ઓફલાઈન શિક્ષણ બન્યું બાળકો માટે મોટો પડકાર…!!

ઓફલાઈન શિક્ષણ બન્યું બાળકો માટે મોટો પડકાર…!!
ઓફલાઈન શિક્ષણ બન્યું બાળકો માટે મોટો પડકાર…!!

ઓફલાઈન શિક્ષણ વિદ્યાર્થી-વાલી-શિક્ષકો માટે મોટો ચેલેન્જ: વાલીઓને બાળકોને સમયસર સ્કૂલે લેવા-મૂકવા તથા પરીક્ષાનું ભારણ ઓછું થઈ ગયું હતું
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મનોવિજ્ઞાન ભવનનો સર્વે

લાંબા સમય પછી શાળા કોલેજો ખુલી અને ઓફલાઈન શિક્ષણ શરુ કરવામાં આવ્યું ત્યારે પણ જોવા મળી મુશ્કેલી. હાલ કોવિડ-19 દરમિયાન બધું જ ખોલી નાખવામાં આવ્યું અને ઓફલાઈન શિક્ષણ શરુ થયું ત્યારે નાના નાના બાળકોની શાળા પણ ખુલી કરવામાં આવી છે. હવે ખરેખર બધું જ ખોલી નાખવું જરૂરી છે. આ જ માહોલમાં બાળકને રહેવાની ટેવ પાડવી એ જરૂરી છે.આ મહામારીની અસર જે રીતે સ્ત્રી, પુરૂષોના સંબંધો કે વહીવટ કે આર્થિક ક્ષેત્રે જોવા મળી રહી છે ત્યારે બાળકોના માનસ પર પણ ઘણી નિષેધક અસર જોવા મળી છે. આપણને એવુ જ હોય કે બાળકને વળી શું તકલીફ હોય? ખાય – પીને મોજમસ્તી કરે, વધારે બહાર રમવા જાય. પણ આવુ ન વિચારીને ચેતવું જરૂરી છે. હાલ શાળા ખોલવામાં આવી છે ત્યારે બાળકો, શિક્ષક અને વાલીઓ ત્રણેયને મુશ્કેલીઓ જોવા મળી રહી છે.

Visit Saurashtra Kranti Homepage here

270 બાળકો, 150 વાલીઓ અને 72 શિક્ષકોને મળીને માહિતી એકત્રિત કરવામાં આવી છે. તેમાં જોવા જઈ તો ઘણાખરા બાળકોને મોટી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો. તેમજ શિક્ષકોને પણ ઘણીખરી મુશ્કેલીઓનો કરવો પડ્યો સામનો જેમ કે, 1.સૌપ્રથમ તો અમારે બાળકોને જુદા જુદા બેસાડવાના પ્રયત્ન કરવા છતાં સાથે જ બેસે છે ત્યારે બાળક બીમાર પડવાની બીક. 2. બાળકોને ગમે તેટલું ભણાવીએ તો બાળક યાદ રાખી ન શકવાને કારણે માતાપિતાની ફરિયાદ રહેવાનો ભય.જે કઈ ઘરે હોમવર્ક આપીએ તે ન કરવાની ફરિયાદ, ગમે તેટલા પ્રયત્ન કરીએ તો ક્લાસમાં કાર્ટૂન કે મોબાઈલના ગેમ્સની જ ચર્ચા, ચાલુ ક્લાસે નાસ્તો કરવા લાગે.

4. બાળકોમાં ચીડિયાપણું અને જીદીપણુ ખૂબ વધતું જાય છે જેના કારણે બાળકને સજા કરતા પણ ડર લાગે. 5. એકપણ એક્ટિવિટીમાં બાળકો પોતાનો ઉત્સાહ દેખાડતા નથી. 6.કોર્ષ પૂરો કરવાની જવાબદારી. 7.બાળકોના સ્વાસ્થ્ય માટે તકેદારી રાખવાની મોટી ચિંતા. 8.બાળકોને કશું કહેવાતું નથી. કહીએ એટલે બૂક્સ કે ચોપડાના પેઝ ફાડવા લાગે અને તોફાન કરવા લાગે.

આ ત્રણ વર્ષથી બાળક ઘરે છે ત્યારે ઓફલાઈન શિક્ષણ શરુ કરવામાં આવ્યું તો એક રીતે એમ થાય છે કે હાશ શાળા ખુલી તો હવે બાળક ફરી શાળાએ જઈને પોતાના રૂટિનમાં પાછો આવશે અને શિક્ષણમાં ધ્યાન આપશે. ભણવામાં ધ્યાન આપશે. પણ ઉલટું દેખાઈ રહ્યું છે.અમારા બાળકની અમને ખૂબ ચિંતા થાય છે. શું કરવું બાળક માટે એ નહિ સમજાતું. પહેલા તો શાળામાં મુકવાનો એ ડર કે કોરોના તો નહિ થાયને અમારા બાળકને? છતાં મન મનાવી બાળકને શાળાએ મોકલીએ ત્યારે ખબર પડી કે અમારા બાળકને ભણવું ગમતું નથી.

Read About Weather here

ક્ષકો પણ શું કરે બાળકો જ ધ્યાન ન આપે તો? શાળાએથી આવતાની સાથે મોબાઈલ માંગે અને મોબાઈલ ન આપે તો તોફાન કરવા કે વસ્તુની તોડફોડ કરવી. અમે શિક્ષકો પાસે આશા રાખીએ કે અમારા બાળકો પહેલાની જેમ ભણવા લાગે. ટ્યુશનમાં મોકલીએ તો ચીડિયા સ્વભાવને કારણે ત્યા બીજા બાળકો સાથે ઝગડો કરવા લાગવો, નવી નવી વસ્તુ ખાવાની માંગ, ગાર્ડનમાં રમવા જવાની માંગ, એવુ લાગે છે કે આ કોરોનાએ તો અમારા બાળકનું જીવન છીનવી લીધું.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here