાંતોએ હાથ ધરેલા નવા અભ્યાસમાં એવું રાહતરૂપ તારણ નીકળ્યું છે કે, એસ્ટ્રાઝેનેકા વેક્સિન સાથેનો બુસ્ટર ડોઝ ઓમિક્રોન વાયરસ પર ખૂબ જ અસરકારક જોવા મળ્યો છે.

આથી ઝડપથી ફેલાતા જતા ઓમિક્રોન સામે અસરકારક વેક્સિન મળી આવ્યાનો નિષ્ણાંતોએ હરખભેર દાવો કર્યો છે. આ વેક્સિન અત્યારે ભારતમાં કોવિશિલ્ડનાં નામે ઉપલબ્ધ છે. દક્ષિણ કોરિયાની વેક્સિનને આધારે ઓક્સફર્ડની લેબોરેટરીમાં એસ્ટ્રાઝેનેકા વેક્સિન તૈયાર કરવામાં આવી હતી.

Read About Weather here

કેટલાક અભ્યાસ બાદ જોવા મળ્યું છે કે, જે દર્દીઓને ત્રીજો ડોઝ અપાયો હતો એમના શરીરમાં ઓમિક્રોન સામે ઈમ્યુનિટી ઉભી થઇ હતી અને વાયરસ નબળો પડી ગયો હતો.(2.12)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here