ઓમિક્રોનનાં 161 કેસો માંથી 80 ટકામાં કોઈ લક્ષણ દેખાયા નથી: માંડવિયા

ઓમિક્રોનનાં 161 કેસો માંથી 80 ટકામાં કોઈ લક્ષણ દેખાયા નથી: માંડવિયા
ઓમિક્રોનનાં 161 કેસો માંથી 80 ટકામાં કોઈ લક્ષણ દેખાયા નથી: માંડવિયા

13 ટકા કેસમાં બિલકુલ સામાન્ય લક્ષણો જોવા મળ્યા

કેન્દ્રનાં આરોગ્યમંત્રી મનસુખ માંડવિયાએ રાજ્યસભામાં એવી માહિતી આપી હતી કે, દેશમાં નોંધાયેલા ઓમિક્રોનનાં કુલ 161 કેસો પૈકી 80 ટકા જેટલા કેસોમાં રોગના કોઈ પૂર્વ લક્ષણો જોવા મળ્યા નથી. જયારે 13 ટકા કેસમાં હળવા લક્ષણ દેખાયા છે. 44 દર્દીઓ એકદમ સ્વસ્થ થઇ ગયા છે.

Visit Saurashtra Kranti Homepage here

માંડવિયાએ જણાવ્યું હતું કે, વાયરસનાં સંક્રમણ પર સરકાર બારીક નજર રાખી રહી છે. જયારે લેબોરેટરીમાં પણ વાયરસનું ટેસ્ટીંગ અને વેક્સિનની તેના પર અસરની તિવ્રતા જોવા માટે ચકાસણી કરવામાં આવી રહી છે. એકાદ સપ્તાહમાં અહેવાલ મળી જશે.

તેમણે ગૃહમાં ખાતરી આપી હતી કે, ટેસ્ટીંગ અને ટ્રેકિંગ માટે આપણી લેબમાં પુરતી વ્યવસ્થા છે. દવાઓ અને ઓક્સિજનનો બફર સ્ટોક કરી લેવામાં આવ્યો છે. કોઈપણ કટોકટીને પહોંચી વળવા રાજ્યોને 48 હજાર વેન્ટીલેટર પણ પુરા પાડવામાં આવ્યા છે.

Read About Weather here

તેમણે ઉમેર્યું હતું કે, દેશની કોરોના ઉત્પાદન ક્ષમતા વધારીને દર મહીને 45 કરોડ ડોઝનાં ઉત્પાદન સુધી લઇ જવામાં આવનાર છે. અત્યારે દર મહીને 31 કરોડ ડોઝનાં ઉત્પાદનની ક્ષમતા છે. વધુ બે કંપની દ્વારા વેક્સિન બનાવવામાં આવી છે. જેની ચકાસણી ચાલી રહી છે.(2.12)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here