ઓનલાઈન ક્લાસમાં મોબાઈલ ફાટ્યો…!

ઓનલાઈન ક્લાસમાં મોબાઈલ ફાટ્યો
ઓનલાઈન ક્લાસમાં મોબાઈલ ફાટ્યો
સતનાના ચંદકુઈયા ગામમાં એક ખાનગી સ્કુલમાં અભ્યાસ કરતો ધો.8નો વિદ્યાર્થી રામપ્રકાશ ભદૌરિયા(15) ફોન પર ઓનલાઈન કલાસ એટેન્ડ કરી રહ્યો હતો. ત્યારે મોબાઈલમાં જોરદાર બ્લાસ્ટ થયો હતો.

Visit Saurashtra Kranti Homepage here

મધ્યપ્રદેશના સતનામાં ઓનલાઈન ક્લાસ દરમિયાન મોબાઈલ ફાટવાથી ધો.8નો વિદ્યાર્થી ગંભીર રીતે ઘાયલ થયો છે. બ્લાસ્ટના કારણે બાળકને ચહેરા અને હાથમાં ઈજા થઈ છે. પરિવારના સભ્ય તેને નજીકની હોસ્પિટલમાં લઈ ગયા હતા.

જ્યાં તેની સ્થિતિ ગંભીર હોવા પર તેને મેડિકલ કોલેજમાં રીફર કરવામાં આવ્યો હતો.તેના પગલે વિદ્યાર્થીનુ મોઢુ અને નાક લોહી-લુહાણ થઈ ગયા હતા. બ્લાસ્ટનો અવાજ સાંભળીને પરિવારના લોકો ત્યાં પહોંચ્યા હતા

અને ઘાયલ વિદ્યાર્થીને નાગૌદના સ્વાસ્થ્ય કેન્દ્રએ પહોંચાડ્યો હતો. પ્રાથમિક સારવાર પછી તેને સતના જિલ્લા હોસ્પિટલમાં રીફર કરવામાં આવ્યો હતો. ઘાયલાના પરિવારના સભ્યોનું કહેવું છે

કે રામપ્રકાશ બીજા રૂમમાં બેસીને મોબાઈલથી અભ્યાસ કરી રહ્યો હતો. ત્યારે અચાનકથી રૂમમાં જોરદાર બ્લાસ્ટનો અવાજ આવ્યો હતો. અવાજ સાંભળીને અમે ડરી ગયા હતા અને તેના રૂમ તરફ દોડ્યા હતા.

જ્યાં તેના ચહેરા પરથી લોહી નીકળી રહ્યું હતું. અમે તાત્કાલિક તેને સ્વાસ્થ્ય કેન્દ્રએ લઈ ગયા હતા. હવે તેને જબલપુર લઈ જવાયો છે.જિલ્લા હોસ્પિટલમાં પણ વિદ્યાર્થીની સ્થિતિમાં સુધારો થયો નહોતો.

Read About Weather here

તેની ગંભીર સ્થિતિને જોતા તેને જબલપુર મેડિકલ કોલેજમાં રિફર કરવામાં આવ્યો હતો. ડોક્ટર્સનું કહેવું છે કે વિદ્યાર્થીના મોઢા અને નાકનો સંપૂર્ણ ભાગ મોબાઈલ બ્લાસ્ટથી ઈજાગ્રસ્ત થયો હતો.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here